• શનિવાર, 27 એપ્રિલ, 2024

ધ્વજાનાં દર્શન કરવાથી જીવન ધન્ય બને

ભુજ, તા. 26 : અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી અને સંઘના અધ્યક્ષ જિગર તારાચંદભાઈ છેડાનાં માર્ગદર્શન હેઠળ ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત મુનિસુવ્રત સ્વામી જિનાલય વિજયનગર અને મુનિસુવ્રત સ્વામી જિનાલય નવનીતનગર-કોવઈનગર બંને જિનાલયનો ધ્વજારોહણ કાર્યક્રમ ઊજવવામાં આવ્યો હતો. અચલગચ્છાધિપતિ આ. ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાએ આ. ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા., સાહિત્ય દિવાકર, અચલગચ્છાધિપતિ આ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા., વર્ષીતપ આરાધક આ. કવીન્દ્રસાગરસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-2 અને કંચનસાગર મ.સા. (બાપા મારાજ)ની હાજરીમાં વિજયનગર જિનાલયે ધ્વજારોહણ તથા સ્વામિવાત્સલ્યનો લાભ મણિબેન તારાચંદભાઈ દેઢિયા (ગામ કોટડા રોહા, હાલે ભુજ) હસ્તે દેવકા ફાર્મ -રોહા, મામલ માઈકેમ ભુજ પરિવારે લીધો હતો. ધ્વજારોહણ પ્રસંગે પ્રભાવનાનો લાભ અમૃતબેન પ્રેમજીભાઈ માણેક નાગડા પરિવાર (વીંઢ, હાલે ભુજ) લીધો હતો, જ્યારે નવનીતનગર/કોવઈનગર મધ્યે આવેલા જિનાલયની ધ્વજારોહણ અને સ્વામીવાત્સલ્યનો લાભ મીશા કુશલ મારૂ (કોટડા રોહા) હસ્તે લક્ષ્મીકાંતભાઈ પ્રેમજી કારાણી પરિવારે લીધો હતો. ધ્વજારોહણ પ્રસંગે પ્રભાવનાનો લાભ લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર હસ્તે ગિરીશભાઈ છેડા અને લહેરીભાઈ છેડા પરિવારે લીધો હતો. આ પ્રસંગે આ. કવીન્દ્રસાગરસૂરિશ્વરજી મ.સા.એ ધ્વારોહણનું મહત્ત્વ સમજાવ્યું હતું. કોઈ પણ દેરાસરનાં દર્શને જઈએ ત્યારે ધ્વજાનાં દર્શન અવશ્ય કરવા જોઈએ. ધ્વજાનાં દર્શન કરવાથી માનવજીવન ધન્ય બને છે તેમ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે સંઘના અધ્યક્ષ જિગર છેડાએ જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રસંગે એ આત્મદીપ પ્રગટાવવાનો મહામૂલો અવસર છે. વિધિકાર-સંગીતકાર દીપકભાઈ કોઠારી એન્ડ ગ્રુપ રહ્યા હતા. ક.વી.ઓ. જૈન મહાજનના ટ્રસ્ટીઓ, સંઘના ટ્રસ્ટીઓ, યુવા પાંખના સભ્યો, સખીવૃંદના સભ્યો અને સમાજના લોકો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang