ગાંધીધામ, તા. 8 : દીનદયાળ પોર્ટ ઓથોરિટીના હરિત ઊર્જા સહિતના
વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખામુહૂર્ત માટે ગાંધીધામ આવેલા કેન્દ્રીય શિપિંગ મત્રી
સમક્ષ ગાંધીધામના ધારાસભ્ય દ્વારા ગાંધીધામ
સંકુલના વિકાસને લગતા વિવિધ મુદ્દાની વિસ્તૃતમાં
રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શિપિંગ મંત્રી સમક્ષ ગાંધીધામના વિકાસને લગતી બાબતો વિષે ચર્ચા કરી હતી અને કેટલાક વણઉકેલ્યા
મુદ્દા અંગે રજૂઆત પણ કરી હતી તેમજ નવી જમીનનીતિ અંગે ઔપચારિક ચર્ચા થઈ હતી. ધારાસભ્યે ડી.પી.એ. તરફથી સી.એસ.આર. ફંડમાંથી શરૂ કરવામાં આવેલા ડ્રાય વેસ્ટ પ્લાન્ટ બાબતે આભારની
લાગણી વ્યકત કરી હતી. આ પ્લાન્ટની હાલની કાર્યક્ષમતાનો વધારો થાય તે માટે વધારાનું સી.એસ.આર. ફંડ ફાળવવા વિનંતી કરી હતી.
ગાંધીધામ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરણ થવાથી ઘરેઘરે સંગ્રહ કરવામાં આવતા
કચરાનો વધારો થશે. આ કચરાને પ્રોસેસ કરવા માટે 100 મેટ્રિક ટનની ક્ષમતા 150 મેટ્રિક ટન કરવા માટે
વધારાનું એકમ શરૂ કરવા માંગ કરી હતી. મહાનગરપાલિકા ભવન પાસે જમીનની માંગ કરી હતી. મહાનગરપાલિકા
થવાથી કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે અને
જૂના વિભાગો સાથે નવા વિભાગોની કામગીરી માટે વિશાળ ભવન જરૂરી બનશે ત્યારે જમીન ફાળવી
સી.એસ.આર. ફંડમાંથી ડીપીએ ભવન બનાવી આપે તેવી રજૂઆત કરી હતી. ગાંધીધામના એસ.ટી. બસ
સ્ટેશન માટે અન્ય જગ્યાએ જમીન ફાળવવા અને વધારે સી.એસ.આર. ફંડ ફાળવવા રજૂઆત કરી હતી.
ભવિષ્યમાં ડીપીએ તરફથી ગાંધીધામના વિકાસ માટે સકારાત્મક અભિગમ અપનાવાશે
તેવો આશાવાદ ધારાસભ્યે વ્યકત કર્યો હતે.