• ગુરુવાર, 04 જુલાઈ, 2024

સ્ટોપેજ ટાઇમમાં બે ગોલ : ઇંગ્લેન્ડ યુરો કપની ક્વાર્ટર ફાઇનલમાં

કોલોન (જર્મની), તા.1: સ્પેન અને ઇંગ્લેન્ડ આજે તેમના રાઉન્ડ-16ના મેચમાં જીત મેળવીને યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. શરૂઆતના આત્મઘાતી ગોલમાંથી બહાર આવીને સ્પેન ટીમે જોર્જિયાને 4-1 ગોલથી સજ્જડ હાર આપી હતી. જયારે ઇંગ્લેન્ડનો સ્લોવાકિયા સામે સ્ટોપેજ ટાઇમના ગોલથી 2-1થી વિજય થયો હતો. જોર્જિયા સામેના મેચમાં સ્પેનના ખેલાડી રોબિન લે નોરમાંડએ 18મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. આથી જોર્જિયા 1-0થી આગળ થયું હતું. પછી સ્પેનના ખેલાડીઓએ હલ્લાબોલ કરીને અનુક્રમે 39, 1, 7 અને 83 મિનિટે ગોલ કરીને જોર્જિયા સામે 4-1થી શાનદાર જીત હાંસલ કરી યુરો કપ-2024ના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડનો રસાકસી બાદ સ્લોવાકિયા સામે 2-1થી રોમાંચક વિજય થયો હતો અને અંતિમ-8માં જગ્યા બનાવી હતી. મેચના સ્ટોપેજ ટાઇમ સુધી સ્લોવાકિયા 1-0થી આગળ ચાલી રહ્યંy હતં અને મોટો ઉલટફેર થશે તેવી પૂરી સંભાવના હતી ત્યારે એક્સ્ટ્રા ટાઇમમાં જૂડ બેલિંગમે અને પછી હેરી કેને ગોલ કરીને ઇંગ્લેન્ડને 2-1થી દિલધડક જીત અપાવી હતી. આથી ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે પાછલી ચેમ્પિયન ઇટાલી ટીમ સ્વિત્ઝર્લેન્ડ સામે 0-2થી હારીને બહાર થઈ ચૂકી છે જ્યારે યજમાન ટીમ જર્મની ડેનમાર્કને 2-0થી હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang