• મંગળવાર, 02 જુલાઈ, 2024

1852 જગ્યાઓ પર ભરતીની મંજુરી

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : તાજેતરમાં ટાટ-ટેટ ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. ટેટ અને સીટેટ પાસ થયેલ વિધાર્થીઓની ભરતી થશે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની ભરતી મામલે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક કરી હતી. બેઠકમાં પ્રાથમિક શાળામાં ભરતીના નિયમો સંદર્ભે મહત્વની  ચર્ચા થઈ હતી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને પ્રફૂલ પાનસેરિયા બંન્ને મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સાથે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ત્રણ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ ભરતી મુદ્દે ચર્ચા કરી હતી.જેના પગલે નિયમો આખરીકરણ સાથે નોટીફિકેશન જાહેર થવાની શક્યતા વર્તાઇ રહી છે. અહીં નોંધવું ઘટે કે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં  ટેટ-સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang