• ગુરુવાર, 04 જુલાઈ, 2024

હજી પણ લોકો પાસે 7581 કરોડ રૂપિયાની 2000ની નોટ

નવી દિલ્હી, તા. 1 : ભારતીય રિઝર્વ બેંક દ્વારા સકર્યુલેશનમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટને લઈને અપડેટ આપ્યું છે. ગયા વર્ષે મે મહિનામાં 2000ની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી છે. જો કે હજી સુધી બજારમાં રહેલી 2000ની 100 ટકા નોટ પરત થઈ શકી નથી. આરબીઆઈએ જુલાઈ મહિનાની પહેલી તારીખે જાણકારી આપતા કહ્યું હતું કે હજી પણ લોકો 7000 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની 2000ની નોટ દબાવીને બેઠા છેસોમવારે કેન્દ્રીય બેંક તરફથી 2000ની નોટની વાપસીનો ડેટા આપવામાં આવ્યો છે. તેના અનુસાર 2000ની નોટ ચલણમાંથી બહાર થયા બાદથી અત્યારસુધીમાં 97.87 ટકા નોટ બેંકિંગ પ્રોસેસમાં પરત આવી છે. 2.13 ટકા ગુલાબી નોટ લોકો પાસે છે. બે ટકા નોટની કિંમત 7581 કરોડ રૂપિયા જેટલી છે. ગયા વર્ષે 19 મે 2023ના જ્યારે ભારતીય રિઝર્વ બેંકે 2000ની નોટ ચલણથી બહાર કરવાનું એલાન કર્યું હતું ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કિંમતની 2000ની નોટ હતી. જ્યારે ડિસેમ્બર 2023ના આંકડો ઘટીને 9330 કરોડ રૂપિયા રહી ગયો હતો. બાદમાં નોટોની વાપસીની રફતાર ધીમી પડી હતી અને હજી પણ 7581 કરોડ રૂપિયાની નોટની વાપસીની રાહ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang