• શુક્રવાર, 28 જૂન, 2024

કેજરીવાલનો મુક્તિયોગ લંબાયો

નવી દિલ્હી, તા. 21 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન મળવાની ખુશી ઉપર અત્યારે બ્રેક લાગી ગઈ છે. દિલ્હી હાઈ કોર્ટે ઈડીની અરજી ઉપર સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટના આદેશ ઉપર વચગાળાની રોક મુકી છે. હાઈકોર્ટે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલના જામીન ઉપર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને કહ્યું છે કે 2-3 દિવસમાં ફેંસલો આપવામાં આવશે. બન્ને પક્ષને વિસ્તારથી સાંભળ્યા બાદ અદાલતે ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. ગુરૂવારે સાંજે રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ અદાલતની બેંચે કેજરીવાલને જામીન આપ્યા હતા. નિર્ણયને ઈડી દ્વારા હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધી કુમાર જૈનની બેંચ દ્વારા સુનાવણી થઈ હતી. હાઈ કોર્ટે પ્રાથમિક દલીલો સાંભળ્યા બાદ કેસની તત્કાળ સુનાવણી ઉપર તૈયારી બતાવી હતી અને સુનાવણી પુરી થાય ત્યાં સુધી જામીન ઓર્ડર ઉપર રોક મુકી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે મામલે ફેંસલો આવે ત્યાં સુધી જામીન ઉપર વચગાળાની રોક યથાવત રહેશે એટલે કે ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળવા છતાં કેજરીવાલ જેલની બહાર આવી શકશે નહી. કોર્ટમાં ઈડી તરફથી એએસજીએ કહ્યંy હતું કે, ટ્રાયલ કોર્ટમાં તેમની દલીલો સાંભળવામાં આવી નથી. કોર્ટે ઈડી તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો ધ્યાને લેવામાં આવ્યા નથી. કોર્ટે કહ્યું છે કે ભારે ભરખમ દસ્તાવેજ દાખલ કરવામાં આવ્યા છે. હકીકતમાં અદાલતની જવાબદારી છે કે દસ્તાવેજો ઉપર વિચાર કરે. તેને જોયા વિના કેવી રીતે કહી શકાય કે દસ્તાવેજ પ્રાસંગિક નથી. એએસજીએ કહ્યું હતું કેટ્રાયલ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈસીઆઈઆર 22 ઓગષ્ટ 2022નો  છે પણ તેને જુલાઈ 2022માં દાખલ થયો છે. મામલે તમામ તારીખો નોટ સાથે આપવામાં આવી છે પણ વિચાર થયો નથી. વધુમાં ટ્રાયલ કોર્ટનો આદેશ હાઈ કોર્ટના અગાઉના આદેશથી એકદમ વિપરીત છે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang