• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના કોચ લક્ષ્મણ

બ્રિજટાઉન, તા.1: બીસીસીઆઇના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે નવા કોચ મહિનાની આખરમાં શ્રીલંકા વિરૂધ્ધની લીમીટેડ ઓવર્સ સિરીઝ સાથે ટીમ સાથે જોડાઇ જશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી-20 વિશ્વની સમાપ્તિ સાથે પૂરો થયો છે. આથી ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમના કોચ તરીકે નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના ડાયરેકટર વીવીએસ લક્ષ્મણ સેવા આપશે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં વિશ્વ કપ ટીમમાં સામેલ ફકત ત્રણ ખેલાડી શિવમ દૂબે, સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલને તક અપાઇ છે. બાકીના તમામને રેસ્ટ અપાયો છે. ટીમનો કેપ્ટન શુભમન ગિલ છે. ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝ તા. 6 જુલાઇથી શરૂ થશે. ભારતીય ટીમ ઘરઆંગણે 27 જુલાઇથી શ્રીલંકા વિરૂધ્ધ ત્રણ ટી-20 અને ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે. શ્રેણીથી ટીમ ઇન્ડિયાને નવા કોચ મળી જશે. જે માટે હાલ પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ ચાલી રહ્યંy છે. તે અને અન્ય એક પૂર્વ ખેલાડી ડબ્લ્યૂવી રમણ બીસીસીઆઇની સલાહકાર સમિત સમક્ષ ઇન્ટરવ્યૂ આપી ચૂકયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang