• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ગૌવંશ ચાર લિટરથી 40 લિટર દૂધ આપતી થાય, તે માટે એમ્બ્રિયો ટ્રાન્સ્ફર ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી

અંજાર, તા. 20 : વિધાનસભાના અધ્યક્ષે સરહદ ડેરીની શુભેચ્છા મુલાકાત લઈને  છેલ્લા 16 વર્ષમાં ડેરીએ  કરેલી પ્રગતિની સરાહના કરી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વિશેષ સન્માન કરાયુ હતું. શ્રી ચૌધરીએ  પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કેઆપણા  ગૌવંશ ચાર લિટર દૂધમાંથી 40 લીટર દૂધ આપતા થાય અને નવી અને સારી પેઢી પશુપાલન ક્ષેત્રમાં મળે તે માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો  મોટા  પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. સારી બ્રિડ મળવાથી  સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થશે. વધુમાં  તેમણે  બન્નીની સારી ઓલાદ સુધારણા કરીને બનાસ ડેરીને  પાડા તથા ભેંસ આપવામાં આવે તેમજ તેની સામે એમ્બ્રિયોથી ડેરી ઉદ્યોગમાં સરહદ ડેરી  હરણફાળ  ભરીને આગળ વધે તેવુ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યંy હતું કે, સરહદ ડેરીએ ગામડાંઓને  ધબકતાં કર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા અનેક  આયામો સફળતાપૂર્વક પાર પાડયા છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સીમા જનકલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહીર, સરહદ ડેરીના બોર્ડ ઓફ ડિરેકટર્સ, જનરલ મેનેજર નીરવભાઈ ગુંસાઈ, પ્લાન્ટ મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે  મહેમાનોનુ સ્વાગત-સન્માન કર્યું હતું.

Panchang

dd