ભુજ, તા. 20 : સ્વ.
ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે,
કાર્યરત નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને જીવદયા પ્રેમી
તરફથી જીવદયાના કાર્યો માટે સાઈઠ હજારનું દાન અપાયું હતું. સંસ્થાના પ્રોજેક્ટ
ચેરમેન હિરેન દોશીના જણાવ્યા મુજબ છેલ્લા સાતેક વર્ષથી સંસ્થાના ઉપક્રમે અબોલ
જીવોની ક્ષુધા સંતોષવાના કરુણા અભિયાનમાં દરરોજ શ્વાનોને દુધ-રોટલી તેમજ પક્ષીને
એક બાચકો ચણ અપાય છે. તાજેતરમાં જીવદયા પ્રેમી પ્રદિપભાઈ દોશી દ્વારા સંસ્થાને
જીવદયાના કાર્યો માટે દાન અપાયું હતું. દાનની રકમ રસીલાબેન દોશીએ સંસ્થા માતા
ભારતીબેન મહેતા, મીનાબેન મોતા અને ભાવનાબેન જોશીને અર્પણ કરી
હતી. સંસ્થાના વી.જી. મહેતા, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ચિંતન મહેતા ઉપસ્થિત રહી દાતાનો આભાર
માન્યો હતો.