• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

`ગંગામાં ડૂબકીથી ગરીબી નહીં જાય'

નવી દિલ્હી, તા. 27 : કોંગ્રેસ અધ્યક્ષ મિલ્લિકાર્જુન ખડગેએ સોમવારે ભાજપ નેતાઓના મહાકુંભમાં સ્નાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગંગામાં ડૂબકી લગાવવાથી દેશમાં ગરીબી ખતમ થવાની નથી. બીજી તરફ ભાજપ તરફથી પલટવાર કરતાં કેસરિયા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે સનાતન ધર્મ વિરુદ્ધ આવા નિવેદન નિંદાને પાત્ર છે. કોંગ્રેસ પક્ષે ખડગેનાં નિવેદન પર સ્પષ્ટતા કરવી જોઈએ. મહૂમાં એક સભા સંબોધતાં ખડગે બોલ્યા હતા કે, ગંગામા ડૂબકી લગાવવાની ભાજપ નેતાઓમાં હોડ લાગી છે. ગરીબી, બેરોજગારી દૂર કરવા બંધારણની રક્ષા કરો. મોદી અને શાહે મળીને એટલા પાપ કર્યા છે કે સાત જન્મમાં પણ સ્વર્ગમાં નહીં જાય, આરએસએસ અને ભાજપ દેશદ્રોહી છે તેવા આરોપ તેમણે મૂકયા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો આજે કોંગ્રેસને ભલે ખરાબ કહે છે, પરંતુ તેમણે દેશની આઝાદી માટે કંઈ નથી કર્યું. એક તરફ મોહન ભાગવત કહે છે કે, દરેક મસ્જિદની નીચે મંદિર, શિવલિંગ ન શોધો, પરંતુ ભાજપ-સંઘના લોકો તેવું જ કરી રહ્યા છે, તેવા પ્રહાર ખડગેએ કર્યા હતા. હું કોઈની આસ્થાને ઠેંસ નથી પહોંચાડવા માગતો, છતાં કોઈને દુ:ખ થયું હોય તો માફી માગું છું. આપ જ કહો કે બાળકો ભૂખ્યા હોય ત્યારે ગંગામાં ડૂબકી મારવાનો મતલબ શું, તેવો સવાલ તેમણે કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd