ભુજ, તા. 20 : માઇનોરી
કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની
ઉજવણી કરવાની સાથે ચર્ચા સભા યોજાઇ હતી. ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું
કે, લઘુમતીઓ
પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે ત્યારે દરેક જાગૃત વ્યક્તિએ પોતાની કક્ષાએ
અધિકારોનાં રક્ષણ માટે કાર્ય કરવું જરૂરી છે. ઉસ્માન ગની શેરસિયાએ જણાવ્યું હતું
કે, રાજ્યમાં લઘુમતી કલ્યાણ માટે અલગ મંત્રાલય અભાવ, લઘુમતી આયોગની રચના ન થવી, સરકારી માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અછત, મદરેસા શિક્ષણને ગુજરાત
બોર્ડની સમકક્ષ માન્યતા ન મળવી સહિતના મુદ્દાઓ ચિંતાજનક છે. આદમભાઇ ચાકીએ કાયદાકીય
રીતે મજબૂત સમાજ માટે પરિણામલક્ષી કાર્ય કરવાની હાકલ કરી હતી. ઇબ્રાહીમ હાલેપોત્રા
અને ઇકબાલ પટણીએ યુવાનોને સમાજહિત માટે આગળ આવવા જણાવ્યું હતું. સાજિદ માણેકે
મુસ્લિમોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ માટે ઉપયોગી બનવું જોઇએ તેમ જણાવ્યું
હતું. અશરફ મેમણે લઘુમતી અધિકારોના મહત્ત્વ વિશે વાત કરી હતી. વહાબ અંસારીએ ગરીબ
વર્ગ સુધી માનવીય અધિકારોની સમજ પહોંચાડવા માટે પ્રયત્ન કરવાની જરૂરિયાત જણાવી
હતી. મોહસીન હિંગોરજાએ સમાજના મુદ્દાઓ માટે કાર્યરત સંસ્થા, સંગઠને
અને વ્યક્તિઓને સમર્થન અપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યાકુબભાઇ સમાએ યુવા
વર્ગને કાયદાનું શિક્ષણ મેળવી બંધારણીય
હક્કો માટે જાગૃત થવાની જરૂરિયાત જણાવી હતી. લઘુમતી સમુદાયના સર્વાંગી વિકાસ માટે
બજેટમાં યોગ્ય ફાળવણી, વિશેષ આર્થિક પેકેજ, પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણ
અમલ તેમજ સાંપ્રદાયિક હિંસાથી પીડિતોનાં પુનર્વસન માટે નક્કર નીતિ બનાવવાની માંગ
ઊઠાવવામાં આવી હતી. સૈયદ અબ્દુલ્લાશા જિલાની,
સૈયદ અશરફશા જાયસી નકાબંધી, વહાબ ભચુ મમણ
(વરનોરા) સહિતના સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો તેમજ
વિવિધ વર્ગોના લોકો અને લઘુમતી સમુદાયના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા. જમીયતે એહલે હદીસના અમીર જુણસ જામઇએ દુઆએ ખૈર કરી હતી. સંચાલન મહમ્મદભાઇ
લાખાએ કર્યું હતું.