• ગુરુવાર, 04 જુલાઈ, 2024

હરુડીના પાંચ મંદિરની ચોરી ઉપરાંત અન્યત્ર ચોરીનો આરોપી ઝડપાયો

ભુજ, તા. 1 : થોડા દિવસો પૂર્વે તાલુકાના હરુડીના પાંચ મંદિરમાંથી દાન પેટીઓની ઉઠાંતરી કરનાર ઉપરાંત બાઇકચોરી અને ડીઝલચોરીનો આરોપી રજાક મુસા ઓસમાણ સમા (રહે. લેર, તા. ભુજ, મૂળ રહે. દેઢિયા જુણા, તા. ભુજ)ને પદ્ધર પોલીસે ઝડપી ઉપરોક્ત તમામ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. ગત તા. 23-6ના હરુડીના પાંચ મંદિરમાંથી કુલ્લે રૂા. 1,01,000ના મુદ્દામાલની ચોરી થઇ હતી. આથી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પદ્ધર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એમ. ગોહિલ તથા પોલીસ સ્ટાફે હરુડી આસપાસના 24 સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા અને બનાવવાળી જગ્યાનો એનાલિસીસ કરી, બાતમીદારો પાસેથી માહિતી મેળવીને ગુના આચરનાર આરોપી રજાક મુસા ઓસમાણ સમા શેખપીર પાસેના ત્રણ રસ્તા નજીક ટ્રાન્સપોર્ટ નગરમાં હાજર હોવાની બાતમીનાં પગલે પદ્ધર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલો આરોપી રજાકે મોટરસાઇકલ ચોરી અને ડીઝલ ચોરી કબૂલતાં ચોરીનો  પણ ભેદ ઉકેલાયો છે. કામગીરીમાં પી.આઇ. શ્રી ગોહિલનાં માર્ગદર્શન હેઠળ .એસ.આઇ. રામસંગજી સોઢા, આદમભાઇ સુમરા, જયસુખભાઇ માલકિયા, ઇન્દ્રસિંહ ઝાલા, હે.કો. મહેન્દ્રસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેશભાઇ ચૌધરી અને વિક્રમસિંહ ગોહિલ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang