• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

અમિત શાહે સંગમમાં ડૂબકી લગાવી

પ્રયાગરાજ, તા. 27 : દેશના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મહાકુંભ પહોંચીને સંગમમાં ડૂબકી લગાવી હતી. શાહની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગગુરુ બાબા રામદેવ અને જૂના અખાડા મહામંડલેશ્વર અવધેશાનંદગિરિ જોડાયા હતા. સંગમ સ્નાન બાદ અમિત શાહે કિલાઘાટ પર હનુમાનજી મંદિર, અક્ષયવટનાં દર્શન કર્યાં હતાં અને સાધુઓ સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષીઓને દાણા પણ ખવડાવાયા હતા. શાહે જૂના અખાડામાં સાધુ-સંતો સાથે ભોજન પણ કર્યું હતું. શાહની મુલાકાતને ધાર્મિક એકતા અને સંત સમાજ પ્રત્યે સન્માનનું પ્રતીક મનાય છે. અમિત શાહે સાધુ-સંતો સાથે સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સમાજના વર્તમાન પડકારો પર ચર્ચા કરી હતી. પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ પણ પહોંચ્યા હતા. જય શાહના સંતાનનું નામકરણ પણ સંતોની ઉપસ્થિતિમાં કરાયું હતું. ગૃહમંત્રી શાહે એકસ પર નોંધ્યું હતું કે, મહાકુંભ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું અદ્વિતીય પ્રતીક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd