• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

સાથે મળીને કામ કરશું : ટ્રમ્પ સાથે મોદીએ ફોન પર વાત કરી

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરતાં `બીજા ઐતિહાસિક કાર્યકાળ માટે શુભેચ્છા આપું છું', તેવું જણાવ્યું હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા સાથે બન્ને નેતાઓએ લોકકલ્યાણ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા પર સહમતી સાધી હતી. વડાપ્રધાને એક્સ પર લખ્યું હતું કે, મારા પ્રિય મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને ખુશી થઈ. મેં ટ્રમ્પને ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે વધામણી આપી હતી. અમે પરસ્પર લાભકારી અને વિશ્વસનીય સહભાગીતા માટે પ્રતિબદ્ધ છીએ. બીજી તરફ, ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત એક શાનદાર દેશ છે. હું વડાપ્રધાન મોદી અને ભારતને સાચા મિત્ર માનું છું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd