• ગુરુવાર, 04 જુલાઈ, 2024

શું રંધાય છે પુતિનનાં મનમાં ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં રશિયાની મુલાકાતે જવાના છે. ભારત-રુસના સંબંધો લોખંડી મજબૂતાઇ ધરાવે છે. વૈશ્વિક પરિબળો-પરિસ્થિતિની ખાસ કોઇ અસર ભારતે થવા દીધી નથી. યુક્રેન પર પુતિને આક્રમણ કર્યું પછી અમેરિકા સહિત પશ્ચિમ જગતે રુસનો બહિષ્કાર કર્યો... સ્વાભાવિક પ્રક્રિયા હતી. તેની સાથે સંબંધ રાખનારા દેશોને પણ આર્થિક પ્રતિબંધનો સામનો કરવાની અમેરિકાએ ધમકી આપી... બધા વચ્ચે ભારતે કુનેહપૂર્વક રુસ પાસેથી ક્રૂડતેલની ખરીદી કરે રાખી. એટલું નહીં ઝઘડામાં એકદમ તટસ્થ વલણ જાળવી રાખ્યું. બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના અર્થે મોદીએ પ્રયાસોએ કર્યા. રુસ મોરચે સ્થિતિ હજુ બદલાઇ નથી. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને બે દાયકા બાદ એકાએક ઉત્તર કોરિયાની મુલાકાત લઇને દુનિયાને વિચારતી કરી દીધી છે. ઉત્તર કોરિયા તાનાશાહીને લીધે એક કોરાણે મુકાયેલો દેશ છે. તેના શાસક કિમ જોંગ બેધડક રીતે અણુશત્રો વિકસાવી રહ્યા છે. દક્ષિણ કોરિયા અને યુરોપને ડરાવતા રહ્યા છે. ચીન, રુસ, તુર્કી જેવા દેશોએ મિત્રતા જાળવી રાખી છે. યુક્રેન સામે રુસ એક વર્ષથી વધુ સમયથી ભીષણ યુદ્ધ લડી રહ્યું છે. તેને શત્રો, દારૂગોળો, મિસાઇલ સિસ્ટમની જરૂરત છે. પુતિન અને કિમ જોંગ વચ્ચે ગયા ડિસેમ્બરમાં ઐતિહાસિક શિખર સંમેલન બાદ સમજૂતી કરાર થયા હતા, જે મુજબ ઉત્તર કોરિયા રશિયાને નિરંતર શાત્રો-મિસાઇલ આપતું રહેશે. વૈશ્વિક બાબતોના જાણકારો માને છે કે, મોસ્કોને પ્યોંગયાંગથી ઘાતક હથિયારોની ખેપ મળી ગયા પછી યુક્રેન યુદ્ધ ભયંકર રૂપ ધારણ કરી શકે છે. યુદ્ધની અસર દુનિયા આખીમાં વર્તાઇ રહી છે. યુક્રેનના શહેરો ખંડેરમાં ફેરવાઇ ગયાં છે. બંને દેશે હજારો જવાન-નાગરિકો ખોયા છે, છતાં લડાઇનો અંત હજુ નજીક દેખાતો નથી. પુતિન છેલ્લે વર્ષ 2000માં ઉત્તર કોરિયા ગયા હતા. તાજેતરના પ્રવાસમાં તેમણે કિમ જોંગને વૈભવી મોટરકાર ભેટ આપી, પોતે કિમ જોંગને બેસાડીને કાર હંકારી ચેષ્ટા બંને નેતાના ગાઢ સંબંધોની ગવાહી આપે છે. કોઇ એક દેશ પર હુમલો આપોઆપ બીજા દેશ પર આક્રમણ લેખાશે એવી સત્તાવાર ઘોષણ વિશ્વ સમુદાયને ચીમકીરૂપ છે. ઉત્તર કોરિયાનું સખત વિરોધી દણિક્ષ કોરિયા રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનને મદદ કરે છે, તેના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ગયા મહિને યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ફોન કરી હર સંભવ મદદની ખાતરી આપી હતી. આથી પુતિને પણ વળતાં પગલાંમાં જાસૂસીના આરોપસર દક્ષિણ કોરિયાના નાગરિક બાએક-વોન સૂનેની ધરપકડ કરી હતી. પુતિનની 24 વર્ષ બાદ તાજેતરની ઉત્તર કોરિયાની મુલાકાતમાં પણ એક મોટું કારણ ગણાવાઇ રહ્યું છે. પુતિન અને કિમ જોંગ બંનેને એકબીજાની ગરજ છે. રશિયાને પરંપરાગત હથિયારો અને તોપગોળાની તીવ્ર જરૂરિયાત છે. ઉત્તર કોરિયા પુરવઠો આપી શકવા સમર્થ છે. બદલામાં ઉત્તર કોરિયા પોતાની હથિયાર પ્રણાલી ઉન્નત કરવા ઇચ્છુક છે. પુતિનની મુલાકાત દિશામાં મહત્ત્વની હતી. દુનિયા તેમની હિલચાલને સાવધાનીથી જોઇ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang