• મંગળવાર, 02 જુલાઈ, 2024

હવે રાજકોટ એરપોર્ટમાં ડોમ તૂટયો

રાજકોટ, તા. 29: દિલ્હી એરપોર્ટ પર વરસાદને કારણે છત તુટી પડવાની દુર્ઘટના થયાના બીજા દિવસે હિરાસર ખાતે એક વર્ષ પહેલા બનેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે પેસેન્જર પેસેજમાં જર્મન ડોમ (કેનોપી) તૂટી પડયો હતો. ચોમાસાની શરૂઆત થઈ છે અને સીઝનના પહેલા સારા વરસાદમાં કેનોપી તૂટી પડી હતી. એરપોર્ટમાં મુસાફરોના પ્રવેશદ્વાર પાસે ઘટના બની હતી. સામાન્ય રીતે સ્થળે પેસેન્જરની ભારે ચહલપહેલ રહેતી હોય છે. પરંતુ ડોમ તૂટી પડયો તે સમયે સદભાગ્યે નજીકમાં કોઈ મુસાફર હોવાથી જાનહાની ટળી હતી. 7 જુલાઈ 023ના રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકાયું હતું. 1400 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટમાં શરૂઆતમાં પેસેન્જર લોન્જમાં નબળી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ થયા હતા. ત્યાર બાદ વોશરૂમમાં પાણી નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. એરપોર્ટ પર હાલમાં હંગામી ધોરણે કાર્ગો ફ્લાઈટના ટર્મિનલ પરથી ઘરેલુ ઉડાનોનું સંચલન કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટે હજુ ઉડાન ભરી પણ નથી. ત્યાં નબળી કામગીરીની પોલ ખુલી હોય એમ વરસાદ દરમિયાન કેનોપી તૂટી પડી હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ ભારે પવન અને વરસાદને કારણે પાણી ભરાતા કેનોપી તૂટી ગઈ હતી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના બની તેના ઘણા સમય સુધી એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર આવવાની તસ્દી લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang