• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

માંડવીમાં નોટ બદલવામાં બેંકોની મનમાની અંગે રિઝર્વ બેંકને રાવ

માંડવી, તા. 25 : ભારતીય રિઝર્વ બેંકે રૂા. 2000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની કરેલી જાહેરાત બાદ અહીંની કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોમાં આ નોટ બદલવા મનઘડંત નિયમો લાદીને મનમાની કરાતી હોવાની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આર.બી.આઈ. ગવર્નરને ફરિયાદ કરાઈ છે. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદ્મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, ખજાનચી ચંદ્રસેન કોટક તથા અરવિંદભાઈ ગાલાએ આર.બી.આઈ.ના ગવર્નર શશીકાન્ત દાસનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, તેમણે પ્રચાર-પ્રસાર માધ્યમોમાં પ્રજાજોગ જે વકતવ્ય આપ્યું હતું. તેમાં કોઈએ ગભરાવાની જરૂરત નથી. રૂા.2000ની નોટ બદલવા માટે ચાર મહિનાના ગાળા દરમ્યાન આ નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની વાત છે તેનો અન્ય કોઈ ઉદ્શે નથી. આર.બી.આઈ.ના ગવર્નરના કહેવા મુજબ આ ગુલાબી નોટો પોતપોતાના ખાતામાં ગમે તેટલી સંખ્યામાં જમા કરાવી શકાશે. નાના દુકાનદારો કે આમ નાગરિક રૂ. 2000ની દસ નોટો કોઈપણ જાતના દસ્તાવેજ કે પુરાવા વિના બદલાવી શકશે. આમ છતાં માંડવીની કેટલીક બેંકો પોતાના બચાવ માટે મનઘડંત રીતે રજીસ્ટર, સહી, આધારકાર્ડ આપવા જેવી પ્રક્રિયા કરાવી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડતી હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang