• ગુરુવાર, 04 જુલાઈ, 2024

નીરજ ચોપરાને ઇજા : પેરિસ ડાયમંડ લીગમાંથી ખસી ગયો

નવી દિલ્હી, તા.1: ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા સાથળના સ્નાયુના દર્દને લીધે રવિવારથી શરૂ થનાર પેરિસ ડાયમંડ લીગમાંથી ખસી ગયો છે. પેરિસ ઓલિમ્પિકની ઠીક પહેલા સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાની ઇજાથી ભારતની ચિંતા વધી છે. નિરજ ચોપરાએ જણાવ્યું કે ટ્રેનિંગમાં થ્રો કરતી વખતે તેનો પગ મજબૂતીથી કામ કરી રહ્યો નથીસ્નાયુ ખેંચાયા છે. જેના પર કામ ચાલી રહ્યંy છે. હું ડાયમંડ લીગ રમી શકું તેમ હતો, ઓલિમ્પિકને ધ્યાને રાખી રેસ્ટ લીધો છે. નિરજે ગયા મહિને ફિનલેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang