• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : પટ્ટણી કિશોર જલાલ (ઉ.વ. 51) તે બબા કાનજી, બબા નારાણના ભાઇ, ભરત, સંજય, ક્રિષ્ના, રમીલા, ચંદાના પિતા, વનિતા, નાનુબેનના સસરા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બેઠક તા. 12-1-2025ના રાત્રે 9 વાગ્યે તથા ભાતી તા. 13-1-2025ના સવારે 11 વાગ્યે રામનગરી, જૂના રેલવે સ્ટેશન પાસે.

ભુજ : મોહનભાઇ છગનભાઇ ભીલ (ઉ.વ. 80) તે કમળાબેનના પતિ, રાખીબેન, સોનુ, રાજેશ, લક્ષ્મીબેનના પિતા, જિગર, રાજ, કોમલ, નંદીનીના દાદા, યશ, સાક્ષી, પ્રીતિ, કરણના નાના તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 11-1-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન સંજયનગરી, હનુમાન મંદિર પાછળ, શ્રીજી હોટેલ સામે, ભુજ ખાતે.

ભુજ : હાજી અયાઝ હુશૈન ખોજા (ઉ.વ. 71) તે મોહમ્મદરઝાક પ્યારઅલી ચામડાવાલાના પુત્ર, અકિલ, આદિલ, ઇસ્મતબાનુના પિતા, મ. મકસુદભાઇ, મ. શૌકતભાઇ, અનશારઅલી, ઇમ્તિયાઝહુશૈન, નાઝનીનબાનુ (કરાચી)ના ભાઇ, મ. હાજી મહંમદઅલી કાસમઅલી (કેરા)ના જમાઇ, આબિદઅલી (કેરા), શબ્બીરભાઇ (આફ્રિકા)ના બનેવી, અનવરઅલી કાસમઅલી (કરાચી)ના સાળા, મ. હબીબભાઇ કોઠારીના ભાણેજ, મુસ્લિમ અકબરઅલીના સસરા, એઝાઝ જાબીર, કૌમલના કાકા, મોહમ્મદભાઇ રાજશી (જામનગર), રમઝાનઅલી શેરઅલી (કેરા), અકબરઅલી એહમદભાઇના વેવાઇ, હુશૈનભાઇ કાનાણી (આફ્રિકા), મ. અલ્તાફહુશૈન ઇનાયતઅલી લાખાણીના સાઢુભાઇ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-1-2025ના રવિવારે સવારે 11.30 વાગ્યે અલમહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : ભટ્ટી કુલસુમબેન આમદ તે આમદના પત્ની, અકબર, મહેમૂદના માતા, રઝાક, ઇકબાલના સાસુ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ભીડ?નાકા બહાર, ભૂતેશ્વર રોડ, આઝાદનગર ખાતે.

ભુજ : મૂળ નલિયાના સુરેશ કરશનજી ભટ્ટ (રાજગોર) (ઉ.વ. 54) તે સ્વ. રતનબેન કરશનજી ભટ્ટના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, હીના અને હિમેશના પિતા, મોતા કાર્તિક પ્રકાશભાઈ (મસ્કા)ના સસરા, સ્વ. મણિબેન વીરજી ભટ્ટના પોત્ર, સ્વ. દમયંતીબેન કેશવજી, સ્વ. હીરાગૌરીબેન વિઠ્ઠલદાસ, સ્વ. મમીબાઈ ગૌરીશંકર (વરાડિયા), સ્વ. રતનબાઇ પ્રાણજીવન (ના. સરોવર), ગં.સ્વ. જ્યાબેન હરિશંકર (કોટડા જ.), ગં.સ્વ. ભગવતીબેન અમૃતલાલ (રતડિયા મોટા)ના ભત્રીજા, દીપકભાઈ, સ્વ. મનીષભાઈના ભાઈ, વસંતભાઈ, સતીશભાઈ, પ્રભાબેન અશોકભાઈ (મુંબઈ), જ્યોતિબેન મહેશભાઈ (ગોધરા), રમીલાબેન જગદીશભાઈ (મસ્કા)ના કાકાઈ ભાઈ, દિવ્યા, દર્શન, પાર્થ, પીયૂષ, સ્વ. ચેતન, ભાવિન, દર્શનના કાકા, પ્રેમ, હાર્દિકના મોટાબાપા, વર્ષાબેન, સ્વ. લીલાવતીબેન, ભારતીબેનના દિયર, ગં.સ્વ. મનીષાબેનના જેઠ, વંદનાબેન પીયૂષભાઈના કાકાસસરા, સ્વ. હંસાબેન જયંતીલાલ શામજી બોડા (ગાંધીધામ)ના જમાઈ, જાગૃતિબેન રાજેશભાઈ મોતા, દક્ષાબેન કમલેશભાઈ મોતા, શિલ્પાબેન ગૌરીશંકર મોતા, ધવલભાઈના બનેવી, સ્વ. લક્ષ્મીબેન ચત્રભુજ નાકર (સાંયરા-કોઠારા)ના દોહિત્ર, સ્વ કાંતિલાલ, ગં.સ્વ. લીલાવંતી કેશવલાલ, પોપટલાલ, કલાવંતી શંભુલાલના ભાણેજ તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 12-1-2025ના 4.30થી 5.30 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મમણ સારાબાઈ સાલેમામદ (ઉ.વ. 79) તે મમણ સિદિક સાલેમામદ (ઉર્ફ નાના), મમણ સલીમ, મ. મમણ અલીમામદના માતા, આરીફ, સિધિક મુસ્તાક, અયાજ, અમન, મોહમદ (અર્શ)ના દાદી, ઓસમાણ ખમીશા અબડાના સાસુ, રમજાન, રજાક, રફીક અને રમીજના નાની તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2025ના રવિવારે સવારે 10થી 11 ચાકીવાલી મસ્જિદમાં.

ગાંધીધામ : મૂળ દેશલપર કંઠીના ગોસ્વામી નારાણપુરી બુદ્ધપુરી (ઉ.વ. 45) તે પૂજાબેનના પતિ, મધુબેન બુદ્ધપુરી સ્વ. ભીમપુરીના પુત્ર, સ્વ. વર્ષાબેન નરેન્દ્રગિરિ, સ્વ. ગીતાબેન મહેશગિરિ (તેરા), ભવાનીબેન પ્રવીણભારથી, અનસૂયાબેન વિજયભારથી (રવા), હિતેનપુરી, ગવરીપુરી, નિર્મળાબેન, ભાનુબેન, નયનાબેનના ભાઇ, સ્વ. પ્રેમપુરી ભવાનપુરી, સ્વ. દેવબાઇ મોતીગર (મુંદરા)ના ભત્રીજા, જતિનગર મહેશગરના મામા, દમયંતીબેન મનસુખગર (માંડવી)ના જમાઇ, વિજય મનસુખગર, વંદનાબેન શિવગિરિ (અંજાર), જ્યોતિબેન કિરણગિરિ (ગળપાદર)ના બનેવી, મોગીબેન માનગર (વિંગડિયા)ના દોહિત્ર, સ્વ. બાલગર પ્રતાપગર, સ્વ. તુલસીગર (માંડવી)ના ભાણેજ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે બપોરે 3થી 4 ભવનાથ મહાદેવ મંદિર, સથવારા સમાજવાડી, સેક્ટર-5, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ ભચાઉના ઠા. મુક્તાબેન શાંતિલાલ સોનેતા (ઉ.વ. 80) તે સ્વ. શાંતિલાલ જેરામભાઇ સોનેતાના પત્ની, સુરેશભાઇ (જી.ઇ.બી.), દીપકભાઇ, અનિતાબેન મહેન્દ્રકુમાર ઠક્કર (ભુજ)ના માતા, દર્શનાબેન સુરેશભાઇ, વૈશાલીબેન દીપકભાઇ, મહેન્દ્ર પી. રોકડિયાના સાસુ, તપન, ખ્યાતિ એચ. શર્મા, ઉદિતીના દાદી, શિવાની તપન ઠક્કરના દાદીસાસુ, પ્રીત, મોનિકા, મીતના નાની, સ્વ. ચંદુલાલભાઇ (રાજકોટ), શશિકાંતભાઇ (મુંબઇ), સ્વ. અરવિંદભાઇ (ભુજ), પ્રવીણભાઇ, રમેશભાઇના ભાભી, સ્વ. લાલજી રવજી ગંધા (રાપર)ના પુત્રી, સ્વ. ચંદુલાલ, મનસુખલાલ, કાંતિલાલ, પ્રદીપભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, ઇન્દિરાબેન નટવરલાલ મિરાણી (મુંબઇ), કુસુમબેન જે. ભીંડે, દમયંતીબેન અમૃતલાલ પંડિતના બહેન, ડો. પ્રદીપ એચ. ઠક્કર (નખત્રાણા)ના મામી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-1-2025ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

અંજાર : ભીખાલાલ રાજાભાઈ માલસતર (ઉ.વ. 85) તે સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. કાનજીભાઈ વાસણભાઈ બલદાણિયાના જમાઇ, પ્રેમજીભાઈ કાનજીભાઈ બલદાણિયાના બનેવી, મોઘીબેન રતનશીભાઈ લાલાણી, જશુબેન ગોકળભાઇ હડિયા, વાલજીભાઈ, લાલજીભાઈના ભાઈ, દુર્ગેશભાઈ, મહેશભાઈ, વિજયાબેન, પુષ્પાબેન, શોભનાબેનના પિતા, મુકતાબેન, લક્ષ્મીબેન, માવજીભાઈ પેડવા, માવજીભાઈ બાંભણિયા, કેશવજીભાઇ વાણિયાના સસરા, વંદના, નીલમ, દક્ષા, દિપાલી, કેતન, પ્રશાંત, ઓમના દાદા, આશા, રેખા, જ્યોતિ, નેહા, હેતલ, નીરવ, રિશી, જયના નાના, હિતાંશ, જીયાંશ, રૂદવીના પરદાદા, ચાહના, શ્રિયા, તનુશ્રી, મીરા, મિત્રા, ધ્યાન, હેયાંશ, શિવાંશના પરનાના તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2025ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા (આહીર) સમાજવાડી (કૃષ્ણવાડી નીચેના હોલ) ખાતે.

અંજાર : મેઘીબેન વેલજીભાઇ માતા (આહીર) (ઉ.વ. 68) તે સ્વ. વેલજીભાઇ જખરાભાઈ આહીરના પત્ની, સ્વ. રાજેશભાઈ, બાબુભાઇ, જયેશભાઇ, પીયૂષભાઈના માતા, પાંચાભાઈ, મોહનભાઇના ભાભી, હર્ષ, મૈત્રી, જાનવી, પ્રિયેશ, જીનલ, મિમાંશા, નૈનેશ, હેતવી, ત્રિશાના દાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા  છે. લૌકિક વ્યવહાર અજેપાળ મંદિરની બાજુમાં, ચંપકલાલની જીનની સામે, નિવાસસ્થાન ખાતે.

માંડવી : જયેશભાઇ રામજીભાઇ નારોલા (ઉ.વ. 33) તે રામજીભાઇ અને સીતાબેનના પુત્ર., ભાવિક, સોનાબેન, રીટાબેનના ભાઇ, વસંત, સંજયના સાળા, નવીનભાઇ, કેસરબેન, ભરતભાઇ, મંજુલાબેન, દિવાળીબેનના ભત્રીજા, બાબુભાઇ, શાંતિભાઇ, મુક્તાબેનના જમાઇ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 19-1-2025ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન વાલ્મીકિ નગર, માંડવી?ખાતે.

માંડવી : ઝાલા પંકજ ચાંપશી (ખારવા) (ઉ.વ. 51) તે ઝાલા ચાંપશી દામજી તેમજ ઝવેરબેનના પુત્ર, દીપક, જિતેન્દ્ર, સુધાબેન સામજી ભદ્રેશાના ભાઇ, સાહિલ તેમજ મિતના પિતા, નમિતા તેમજ ક્રીતિકાના દિયર, જ્યોતિ, શ્રદ્ધા, દક્ષ, નિધિ, ધ્વનિના કાકા, દેવયાની, મૈત્રી, જયના મામા, સાનિધ્યના કાકાસસરા, હિરેનના મામાસસરા તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2025ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૃળ ખંભરાના ખેંગાર ગાંગજી ખોખર (ઉ.વ. 44)?તે હિમાબેન ગાંગજી ખોખરના પુત્ર, મહેશ, જગદીશ, શાંતાબેન લાલજી (ફરાદી)ના ભાઈ, દિવ્યા, મનીષા, રાજવીર, દર્શનના કાકા, સ્વ. રાયશી વરજાંગ ખોખર, દેવજી વરજાંગ, આતુ વરજાંગ, સુમાર વરજાંગ, મગન વરજાંગ (આદિપુર)ના ભત્રીજા, મોહન હમીર મણોઢિયા, ખેતશી હમીર મણોઢિયાના ભાણેજ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધ તા. 11-1-2025ના સાંજે આગરી, તા. 12-1-2025ના સવારે પાણીયારો (ઘડાઢોળ) નિવાસસ્થાન (આંબેડકરનગર) મિરજાપર ખાતે.

ધાણેટી (તા. ભુજ) : ભીમજીભાઈ જીવાભાઈ બાલાસરા (ઉ.વ. 56) તે જીવાભાઈ બીજલભાઈ બાલાસરાના પુત્ર, રામજીભાઈ બીજલભાઈ બાલાસરાના ભત્રીજા, ભગુભાઈ જીવાભાઈ, સ્વ. આણદાભાઈ જીવાભાઈ, શામજીભાઈ જીવાભાઈના ભાઈ, ગાવિંદભાઈ, ભાવેશભાઈના પિતા, કાનજીભાઈ આણદાભાઈ, નિકુલભાઈ આણદાભાઈ, નવીનભાઈ ભગુભાઈ, તનસુખભાઈ ભગુભાઈ, લાલજીભાઈ ભગુભાઈ, કાનજીભાઈ શામજીભાઈ, વિઠ્ઠલભાઈ શામજીભાઈ, રાહુલભાઈ શામજીભાઈના કાકા, વિરેન, વિહાન, રિધાન, આદિદેવના દાદા તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ધાણેટી ખાતે.

દહીંસરા (તા. ભુજ) : રમેશ નારણ કારા (ઉ.વ. 52) તે કાન્તાબેનના પતિ, રાધાબાઇ, નારણ અરજણ કારાના પુત્ર, પ્રેયશી, હેન્સીના પિતા, અર્જુનના સસરા, જાદવજી કારાના ભાઇ, મંજુલાબેનના દિયર, ક્રિષ્ના, જશોદા, હિતેષના કાકા તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1-2025ના સોમવારે ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર, બહેનોનું નિવાસસ્થાને.

બિદડા (તા. માંડવી) : હાલેપોત્રા આરીફ અલીઅસગર (ઉ.વ. 45) તે મ. ડો. કાસમ સિધિક હાલેપોત્રા (માંડવી)ના પુત્ર, અલી અકબર (ભુજ), અબુભખર (માંડવી), અનવર (ભુજ)ના નાના ભાઇ, આકીબ, ઈમરાન, ઈરફાનના પિતા, મ. ઉઠાર, હાજી ઉસ્માન ઇશાકના જમાઇ, ઇબ્રાહિમ, ઇશાક, કાસમ, રજાક, આદમના બનેવી, કોરેજા આધમ સિધિક (ભુજ)ના સાળા, લાંગાય ઉમર બાબુ, મ. લાંગાય અમીન, સૈયદ હૈદરશા, સૈયદ અનવરશા, સૈયદ યાસીનશા, સૈયદ સુલતાનશાના મામા તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-1-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 સુન્ની મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.

વડાલા (તા. મુંદરા) : ડાહ્યાભાઇ વસુભાઇ રાઠોડ (જોગી) (ઉ.વ. 51) તે સ્વ. વસુભાઇ વીરાભાઇ રાઠોડના પુત્ર, રમીલાબેનના પતિ, રાજેશભાઇ, સુરેશભાઇ, જ્યોતિબેન, મીનાબેનના પિતા, પરબતભાઇ, કલ્યાણભાઇ, દામજીભાઇ, સ્વ. રવાભાઇ, હરિભાઇ, લક્ષ્મીબેન, મોઘીબેન, સામાબેન, કાન્તાબેનના ભાઇ, પરબતભાઇ, લાલજીભાઇના સસરા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 17-1-2025ના શુક્રવારે, ઘડાઢોળ (પાણી) તા. 18-1-2025ના સવારે 11.30 કલાકે તથા રાત્રે સંત પાણી અને ભજન સંતવાણી નિવાસસ્થાન વડાલા (તા. મુંદરા) ખાતે.

ગાગોદર (તા. રાપર) : રાધાબેન પુરણગિરિ ગોસ્વામી (ઉ.વ. 86) તે મોઘીબેન ભીમગિરિના પુત્રવધૂ, સ્વ. શાંતાબેન જાલમગિરિ (ભીમાસર)ના દેરાણી, પુરણગિરિ ભીમગિરિના પત્ની, સ્વ. ગવરીગિરિ, સવિતાબેન, ગુલાબગિરિ, રમેશગિરિ, કલાવંતીબેન, નટવરગિરિના માતા, ગં.સ્વ. જમનાબેન, ઉર્મિલાબેન, હેમલતાબેન, ગીતાબેન, કીર્તિગિરિ (રાપર), ઘનશ્યામપુરી (ભચાઉ)ના સાસુ, રિદ્ધિબેન ચંદ્રેશગિરિ, નયનાબેન કૃનાલગિરિ, રિન્કલબેન સ્મિતગિરિ, મનાલીબેન કિશનગિરિ, શિવાનીબેન દેવદત્તગિરિ, હર્ષિલગિરિ, શિવમગિરિ, દીપાલીબેન સંદીપગિરિ, સોનલબેન અલ્પેશ કંથડ, કાજલબેન હિતેષ કંથડ, હેતલબેન હસમુખપુરી, જિજ્ઞાબેન રાજભારથી, ભાવિકાબેન જિજ્ઞેશગિરિ, મિલોનીબેન વિશાલવનના દાદી, ડો. દેવેન્દ્રગિરિ, કલ્પેશગિરિ, મિલનપુરી, દીપેનપુરીના નાની, સોર્ય, નીર્પવ, નક્ષ, શુભમ, નિયતીના મોટા દાદી તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર, ઉત્તરક્રિયા તથા શક્તિપૂજન તા. 16-1-2025ના ભીડ ભંજન મહાદેવ મંદિર, ગાગોદર ખાતે.

અરજણપર (તા. અબડાસા) : મયૂર ભવાનજીભાઇ સેંઘાણી (ઉ.વ. 29) તે ભવાનજીભાઇ શાંતિલાલભાઇ સેંઘાણીના પુત્ર, શાંતિલાલભાઇ પરબતભાઇ સેંઘાણીના પૌત્ર, દૃષ્ટિબેનના પતિ, મનસુખભાઇના ભત્રીજા, મયંક અને સ્નેહલના મોટા ભાઇ, વિયાન અને મંથના પિતા, અરવિંદભાઇ વાલજીભાઇ રંગાણી (આણંદસર-મંજલ)ના જમાઇ તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 11, 12-1-2025ના શનિવાર તેમજ રવિવારે (બે દિવસ) સવારે 8થી 11 અને બપોરે 3થી 5 ભવાનજીભાઇ સેંઘાણીના નિવાસસ્થાન અરજણપર ખાતે.

અમદાવાદ : જગદીશપુરી સાગરપુરી તે નારાયણપુરી, મહેશપુરી, રાજેશપુરીના ભત્રીજા, પરેશપુરી, સુરેશપુરીના ભાઇ, ગં.સ્વ. સંગીતાબેનના પતિ, સ્વ. સાગરપુરી, ગં.સ્વ. મંજુલાબેનના પુત્ર, ગોદાવરીબેન શંભુગિરિ, હેન્સીના પિતા, નવીનગિરિ, ચંદ્રકાન્ત, પ્રહલાદગિરિના ભાણેજ, કરશન વલમગિરિ (પિપલેશ્વર મુંદરા)ના જમાઇ, દિનેશગિરિ, દીપકગિરિના બનેવી તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1-2025ના સોમવારે સવારે 9થી 12 એફ-501, શિવાલય, એક્સ ઓફિકા, ન્યૂ પરાગ સ્કૂલની બાજુમાં, આદિશ્વરનગર, નરોડ, અમદાવાદ ખાતે.

મુંબઇ : રાજશ્રી દિનેશ ઠક્કર (પોપટ) (ઉ.વ. 71) તે સ્વ. ઝવેરબેન કાંતિલાલ (ભુજવાળા)ના પુત્રવધૂ, સ્વ. લાલજી પરષોત્તમ મોદીના પુત્રી, શીતલ રિશીકુમાર રોહરા, કૃણાલના માતા, જાન્વીના સાસુ, દર્શ અને દિયાના દાદી, સનાયા અને મર્જીયાના નાની, શોભના મુકેશ, ભારતી મહેશ, રોશની બિપીન, જ્યોતિ ભરતભાઇ દલાલના ભાભી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1-2025ના શનિવારે સાંજે 5.30થી 7.30 `સ્કાય વિસ્ટા' બિલ્ડિંગ, એસ. ફલોર, ભાઇ ભગત માર્ગ, ડી.એન. નગર, અંધેરી (વેસ્ટ) ખાતે. (લૌકિકવ્યવહાર બંધ છે.)

મુંબઇ : દશા શ્રીમાળી સ્થાનકવાસી જ્યોત્સનાબેન (ઉ.વ. 82) તે સિંગાપુર નિવાસી હાલ મુંબઇ સ્વ. દિનેશભાઇ ગોવિંદજી શાહના પત્ની, રાકેશભાઇ તથા શર્મિલાબેનના માતા, વિપુલભાઇ ગોસલિયા તથા રીતિકાબેનના સાસુ, સ્વ. વિનોદરાય કિરચંદ શેઠ (રાજકોટ)ના પુત્રી, આલોક તથા કરિશ્માના નાની, પ્રિશાના દાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિકવ્યવહાર રાખેલ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd