• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

યમુના ગંદી; કેજરીવાલે માફી માગી

નવી દિલ્હી, તા. 27 : આમ આદમી પાર્ટીએ સોમવારે ચૂંટણી પૂર્વે 15 ગેરંટીનું એલાન કર્યું હતું. `આપ' સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના નદીની સફાઇ, યુરોપ જેવા રસ્તા અને પાણીનાં વચનો પૂરાં કરી નહીં શકવા બદલ માફી માગી હતી. આજે કબૂલ કરી રહ્યો છું કે, છેલ્લાં પાંચ વર્ષમાં વચનો પૂરાં નથી કરી શકાયાં. અઢી વર્ષ કોરોના ચાલ્યો, પછી કેન્દ્ર સરકારે જેલનો ખેલ ખેલ્યો. મારી આખી ટીમ વિખેરાઇ ગઇ, તેવું તેમણે કહ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, હવે અમે સૌ જેલની બહાર આવી ગયા છીએ. મારું સ્વપ્ન છે કે, દિલ્હીમાં ત્રણેય કામ થાય. આગામી પાંચ વર્ષમાં આ કામ અમે પૂરાં કરીશું. અમારી પાસે ભંડોળ પણ છે અને તેનું આયોજન પણ છે તેવું આપ નેતાએ ઉમેર્યું હતું. કમળનું બટન દબાવશો તો ચારે તરફ કીચડ જ થઇ જશે. 25 હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ દર મહિને થઇ જશે અને આ બોજ ગરીબ વર્ગ નહીં ઊઠાવી શકે. ઉલ્લેખનીય છે કે, યમુના નદીની ગંદકી દિલ્હીની ચૂંટણીમાં મોટો મુદ્દો છે. 2020ની ચૂંટણી વખતે કેજરીવાલે યમુના સાફ કરવાનું વચન આપ્યું હતું. ભાજપ નેતા પ્રવેશ વર્માએ કેજરીવાનું કટઆઉટ યમુના નદીમાં ડૂબાડયું હતું. આ મુદ્દે આપ પર ચોમેરથી પ્રહારો વચ્ચે કેજરીવાલે માફી માગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd