• ગુરુવાર, 04 જુલાઈ, 2024

કેનેડામાં ખાલિસ્તાનીઓ પર લગામની જરૂર

કેનેડાએ વધુ એક વખત ભારત વિરોધી ખાલિસ્તાની અલગતાવાદીઓને સીધો ટેકો આપતું વલણ લઇને લોકશાહીના તેના દાવા પોકળ હોવાનું દુનિયાને બતાવી આપ્યું છે. એક તરફ લોકશાહીના સિદ્ધાંતોની હિમાયત કરતી કેનેડાની જસ્ટીન ટ્રુડો સરકાર તેને ત્યાંની શીખ મતબેંકને રાજી રાખવામાં ભારત વિરોધી આતંકી લાગણીઓને છાવરતી હોવાના બનાવો છેલ્લા થોડા સમયમાં વધી ગયા છે. અનુસંધાનમાં 1985માં એર ઇન્ડિયાના કનિષ્ક વિમાનને ઉડાવી દેવાના બનાવની વરસી ઊજવવાના ખાલિસ્તાનીઓનાં આયોજન સામે કેનેડા સરકારે આંખ આડા કાન કર્યા છે. આજે વિશ્વ સમુદાય આતંકની સામે જાગૃત બની રહ્યો છે ત્યારે કેનેડા સરકારનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના કનિષ્ક વિમાનને ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બોંબથી ઉડાવી દીધું હતું. બોંબ ધડાકામાં વિમાનમાં સવાર 329 લોકોનાં મોત થયાં હતાં. માર્યા ગયેલાઓમાં મોટાભાગના ભારતીય મૂળના હતા. હુમલા માટે જવાબદાર ખાલિસ્તાનીઓને કેનેડાએ આશ્રય આપ્યો હોવાનું જગજાહેર છે. આમ તો કેનેડા હકીકતનો સત્તાવાર રીતે ઇન્કાર કરતું રહ્યંy છે, પણ હુમલા માટે જવાબદારોની સામે કોઇ કાર્યવાહી કરાઇ હોવાની હકીકતથી સૌ કોઇ વાકેફ છે. તાજેતરમાં ખાલિસ્તાનવાદી નેતા હરદીપાસિંહ નિજ્જરની યાદમાં કેનેડાની સંસદે એક મિનિટનું મૌન પાળીને હદ કરી નાખી હતી. સ્પષ્ટ છે કે કેનેડામાં શીખ નાગરિકોની સંખ્યા નોંધપાત્ર હોવાથી ટ્રુડો સરકાર મતબેંકને સાચવવા આવી ભારત વિરોધી પ્રવૃત્તિને છાવરે છે અને  ઉત્તેજન પણ આપે છે. વખતે ભારતે કેનેડામાં કનિષ્ક વિમાન પરના હુમલાની ઉજવણીને વખોડીને સ્પષ્ટ રીતે કહ્યંy છે કે, કેનેડા સરકાર આવી પ્રવૃત્તિને ચલાવવાની મૂક સંમતિ આપે તે બાબત ભારે દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય. ખરેખર તો શાંતિપ્રિય દેશ અને તેના નાગરિકોએ આવી આતંકવાદી પ્રવૃત્તિની ટીકા કરવી જોઇએ. વિચિત્ર વિરોધાભાસ એવો છે કે, એક તરફ તો કેનેડા ભારતની સાથે સંખ્યાબંધ બાબતોમાં સહયોગની વાતો કરે છે. ભારત સાથે આર્થિક અને વૈશ્વિક સલામતીના મુદ્દા પર ચર્ચા -વિચારણા ચાલે છે, તો બીજી તરફ ખાલિસ્તાનીના માનમાં સંસદ મૌન પાળે છે. કેનેડા સરકાર ચાવવાના અને  દેખાડવાના અલગ જેવું  વલણ લઇને ભારતની તકલીફોને વધારી રહી છે. અલગતાવાદી અને આતંકવાદી પરિબળોને કેનેડામાં મળતા આશ્રયથી ભારત અને ભારતીયો ભારે ચિંતિત છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર તો કેનેડાનું આવું વલણ ભારતની સાર્વભૌમત્વની ઉપર ઘા સમાન છે. આવામાં કેનેડા પર વૈશ્વિક રીતે દબાણ ઊભું થાય અને તે વાસ્તવિક્તા સમજીને ભારત વિરોધી  આતંકી પરિબળોની સામે  કડક કાર્યવાહી કરે તે ભારે જરૂરી બન્યું છે. ભારતે હવે કેનેડાના વરવા ચહેરાનો દુનિયા સમક્ષ પર્દાફાશ કરવા પર રાજદ્વારી ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang