• ગુરુવાર, 04 જુલાઈ, 2024

રાણાએ રંગ રાખ્યો, ભારતની જીત

ચેન્નાઈ, તા.1: શાનદાર બેટિંગ અને જોરદાર બોલિંગની મદદથી સંપૂર્ણ વર્ચસ્વ સાથે . આફ્રિકા વિરુદ્ધની એકમાત્ર ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમનો 10 વિકેટે ભવ્ય વિજય થયો હતો અને શ્રેણી કબજે કરી હતી. ફોલોઓન થયા બાદ આજે મેચના ચોથા દિવસે . આફ્રિકા મહિલા ટીમ તેના બીજા દાવમાં 373 રને ઓલઆઉટ થઈ હતી. આથી ભારતને જીત માટે ફક્ત 37 રનનુ લક્ષ્ય મળ્યું હતું. જે વિના વિકેટે કરી લીધું હતું. સતીશ શુભા 13 અને શેફાલી વર્મા 24 રને નોટઆઉટ રહી હતી. મેચમાં કુલ 10 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર સ્નેહ રાણા પ્લેયર ઓફ મેચ જાહેર થઈ હતી. આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમાં શેફાલી વર્માની સૌથી ઝડપી બેવડી સદી (20) અને સ્મૃતિ મંદાના (149) સાથેની પહેલી વિકેટની 292 રનની રેકોર્ડ ભાગીદારીથી પહેલા દાવામાં 6 વિકેટે 603 રન ખડકી દાવ ડિક્લેર કર્યો હતો. મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટીમ ટોટલનો રેકોર્ડ બન્યો હતો. પછી . આફ્રિકાની ટીમ પહેલા દાવમાં 84.3 ઓવરમાં 266 રને ઓલઆઉટ થઈ હતી. સ્નેહ રાણાએ કેરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને 77 રનમાં 8 વિકેટ ઝડપી હતી. ફોલોઓન થયા બાદ આફ્રિકા મહિલા ટીમે સંઘર્ષ કરીને 14.4 ઓવરમાં 373 રન કર્યા હતા. કપ્તાન લોરા વુલફાર્ટ અને સુને લુસે સદી કરી હતી. લોરાએ 122 અને સુને 109 રનની ઇનિંગ રમી હતી. નડીન ડિ ક્લાર્કે 61 રન કર્યા હતા. ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang