• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં મેક્રોંનો રેનેસાં પક્ષ પાછળ

પેરિસ, તા. 1 : ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનો પક્ષ પાછળ રહી ગયો હતો. ગૃહમંત્રાલયે સોમવારે જારી કરેલા મતદાનના આંકડા અનુસાર દક્ષિણપંથી નેશનલ રેલી પક્ષને સૌથી વધુ 35.15 ટકા મત મળ્યા હતા. બીજાં સ્થાને રહેનાર ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ પક્ષને 27.99 ટકા મત મળ્યા હતા. તો મેક્રોંના રેનેસાં પક્ષને માત્ર 20.76 ટકા મત મળ્યા હતા. કુલ 577 બેઠક માટે પ્રથમ દોરનું મતદાન થઈ ચૂક્યું છે. હવે બીજા દોરનું મતદાન સાતમી જુલાઈના થશે. રેનેસાં પાર્ટીને માત્ર 70થી 100 વચ્ચે બેઠકો મળવાની શક્યતા છે. જો કે, ખાસ જાણવા જેવી વાત છે કે, રેનેસાં પક્ષ હારી જાય તો પણ મેક્રોં રાષ્ટ્રપતિ પદ પર રહેશે. તેમણે પહેલાંથી સ્પષ્ટ કહી દીધું હતું કે, કોઈ પણ જીતી જાય હું રાજીનામું નહીં આપું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang