• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ત્રણ સફેદ જીતી લીધા, હવે લાલ જીતો : દ્રવિડ

બ્રિજટાઉન, તા.1: ભારતીય ટીમના નિવૃત્તમાન કોચ રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાને નવો ટાસ્ક આપ્યો છે. રાહુલ દ્રવિડે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમના જશ્નના વીડિયોમાં વિરાટ કોહલીને કહ્યંy છે કે, ત્રણેય સફેદ (વન ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી-20 વર્લ્ડ કપ)નો હાંસલ કરી લીધા બસ હવે લાલ (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) બાકી છે. તેને પણ હાંસલ કરી લો. આઇસીસી ઇન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો રીલિઝ થયો છે. ભારતીય ટીમ બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી છે અને બન્ને વખત હાર (ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) સામે હાર થઈ છે. 3 વર્ષીય વિરાટ કોહલીએ વિશ્વ કપ જીત બાદ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટને અલવિદા કર્યું છે. તે દ્રવિડના બયાન પર મુસ્કરાઈ રહ્યો હતો. વીડિયોમાં સૂર્યકુમાર યાદવ પણ જોવા મળે છે. જેણે ફાઇનલની આખરી ઓવરમાં આફ્રિકી બેટર ડેવિડ મિલરનો અદ્ભુત કેચ ઝડપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang