• મંગળવાર, 02 જુલાઈ, 2024

`ન્યાયમૂર્તિને ભગવાન ન બનાવો'

નવી દિલ્હી, તા. 29 : ન્યાયમૂર્તિઓની તૂલના ભગવાન સાથે કરવાની પરંપરા ખતરનાક છે. કેમ કે, જજની જવાબદારી સામાન્ય લોકોનાં હિતમાં કામ કરવાની હોય છે, તેવું ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું. નેશનલ જ્યુડિશિયલ એકેડેમીનાં ક્ષેત્રિય સંમેલનને સંબોધતાં ચંદ્રચૂડે કહ્યું હતું કે, જ્યારે લોકો અદાલતને `ન્યાયનું મંદિર' લેખાવે છે, ત્યારે તેમાં મોટો ખતરો છે. મોટો ખતરો છે કે, અમે ખુદને મંદિરોમાં બેઠેલા ભગવાન માની બેઠેલા ભગવાન માની બેસીએ, તેવું તેમણે ઉમેર્યું હતું. હું કહેવા માગું છું કે, જજનું કામ લોકોની સેવા કરવાનું છે અને જ્યારે તમે જાતને લોકોની સેવા કરનારા રૂપે જુઓ, ત્યારે તમારી અંદર સંવેદના અને પૂર્વગ્રહ મુક્ત ન્યાય કરવાનો ભાવ જન્મે છે, તેવું ચંદ્રચૂડે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, કોઇ અપરાધી કેસમાં પણ સજા સંભળાવતી વખતે ન્યાયમૂર્તિ સંવેદનાપૂર્વક વર્તે છે. દરમ્યાન ન્યાયપાલિકાના કામમાં ટેક્નોલોજીના મહિમા પર ભાર મૂકતાં ચંદ્રચૂડે કહ્યું હતું કે, મોટાભાગે અદાલતોના ફેંસલા અંગ્રેજીમાં લખાય છે. ટેક્નોલોજીએ અનુવાદ કરવાની સુંદર સુવિધા આપી છે. અમે 51 હજાર ફેંસલાનો બીજી ભાષાઓમાં અનુવાદ કરી રહ્યા છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang