• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ગાંધીધામમાં સતત બીજાં વર્ષે યોજાશે આર્ટ ધ ફિએસ્ટા

ગાંધીધામ, તા. 1 : સૌરાષ્ટ્ર ક્લબની પ્રથમ પંચતારક હોટલ રેડિસનના ક્લબ રેડિસન દ્વારા ગત વર્ષની માફક વર્ષે પણ આગામી ઓગસ્ટ મહિનાના આરંભે કલાના મહાકુંભ આર્ટ ફિએસ્ટાનું ત્રણ દિવસીય આયોજન કરાયું છે. ગત વર્ષની માફક વખતે પણ દેશના વિવિધ રાજ્યોના અને સ્થાનિક કલાકારો પોતાની કલા ગાંધીધામના આંગણે ઊજાગર કરશે. .બી.આર.ના સ્થાપક રિધીમા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે આગામી તા. બીજી ઓગસ્ટથી તા. ચોથી ઓગસ્ટ સુધી સતત બીજાં વર્ષે કલાના મહાકુંભનું આયોજન કરાયું છે. પ્રથમ બે દિવસમાં સહભાગી થનારા તમામ કલાકારો પોતાની કલાનું જીવંત નિદર્શન કરશે. તદુપરાંત તે કલાકારો દ્વારા વિવિધ કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં કલાપ્રેમીઓને તેમની કલાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. ગત વર્ષે પણ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેને વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો. પ્રથમ બે દિવસ દરમ્યાન મુલાકાતીઓના મનોરંજન માટે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા, સ્ટોરી ટેલિંગ, લાઈવ સિંગિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કવિતા, સોલો એક્ટ, ઈલોક્યુશન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અંતિમ દિવસે કલાકરો દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનું પ્રદર્શન-સેલનું આયોજન કરાયું છે. સેલ દરમ્યાન જે આવક થશે તે તમામ રકમ જરૂરિયાતમંદ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટને આપવામાં આવશે. હોટલ રેડિસન-કંડલા ખાતે આયોજિત આર્ટ ફિએસ્ટાના ભાગ બેમાં જી.ડી. ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ પ્રાયોજક તરીકે છે, જ્યારે અંબાજી ગ્રુપ, સમુદ્ર શિપિંગ અને રિવેરા એલિગન્સનો પણ સહયોગ સાંપડયો છે. .બી.આર., બાબુસર અને ગિરિરામ કાડિયાના સંયુક્ત પ્રયાસથી સતત બીજાં વર્ષે મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. દેશના કલાકારોની તથા કચ્છના કલાકારો દ્વારા ચિત્ર, સ્કલપચર્સ, પોટ્રી, વીવિંગ, ડાન્સ, મ્યુઝિક, ફોટોગ્રાફી, ડિજિટલ ડિઝાઈન સહિતની અનેક કલાઓનું પ્રદર્શન કરવામાં આવશે. ક્લબ રેડિસન દ્વારા  નિયમિત ધોરણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે. મુખ્ય કાર્યક્રમોમાં રેડિસન ક્રિકેટ લિગ, પતંગ મહોત્સવ, હોળીની ઉજવણી, નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, અર્થઅવર, પર્યાવરણ દિનની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશભરના 100 જેટલા કલાકાર દ્વારા ભાગ લઈને વિવિધ કૃતિઓનું નિર્માણ કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang