ભુજ, તા. 20 : અહીંના
રઘુવંશીનગર સ્થિત જલારામ મંદિરનો 16મા પાટોત્સવની ઉજવણી બે દિવસ
વિવિધ કાર્યક્રમ સાથે કરાઇ હતી. મુખ્ય યજમાન પરિવાર શામજીભાઇ ઠક્કર (નરેડી) અને
શ્વેતાબેન પ્રકાશભાઇ ઠક્કર પરિવારનું સન્માન રઘુવંશી ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ
કલ્પેશ ઠક્કર, ઉ.પ્રમુખ મનોજ સોનપાર, મંત્રી દિલીપ ઠક્કર, ખજાનચી હેમંત પલણ, સહમંત્રી હિંમતલાલ ગણાત્રા,
સહખજાનચી જયભાઇ બુદ્ધદેવ, સંગઠનમંત્રી પરેશ
પૂજારા તથા કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું
હતું. પાટોત્સવની સાંજે મહાઆરતીનું આયોજન ત્રિવેણીબેન તુલસીદાસ સોનાઘેલા
પરિવાર દ્વારા કરાયું હતું. મંડપના દાતા મહેન્દ્રસિંહ કરશનસિંહ પઢિયાર તથા
નિર્મલસિંહ પઢિયારનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની પૂર્વસંધ્યાએ નિરંજન
પંડયાની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. ભુજ લોહાણા
મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉ. પ્રમુખ હરેશભાઇ કતિરા,
મંત્રી કમલ કારિયા, પૂર્વ પ્રમુખ કિરણભાઇ
ગણાત્રા, પૂર્વ ઉ.પ્રમુખ નવીનભાઇ આઇયા, ખજાનચી હિતેશ ઠક્કર, વિરાગ શેઠ, રશિમકાંત ઠક્કર, રાજેશભાઇ ઠક્કર, હરેન્દ્રભાઇ ઠક્કર, ભાવેશભાઇ સોનાઘેલા, રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશ તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી દિલીપ ઠક્કરે આભાર માન્યો હતો.