• મંગળવાર, 02 જુલાઈ, 2024

સેનાની ટેન્ક નદીમાં સમાઈ : પાંચ શહીદ

લેહ, તા.29 : શનિવારે વહેલી સવારે લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક શ્યોક નદીમાં અચાનક પૂરને કારણે સૈન્ય અભ્યાસ કરી રહેલી ટી-72 ટેન્ક ડૂબી જતાં એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના પાંચ જવાન તણાઈ ગયા હતા એમ સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના ચુશુલથી 148 કિમી દૂર મંદિર મોર પાસે શુક્રવારની મધ્ય રાત્રિએ  લગભગ એક વાગ્યે એક સૈન્ય કવાયત દરમ્યાન બની હતી. 28 જૂન, 2024ની રાત્રે, સૈન્ય પ્રશિક્ષણ દરમ્યાન નદીમાંથી બહાર નીકળતી વખતે, પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે પૂર્વી લદ્દાખના સાસેર બ્રાંગસા પાસે, શ્યોક નદીમાં આર્મીની બે ટેન્ક ફસાઈ હતી. એક ટેન્ક પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી, પરંતુ બીજી તેમાંથી નીકળવામાં સફળ રહી હતી. બચાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી, પરંતુ ભારે પ્રવાહ અને પાણીના સ્તરને કારણે બચાવ મિશન સફળ થયું હતું અને ટેન્કના ક્રૂએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પૂર્વી લદ્દાખમાં તૈનાત પાંચ બહાદૂર જવાનને ગુમાવવા બદલ ભારતીય સેનાને ખેદ છે. બચાવ કામગીરી ચાલી રહી હોવાનું લેહ સ્થિત સૈન્ય જનસંપર્ક અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. `એક્સ' પર એક પોસ્ટમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથાસિંહે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang