• ગુરુવાર, 04 જુલાઈ, 2024

માધાપર સમસ્ત જૈન સમાજે યોજી બોક્સ ક્રિકેટ સ્પર્ધા

ભુજ, તા. 1 : તાલુકાના માધાપરના સમસ્ત જૈન સમાજ દ્વારા બોક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું, જેના દાતા ડો. બી. બી. મહેતા પરિવાર રહ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જૈન સમાજ માધાપરના પ્રમુખ હિતેશ ખંડોર, ઉપપ્રમુખ વસંત ભાભેરા, વસંત મહેતા, ભૂપેન શાહ, મુખ્ય દાતા વતી દીપેશ મહેતા, મંત્રી સુરેશ મહેતા, મહામંત્રી સંજય મહેતા, જગશી મહેતા તથા કારોબારી સભ્યોએ દીપ પ્રાગટય કર્યું હતું. મુખ્ય દાતા ડોક્ટર બી. બી. મહેતા પરિવાર તેમજ સહયોગી દાતા દીપક ચા, ટ્રોફીના સ્પોન્સર નાનાલાલ બેચરભાઈ વોરા પરિવાર, કિરણ અમૃતલાલ મહેતા, મુકેશ સંઘવી (નવકાર ઈલેક્ટ્રિક), રસીકલાલ મણિલાલ સંઘવી પરિવાર, જૈન જાગૃતિ સેન્ટર, હિંમતલાલ માવજીભાઈ ખંડોર પરિવાર, અનુપમ કલા મંડળ, તારાચંદ જગશી છેડા પરિવાર રહ્યા હતા. ઉપરાંત વી.બી.સી. યુવક મંડળ, બેસ્ટ આંગણીઓ, આશાપુરા વોટરપાર્ક, મુરજી પટેલ, હોટેલ તુલસી, હોટેલ નિત્યાનંદ, બજરંગ સ્વીટ, સિદ્ધિવિનાયક કેટરર્સ, શ્રી કોચિંગ ક્લાસ, પ્રવીણ વરસાણી, દિનેશ ભાવસાર, લીંગમ શ્રીવાસ્તવ, મુકેશ પારી, હોટેલ અતિથિ, મીત જ્વેલર્સ, હિરેન સર, રચના કેટરર્સ, આઈકવા વોટરપાર્ક, આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરનો સહકાર મળ્યો હતો. ફાઈનલ મેચના પ્રારંભે કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા કવીઓ મહાજનના પ્રમુખ જિગરભાઈ છેડા સહિત હાજર રહ્યા હતા. સ્પર્ધામાં વોરા વેરિયર્સ વિજેતા તથા અતુટ ફાઈટર્સ રનર્સઅપ જાહેર થઈ હતી. મહિલાઓની મેચમાં વિજેતા તથા રનર્સઅપ તથા બાળકોની ટીમમાં વિજેતા તથા રનર્સઅપ જાહેર કરાયા હતા. સાંસદ શ્રી ચાવડાએ જૈન સમાજ માધાપરની જીવદયા, આરોગ્ય સહિતનાં સમાજ ઉપયોગી કાર્યોને બિરદાવ્યાં હતાં. પ્રમુખ હિતેશ ખંડોરે જણાવ્યું કે, જૈન સમાજ વિવિધ કાર્યો કરી મહાજનની ભૂમિકા અદા કરી રહ્યું છે. તમામ મેચ બાદ સન્માન સમારોહમાં સમાજના પ્રમુખ, ઉપરાંત દાતા દીપેશ મહેતા, મહેશ વોરા તથા હોદ્દેદારોના હસ્તે ટ્રોફી-ઈનામ અપાયા હતા. ચાર અમ્પાયર, કોમેન્ટ્રી આપનારા અનિલ ડાભીનું સન્માન કરાયું હતું. સુરેશ મહેતા, ભૂપેન્દ્ર શાહ, વસંતલાલ મહેતા, કેતન શાહ, માલતીબેન ભાભેરા, પ્રભાબેન લોદરિયા, હિરેન મહેતા, પ્રક્ષાલ શાહ વગેરેએ આવા કાર્યક્રમોની શરાહના કરી હતી. પ્રોજેક્ટ ચેરમેન ભાવિક મહેતા, રોહિત મહેતા, કમલ દોશી, હેત ભાભેરા, જેનમ સંઘવી, ધ્રુવલ શાહ, સુમિત કુવાડીઆ, હર્ષ મહેતા, અક્ષય ભાભેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang