• ગુરુવાર, 04 જુલાઈ, 2024

મોદીએ કહ્યું, રાહુલનું નિવેદન ગંભીર

નવી દિલ્હી, તા. 1 : લોકસભામાં આજે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ હિન્દુઓ ઉપર આપેલાં એક નિવેદનથી ભારે હંગામો મચી ગયો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત પોતાનાં સ્થાને ઉભા થઈને રાહુલને ટોક્યા હતા અને કહ્યું હતું કે, આખા હિન્દુ સમાજને હિંસા સાથે જોડવો ઉચિત નથીહજુ આવતીકાલે મંગળવારે વડાપ્રધાન મોદી રાહુલને ગૃહમાં જવાબ આપશે, તેવું સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ઉપર પલટવાર કરતા કહ્યું હતું કે, વિધાન બદલ રાહુલે માફી માગવી જોઈએ. રાહુલનાં હિંસા સંબંધિત વિધાન વખતે વડાપ્રધાન મોદીએ વચ્ચે ઉભા થઈને કહ્યું હતું કે, અત્યંત ગંભીર બાબત છે અને આખા હિન્દુ સમુદાયને હિંસક ગણાવવો ગંભીર વિષય બની જાય છે. જેને પગલે રાહુલે કહ્યું હતું કે, મેં ભાજપને કહ્યું છે અને ભાજપ સમગ્ર હિંદુ સમુદાય નથી. આરએસએસ આખો હિન્દુ સમાજ નથી. રાહુલે આઇડિયા ઓફ ઇન્ડિયાની વાત કરતા કહ્યું હતું કે, મોદીજીએ પોતાનાં ભાષણમાં એકવાર કહેલું કે, હિન્દુસ્તાને ક્યારેય કોઈના ઉપર આક્રમણ કર્યું નથી. તેનું કારણ દેશ અહિંસક છે. અહિંસા અને આઇડિયા ઓફ ઇન્ડિયા ઉપર રાહુલનાં વિધાનો પછી ફરી એકવાર મોદી પોતાનાં સ્થાનેથી ઉભા થઈને બોલ્યા હતા કે, ગંભીર બાબત છે. તેઓ એટલા બૂમો પાડે છે કેમ કે તીર દિલમાં લાગ્યું છે. રાહુલનાં આક્રમક વિધાનો પછી અમિત શાહે જવાબી હુમલો બોલાવતા કહ્યું હતું કે, શોરબકોર મચાવીને આટલાં મોટાં કૃત્યને છૂપાવી નહીં શકાય. તેમને કદાચ માલૂમ નથી કે કરોડો લોકો પોતાને ગર્વથી હિન્દુ ગણાવે છે. શું તમામ હિંસા કરે છે ? હિંસાની ભાવનાને કોઈ ધર્મ સાથે જોડવી અને તે પણ સદનમાં બંધારણીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ દ્વારા, મને લાગે છે કે તેમણે આની માફી માગી લેવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang