• ગુરુવાર, 04 જુલાઈ, 2024

સોશિયલ મીડિયામાં ભયજનક વીડિયો મૂકનારા ત્રણની અટક

ગાંધીધામ, તા. 1 : શહેરના ઓશિયા મોલ નજીક રીલ બનાવી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. શહેરના ઓશિયા મોલ નજીક ત્રણ શખ્સોએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જેમાં એક શખ્સ અન્ય શખ્સો સાથે ટકરાયા બાદ પાછળના ભાગે બંદુક જેવું હથિયાર રાખીને આગળ વધતો હોવાનું વીડિયોમાં જણાયું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી કિડાણાના શબીર ગફુર ચાવડા, ભારતનગરના પારસ રમેશ મકવાણા તથા પડાણાના જાવેદ મુસા સુણાને પકડી પાડી ત્રણેય પાસેથી ત્રણ છરી કબ્જે લીધી હતી. સોશિયલ મીડિયામાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવતા વીડિયો બનાવી વાયરલ કરતા તત્વો ઉપર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. સમાજમાં ભય પેદ કરે કે ખોટી છાપ ઊભી થાય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang