• શુક્રવાર, 28 જૂન, 2024

જવાહર ચાવડા નવાજૂની કરે તેવા સંકેત

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઇક નવાજૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પરથી ભાજપનું ચિહ્ન (કમળ) તેમન ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં છ જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. હું મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરમાં જવાહર ચાવડા ઉપર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યુ હતુ કે ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકરોએ ભાજપનું કામ કરવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang