• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ચૂંટણી બાદ કચ્છ જિલ્લા ભાજપ એક્શન મોડમાં

ભુજ, તા. 1 : કચ્છ ભાજપ દવારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સાથે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું. ચૂંટણી બાદ ભાજપ ફરી એકશન મોડમાં આવી ગયું હોય તેમ લોક લક્ષી, પ્રકૃતિ લક્ષી, તેમજ પક્ષને લગતા કાર્યક્રમોની ભરમાર લાગી હોય તેમ  જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં સૌ પ્રથમ ભુજના હૃદયસમાં હમીરસર તળાવની સફાઈનું કામ કરી સ્વાચ્છતા અભિયાન અદરાયું હતું. ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમની પાછળની બાજુ વૃક્ષારોપણનું કાર્યક્રમ આગેવાનોના હાથે કાર્યકર્તાઓ દ્વારા કરાયું હતું. ત્યારબાદ ચૂંટણી બાદ ફરી શરૂ થયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ, ધારાસભ્ય કેશુભાઈ પટેલની હાજરીમા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમજ કાર્યક્રમ કચ્છના તમામ બુથોમાં સાથે બેસીને સાંભળવાનો આયોજન કરાયું હોવાનું ઇન્ચાર્જ પ્રફુલાસિંહ જાડેજા, આણંદાભાઈ આહિરે જણાવ્યું હતું. ત્રિવિધ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, જિલ્લા .પ્ર. ડો. મુકેશ ચંદે, જયંત માધાપરીયા, વિજુબેન રબારી, શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, મહામંત્રી જયદીપાસિંહ જાડેજા, શહેર ભાજપની ટીમ, ગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, .પ્ર. ઘનશ્યામ ઠકકર, કમલ ગઢવી, કાર્યક્રમોંના ઇન્ચાર્જે હિતેષ ખંડોલ, મોમાયાભા ગઢવી, હિતેશ ગોસ્વામી, રિતેન ગોર, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી, મહિલા મોરચાના ગોદાવરી બેન ઠકકર, યુવા મોરચાના તાપસ શાહ, લઘુમતી મોરચાના આમદભાઈ, બક્ષીપંચ મોરચાના માવજી ગુંસાઈ, લીગલ સેલ ના હેમસીંગ ચૌધરી, ગિરીશ ઝવેરી, મનુભા જાડેજા, જયંત ઠકકર, હિરેન રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં મિશન ગ્રીન ભુજના પ્રશાંતભાઈ જોશી તેમજ સંદીપ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું જિલ્લા ભાજપ વતી સન્માન કરાયું હોવાનું જિલ્લાના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની યાદી માં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang