• બુધવાર, 29 જાન્યુઆરી, 2025

શિયાળુ (ખરીફ પાક)નાં વાવેતર માટે કોરવાણ પ્રક્રિયા શરૂ

નખત્રાણા, તા. 20 : શિયાળુ (ખરીફ પાક)ના વાવેતરમાં થોડા વિલંબ બાદ હવે અનુકૂળ વાતાવરણ સર્જાતાં ખેડૂતો દ્વારા કોરવાણ પ્રક્રિયા કરાઇ હતી. દિવાળી પર્વ સુધી સતત વિષમ વાતાવરણને કારણે શિયાળુ (ખરીફ) પાકના વાવેતરમાં વિલંબ થયો છે. વર્તમાન આઠેક દિવસથી શિયાળુ પાકના વાવેતર માટે અનુકૂળ વાતાવરણથી ખેડૂતોએ વાડી-ખેતરના ઠામોમાં ઘઉં, રાયડો, રાઇ, ઇસબગુલ વિ. પેદાશો માટે તૈયારીનાં પગલે વાડીના ઠામોમાં ક્યારા કરી તેમાં પાણી મૂકી કોરી  જમીનને ભીની કરવા કોરવાણની પ્રક્રિયા કરી હતી તેવું યાદીમાં જણાવાયું હતું. નખત્રાણા પંથકમાં મોટાભાગના વિસ્તારમાં મગફળીનો પાક લેવાઇ ગયા પછી તેમજ કપાસનો ફાલ વિફળ ગયા બાદ અનેક વાડીઓમાં ખાલી થયેલા ઠામોમાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોએ તૈયારી કરી છે તેવું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd