ગાંધીધામ, તા. 9 : પૂર્વ
કચ્છમાં ચાઈનીઝ દોરાના વેચાણ વચ્ચે પોલીસે ત્રણ જગ્યાએ કાર્યવાહી કરીને આવી દોરી વેચતા
શખ્સોને પકડી પાડયા હતા. શહેરના ઓમ સિનેપ્લેક્સ નજીક નાયરા પેટ્રોલ પમ્પ નજીકથી રમેશ
જેઠા દેવીપૂજક નામના શખ્સને પકડી પાડી પોલીસે તેની પાસેથી ચાઈનીઝ ઓનો કિંગ ગોલ્ડ લખેલ
દોરીની 19 ફિરકી રૂા. 5700ની જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સે આટલી મોટી માત્રામાં ફિરકી
ક્યાંથી લીધી હતી તે બહાર આવ્યું નહોતું. બીજી બાજુ અંજારના 12 મીટર રોડ પર રેંકડીમાં
પ્રતિબંધિત ફિરકી, દોરી, વેચતા જયંતી વેલજી પ્રજાપતિને પકડી તેની પાસેથી બે ફિરકી જપ્ત
કરાઈ હતી તેમજ રાપરના સમાવાસમાંથી અનવર ઉમર સિદીને પકડી પાડી તેની પાસેથી ચાર ફિકરી
હસ્તગત કરાઈ હતી. તેને આ ફિરકી મિલન કરમશી મૂછડિયા આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું.