• ગુરુવાર, 04 જુલાઈ, 2024

દિનેશ કાર્તિક આરસીબીનો બેટિંગ કોચ અને મેન્ટોર બન્યો

નવી દિલ્હી, તા.1: તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી ચૂકેલ પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિક હવે નવા રોલમાં જોવા મળશે. તે આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો બેટિંગ કોચ અને મેન્ટોર નિયુક્ત થયો છે. કાર્તિકે આરસીબી ટીમનો હિસ્સો બનીને આઇપીએલમાં સીઝનમાં નિવૃત્ત થયો છે. તે આરસીબીનો ફિનિશર હતો. હવે તે આરસીબીના બેટધરોને માર્ગદર્શન આપશે. 2024ની પોતાની આખરી આઇપીએલ સીઝનમાં દિનેશ કાર્તિકે 13 ઇનિંગમાં 187.3પની સ્ટ્રાઇક રેટથી 326 રન બનાવ્યા હતા. તે આરસીબી તરફથી 60 મેચ રમ્યો છે. દરમિયાન 24.6પની એવરેજ અને 162.9પની સ્ટ્રાઇક રેટથી 967 રન બનાવ્યા છે. તે વિરાટ કોહલી બાદ ફ્રેંચાઇઝી તરફથી સૌથી વધુ રન કરનારો ભારતીય બેટધર પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang