• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

કચ્છ બોર્ડર વિંગના ત્રણ કર્મીને ચંદ્રક જાહેર

ભુજ, તા. 27 : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અહીં બટાલિયન બોર્ડર વિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે  ભારતના રાષ્ટ્રપતિ ચંદ્રક તથા મુખ્યમંત્રી ચંદ્રક જાહેર કરાયા છે. રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા તુલસીભાઇ આલાભાઇ ઝાલા (નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર) નં. 2 બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ 1989માં વર્ગ-4ની જગ્યા પર ભરતી થયેલા, ત્યારબાદ તેઓ નાયક કલાર્ક, હવાલદાર ક્લાર્ક અને જાન્યુઆરી-2025માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર (વર્ગ-3)માં બઢતી મેળવેલી છે. તેઓએ સેવાકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે. સેવા વિષયક માહિતી (મુખ્યમંત્રીના ચંદ્રક) માટે ઇન્દ્રાસિંહ યુ. સોઢા (નાયક) નં. 2. બટાલિયન બોર્ડર વિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ 2003થી નાયકમાં ફરજ બજાવે છે. તેઓએ સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવી છે. હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે સી.એચ.એમ.ની ફરજ બજાવે છે. સેવા વિષયક માહિતી (મુખ્યમંત્રીના ચંદ્રક) માટે પસંદગી પામેલા ન્યાલા ગણેશા ભાટી (નાયક) નં. 2. બટાલિયન બોર્ડર વિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ 2003થી નાયકમાં ફરજ બજાવે છે. તેઓએ સેવાકાળ દરમ્યાન કાયદો- વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે. હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે સી.એચ.એમ.ની ફરજ બજાવે છે. આ એવોર્ડ મળવા બદલ આ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી. તથા બટાલિયન કમાન્ડન્ટ વિકાસ સુંડા તથા નં. 2 બટાલિયન બોર્ડર વિંગના સેકન્ડ-ઇન-કમાન્ડ ડી.એન. જાડેજા તેમજ સર્વે સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd