• મંગળવાર, 02 જુલાઈ, 2024

યુક્રેને રશિયાનું સુરક્ષા કવચ એસ-500 કર્યું ધ્વસ્ત

કીવ, તા. 29 : યુક્રેનની સેનાએ અમેરિકા પાસેથી મળેલી આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (એટીએસીએમએસ)નો ઉપયોગ કરીને રશિયાની અત્યાધુનિક એસ-500 વાયુ રક્ષા પ્રણાલીને નિશાન બનાવી હતી. ન્યૂઝવીકના અહેવાલ અનુસાર યુક્રેની પત્રકાર એન્ડ્રી જાપ્લિએંકોએ પોતાની ટેલીગ્રામ ચેનલ ઉપર દાવો કર્યો હતો કે રશિયન એસ-500 વાયુ રક્ષા વ્યવસ્થાને એટીએમસીએમએસ ક્લસ્ટર મિસાઇલએ નષ્ટ કરી દીધી છે. એક મિસાઇલની પડતર 5000 કરોડ રૂપિયા છે. જો કે સિસ્ટમને ક્યા સ્થળે નષ્ટ કરી છે તે કહેવામાં આવ્યું નથી. યુક્રેનની સૈન્ય ગુપ્તચર એજન્સીના પ્રમુખ લેફટનેન્ટ જનરલ કિરિલો બુડાનોવે 12 જૂને કહ્યું હતું કે, રશિયાએ ક્રિમિયામાં એસ-500 વિમાન વિરોધી મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં એક નિષ્ણાતે કહ્યું હતું કે, રશિયા પાસે ચાર એસ-500 સિસ્ટમ હોવાની સંભાવના છે. એસ-500 સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ પ્રણાલી છે. છેલ્લા અમુક સમયમાં યુક્રેની સેનાએ રશિયા ઉપર હવાઈ હુમલા વધાર્યા છે. કહેવાય છે કે અમેરિકા પાસેથી એફ-15 યુદ્ધવિમાન મળે તે પહેલા યુક્રેન રશિયાની વાયુ રક્ષા પ્રણાલીને સક્રિય રીતે કમજોર કરવાની કોશિશ કરી શકે છે. જેથી નજીકનાં ભવિષ્યમાં અગ્રીમ ક્ષેત્રોમાં હવાઈ હુમલા માટે અનુકુળ પરિસ્થિતિ તૈયાર થઈ શકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang