• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

મોદીએ ગણતંત્ર દિવસે ફરી સાફાથી કર્યા સરપ્રાઈઝ

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન મોદી રવિવારે 76મા ગણતંત્ર દિવસે ફરી એક વખત નવા રંગના સાફામાં જોવા મળ્યા હતા. મોદી દર વર્ષે અલગ અલગ સાફામાં જોવા મળે છે તેવામાં આ વખતે પણ પરંપરાને જાળવી હતી. પીએમ મોદીએ સફેદ કુર્તા પાયજામા સાથે ઘાટા ભુરા રંગનો કોટ અને લાલ-પીળા રંગનો સાફો પહેર્યો હતો. આ સાફો બાંધણી પ્રિન્ટનો હતો. બાંધણી એક ટાઈ-ડાઈ કપડું હોય છે જે ગુજરાત અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. આ અગાઉ 2023માં મોદીએ રાજસ્થાની સાફો પહેર્યો હતો. 2019મા બહુરંગી સાફામાં અને જ્યારે 2014મા જોધપુરી બંધેજ સાફામાં જોવા મળ્યા હતા. ગણતંત્ર દિવસની પરેડમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની ઝાંખીમાં ભારતના સંવિધાનને બતાવવામાં આવ્યું હતું. આ પ્રતિકૃતિ સામે આવતા જ પીએમ મોદી પણ ખુશીથી હાથ ફરકાવવા લાગ્યા હતા. સંવિધાનની ઝાંખીનું કેન્દ્રબિંદૂ સંવિધાનની પ્રતિકૃતિ હતું. જેની પ્રસ્તાવના અંગ્રેજી અને હિંદી બન્ને ભાષમાં પ્રદર્શિત કરવામાં આવી હતી તેમજ સંવિધાન અંગીકાર કરવાના 75 વર્ષ પુરા થયાનો ઉલ્લેખ પણ હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd