ભુજ : હાલે માધાપર ગં.સ્વ. લીલાવંતીબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.
66) તે સ્વ. મોહનભાઇ કેશરભાઇ મકવાણાના પત્ની, બીનાબેન કમલેશભાઇ રાઠોડ, જ્યોતિબેન જગદીશભાઇ
સેંઘાણી, આશાબેન બ્રિજેશભાઇ રાઠોડ, પરાગ, અંકિતાના માતા, લક્ષ્મીબેન છોટુભાઇ ચૌહાણના
પુત્રી, સ્વ. મંગળાબેન કિરણભાઇ પરમારના ભાભી, પુષ્પાબેન રમેશભાઇ પરમાર, મુકેશભાઇ છોટુભાઇના
બહેન, રમેશભાઇ ઓધવજી ચૌહાણ, જેન્તીભાઇ દામજી ચૌહાણના કાકાઇ બહેન, ક્રિશિરાજ, વંશ, સ્નેહાના
નાની તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સાંજે
5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની કટ્ટા વિમળાબેન ભાઇલાલભાઇ (ઉ.વ. 87)
તે સ્વ. ભાઇલાલભાઇ મૂળજી કટ્ટાના પત્ની, સ્વ. દયાબેન શંભુલાલ, સ્વ. કમળાબેન મણિલાલ,
સ્વ. દેવકાબેન વિઠ્ઠલદાસ, જશોદાબેન પ્રભુલાલ, લીલાવંતીબેન અમરતલાલ પોમલના ભાભી, કિશોર,
સુરેશ, ભારતી, નવીન, નરેન્દ્ર, ચંદ્રેશના માતા, શાંતિલાલ માવજી બુદ્ધભટ્ટી, જ્યોષનાબેન,
સ્વ. જયશ્રીબેન, ભારતીબેનના સાસુ, કપિલ, વિરલ, ભાવિન (વડોદરા), માધવી (ભુજ), ચાંદની
(કોઠારા)ના દાદી, ભાવના, રશ્મી, મનોજ (કચ્છમિત્ર), હાર્દિક (કોઠારા)ના દાદીસાસુ, શ્યોમ,
હીવાના પરદાદી, જય, નિર્મલ, રાજેશ, તુષારના નાની, સ્વ. જીવીબેન કાનજી પોમલ (ગોડપર)ના
પુત્રી, સ્વ. દામજી, સ્વ. પરષોત્તમ, વિશનજી, સ્વ. મોરારજી, સ્વ. સુંદરજી, સ્વ. જેન્તીના
બહેન તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે
સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ
ખાતે.
ભુજ : મૂળ ભીમાસર (ભુટકિયા)ના સાંચોરા બ્રાહ્મણ ગાવિંદભાઈ મણિલાલ
વ્યાસ (ઉ.વ. 71) તે સ્મિતાના પતિ, પૂર્વેશ, મિત્તલના પિતા, નિપુલકુમાર જોષી તથા મૈથીલીના
સસરા, વિવાન, હિતાક્ષના દાદા, કવિશ્રીના નાના, સ્વ. મનહરલાલ, સ્વ. ચંદ્રકાત તથા નવીનભાઇના
ભાઈ, સ્વ. શંકરલાલ જોષી (કોલીવાડા)ના જમાઈ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-1-2025ના સાંજે 4થી 5 નારાયણ વાડી, કચ્છમિત્ર સર્કલની બાજુમાં, માધાપર ખાતે.
ભુજ : વિમળાબેન મધુકાન્ત ઠક્કર (શેઠિયા) (નિવૃત્ત શિક્ષિકા)
(ઉ.વ. 68) તે મધુકાન્ત રામજી ઠક્કર (નિવૃત્ત શિક્ષક)ના પત્ની, સ્વ. નર્મદાબેન રામજી
ઠક્કરના પુત્રવધૂ, સ્વ. પ્રેમાબેન શિવજી ઠક્કર (કોટડા-ચકાર)ના પુત્રી, સ્વ. લવજી લખમશી
ઠક્કરના ભત્રીજી, મિતેષભાઇ, સાહિલભાઇના માતા, પૂર્તિબેન, દુલારીબેનના સાસુ, મહેન્દ્રભાઇ,
ચંદુભાઇ, અરવિંદભાઇ, સુરેશભાઇ, મંગળાબેન, ભારતીબેન, વેલુબેન, જયાબેનના બહેન, લતાબેન,
ગીતાબેનના નણંદ, તિષ્ય, આર્ય, નિશ્વના નાની તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 કાકુભાઇ ચત્રભુજ વિશ્રામ રંગવાલા,
જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
ગાંધીધામ : વનિતાબેન તારક સચલા તે સ્વ. કેશવજી કુંવરજી પરમાર
તથા સ્વ. તારાબેનના પુત્રી, શૈલેશ કેશવજી પરમાર, જિતેન્દ્ર કેશવજી પરમાર, કમલેશ કેશવજી
પરમારના બહેન, વંદના શૈલેશ પરમાર, જ્યોતિ જિતેન્દ્ર પરમારના નણંદ, નંદ શૈલેશ પરમાર,
શિવ શૈલેશ પરમાર, તનિશા જિતેન્દ્ર પરમારના ફઈ, આંશી તારક સાચલાના માતા, સ્વ. શિવલાલ
કુવરજી પરમાર, સ્વ. હેમરાજ કુવરજી પરમાર, સ્વ. કિશોર કુવરજી પરમાર, સ્વ. વસંત કુવરજી
પરમાર, સ્વ. લક્ષ્મીબેન ડાયાલાલ પરમારના ભત્રીજી અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા
તા. 10-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લીલાશાહ શિવ મંદિર, ગરબી ચોકની સામે, ગાંધીધામ
ખાતે.
અંજાર : હરિલાલ (ઉ.વ. 48) તે સ્વ. વાલીબેન રામજીભાઇ ગુદરાસણિયા
(સોરઠિયા)ના પૌત્ર, જસુબેન માવજીભાઇ ગુદરાસણિયાના પુત્ર, ગં.સ્વ. ચંદુબેનના પતિ, ગં.સ્વ.
કાન્તાબેન દેવજીભાઇ, મણિબેન સામજીભાઇ, ભગવતીબેન વિશનજીભાઇના ભત્રીજા, ગં.સ્વ. અમૃતબેન
રવજીભાઇ ચોટારાના જમાઇ, જેરામભાઇ, સુરેશભાઇ, ડો. રવજીભાઇ, હસમુખભાઇના ભાઇ, સરલાબેનના
દિયર, નીતાબેન, ડો. જ્યોતિબેન, હેતલબેનના જેઠ, સ્વ. તન્વીબેન, ભાવિક, દીપના પિતા તા.
7-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 યદુવંશી
સોરઠિયા સમાજવાડી (શ્રીકૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર : મૂળ દેવળિયાના ક.ગુ.ક્ષ. મિત્રી ભારતીબેન મોરારજીભાઇ
ચાવડા (ઉ.વ. 58) તે ગં.સ્વ. મધુબેન તથા સ્વ. મોરારજીભાઇ વિરમભાઇ ચાવડાના પુત્રી, હર્ષદભાઇ
મોરારજીભાઇ ચાવડા (પોસ્ટ ઓફિસ-અંજાર), વર્ષાબેન ધીરજલાલ ચૌહાણ (કુકમા)ના બહેન, ભાવનાબેન
હર્ષદ ચાવડા, ચંદાબેન મનોજ ચાવડા, આશાબેન ઉમેશ ચાવડાના નણંદ, નીકિત, વામિની, નીરવ,
વિનય, દીપના ફઇ, અરૂણાબેન, દયારામભાઇ, વસંતબેન, નરોત્તમભાઇ, બચુબેન, ભગવતીબેનના ભત્રીજી
તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સાંજે
4.30થી 5.30 ક.ગુ.ક્ષ. મિત્રી સમાજવાડી ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : જવેરબેન કાંતિલાલ માનસતા (ઉ.વ. 85) (માનસતા સ્ટોરવાળા) તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ.
પ્રેમજી વલમજી માનસતાના પુત્રવધૂ, સ્વ. કાંતિલાલ પ્રેમજી માનસતાના પત્ની, સ્વ. વસનાબેન
હેમરાજ ધરમાસિંહ પલણના પુત્રી, સ્વ. અલ્પાબેન, રાજેશભાઈ, સંગીતાબેનના માતા, મીનાબેન
અને રાજેશભાઈ કતિરાના સાસુ, કરણ, મહિમાના દાદી, કિંજલના દાદીસાસુ, જીનલ, સ્મિતના નાની,
રીચાબેનના નાનીસાસુ, સ્વ. જમનાદાસ, સ્વ. અમૃતલાલ, સ્વ. શાંતિલાલના નાના ભાઈના પત્ની,
સ્વ. રાધાબેન, સ્વ. હીરબાઇ, સ્વ. રતનબેન, સ્વ. રુક્ષ્મણીબેન, લીલુબેનના ભાભી, સ્વ.
નરાસિંહભાઇ, સ્વ. રણછોડભાઈ, સ્વ. પરસોતમભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. અરાવિંદભાઈ, અશોકભાઈ,
સ્વ. મણિબેન, સ્વ. કાંતાબેન, સ્વ. અંગુરબાળાબેનના બહેન તા. 8-1-2025ના અવસાન પામ્યા
છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી,
ટાઉનહોલ સામે, અંજાર ખાતે. લૌકિકવ્યહાર બંધ છે.
અંજાર : મૂળ વિંઝાણના બ્લોચ ઇશાક અલીમામદ (ઉ.વ. 65) તે મ. અબ્દુલ
તથા ઓસમાણ (વિંઝાણ)ના ભાઇ, રિઝવાન, ફરજાન, ફિરોજના પિતા, અનવર અનીશ, મોહિન, અશાદના
કાકાબાપા, બાયડ અસગર અદ્રેમાન (મોટી ખાખર)ના સસરા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 11-1- 2025ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને ખત્રી ચોક,
નવા અંજાર ખાતે.
આદિપુર : હુરબાઇ હુશેન રાયમા (ઉ.વ. 80) તે મ. હુશેન ભચુ રાયમાના
પત્ની, મ. અબ્દુલ, સલીમના માતા, મુસ્તાક (અમીન), અકબર, વસીમના દાદી, આદમ, ઇબ્રાહિમના
કાકી, મ. ઓસમાણ, મ. મામદ (બુઢારમોરા)ના બહેન તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-1-2025ના શુક્રવારે સવારે 10થી 11 મહેંદી કોલોની, આદિપુર ખાતે.
માંડવી : મૂળ ગોધરા (તા. માંડવી)ના હંસાબેન જેઠાલાલ માવ (ઉ.વ.
73) તે જેઠાલાલ નાનજી માવના પત્ની, સ્વ. ડાહીબેન, સ્વ. રવજી (ધુણઈ)ના પુત્રી, સ્વ.
રામજીભાઈ, સ્વ. ગાવિંદજી કલ્યાણજીના ભત્રીજી, સ્વ. ગોપાલજી, સ્વ. વીરજી, સ્વ. દેવજી,
સ્વ. હરેશ, મુરજી, ગં.સ્વ. ભચીબેન ગાવિંદજી મંગે, લાલજી ગાવિંદજી, મોહનલાલ રામજીના
બહેન, સ્વ. દયાળજીભાઈ, સ્વ. લક્ષ્મીદાસભાઈના ભાણેજી, સ્વ. તેજભાઈ નાનજીભાઈ માવના પુત્રવધૂ
તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2025ના સાંજે 4થી
5 વિઠ્ઠલવાડી, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના કચ્છ ગુર્જર મિત્રી શાંતાબેન
(બબીબેન) (ઉ.વ. 90) તે સ્વ. શિવજી કાનજી ચૌહાણના પત્ની, સ્વ. પચાણભાઇ, સ્વ. મોરારભાઇ,
સ્વ. દેવશીભાઇ કાનજી ચૌહાણના ભાભી, સ્વ. રતનબેન ખેંગારભાઇ ચાવડા (રેહા)ના પુત્રી, મોહનભાઇ
(પૂના), ભવાનભાઇ (નાગલપર), સુરેશભાઇ (પૂના), નવીનભાઇ (અંજાર), રમેશભાઇ (માધાપર), સ્વ.
કાંતાબેન શિવલાલ પરમાર (નંદુરબાર)ના માતા, સ્વ. હરિલાલભાઇ અને મોહનભાઇના બહેન, હંસાબેન,
રસીલાબેન, કુસુમબેન, રીટાબેન, વર્ષાબેનના સાસુ, જય, અમિત, પ્રફુલ્લ, ભાવિક, જાગૃતિ,
કમલેશ, કીર્તિ, પ્રકૃતિ, મોનિકા, કોમલ, હર્ષ, કેવલ, સ્વસ્તિના દાદી તા. 7-1-2025ના
અવસાન પામ્યા છે. બેસણું ગુરુ, શુક્ર, શનિવારે સવારે 9થી 12 તથા સાંજે 4થી 6 નિવાસસ્થાન
ગાયત્રી સોસાયટી, સ્વામિનારાયણ નગર રોડ, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભચાઉના લુહાર ગીતાબેન કલ્યાણજીભાઇ મારૂ
(ઉ.વ. 53) તે કલ્યાણજીભાઇના પત્ની, સ્વ. મટુબેન ધરમશીભાઇના પુત્રવધૂ, સ્વ. જયાબેન રતનશીભાઇ
(અંજાર)ના પુત્રી, બિમલ, પ્રકાશ, આશાના માતા, રાજેશભાઇ, રીટાના સાસુ, સ્વ. વિશનજીભાઇ,
સ્વ. કેશવજીભાઇ, સ્વ. નારણભાઇ, ભગવાનજીભાઇના ભાભી, સ્વ. ગૌરીબેન, લીલાવંતીબેન, દમયંતીબેન,
પ્રભાબેનના દેરાણી, રમેશભાઇ, સ્વ. પ્રવીણભાઇ, શારદાબેનના બહેન, પ્રભાબેન, મધુબેનના
નણંદ, દયા, ઓમના નાની તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : જાડેજા બબરાબા અખેરાજજી (ઉ.વ. 100) તે
સ્વ. અખેરાજજી સુલતાનજીના પત્ની, માધુભા ભીમજી, સ્વ. જુણાજી ભીમજીના કાકી, હરિસંગજી
હેતુભા, રાજમલજી સોનાજી, ભીખુભા રવાજી, ભીખુભા અખેરાજજી, હનુભા હઠુભાના મોટીમા, ખેતુભા,
જટુભા, કનુભા, પ્રેમસિંહ, ભાવસંગજી, હિંમતસિંહ, વનરાજસિંહ, સ્વરૂપસિંહ, ધીરજસિંહ, મહેન્દ્રસિંહ,
પ્રતાપસિંહ, ભુરુભા, ગુમાનસિંહના દાદી, સ્વ. સોઢા તગાજી સુલતાનજીના બહેન તા.
6-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ડેલી, મોટા રેહા ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ તેરા (તા. અબડાસા)ના અતુલગિરિ શંભુગિરિ
ગોસ્વામી (ઉ.વ. 65) તે સ્વ. હરખાબેન શંભુગિરિના પુત્ર, સ્વ. સુંદરગિરિ, સ્વ. નરેન્દ્રગિરિ,
સ્વ. મહેશગિરિ, ગં.સ્વ. ભગવતીબેન ગોવિંદગર (અંજાર), ગં.સ્વ. હેમલતાબેન ઉમેપુરી (તલવાણા),
નર્મદાબેન જગજીવન (અંજાર), સ્વ. પ્રભાબેન રતનગર (વલાડિયા), ગં.સ્વ. શાંતિબેન મહેશગર
(ટપ્પર)ના ભાઇ, ભારતીબેનના પતિ, સ્વ. વર્ષાબેન
નરેન્દ્રગિરિના દિયર, સ્વ. ગીતાબેન મહેશગરના જેઠ, ધર્મેશગિરિ, અશ્વિનગિરિ, કાજલબેનના
પિતા, જુલીબેન, જિગરગિરિ, ધ્રુતિબેન, જતિનગિરિના કાકા, ઘનશ્યામગિરિ ભાવેશગિરિ (ભુજ)ના
સસરા, ડાઇબેન બુદ્ધગર (બાયઠ)ના જમાઇ, નીમુગિરિ બુદ્ધગિરિ (મુંબઇ), લતાબેન જેરામપુરી
(મુંબઇ), ગીતાબેન ચંદનગિરિ (રતડિયા)ના બનેવી, ડુંગરગર વેલગર (લાખણિયા)ના ભાણેજ, પ્રહલાદગિરિ
હેમગિરિ (તેરા)ના કાકાઇ ભાઇ તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
9-1-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન શાંતિધામ, ગળપાદર ખાતે. ઘડાઢોળ-શંખઢોળ તા.
18-1-2025ના
ટપ્પર-સોનારાવાળી (તા. અંજાર) : હાલ મુંબઇ અમર પ્રવીણ ઠક્કર
(ઉ.વ. 54) તે પ્રવીણ છોટાલાલ ઠક્કર અને સોહિનીબેનના પુત્ર, શિવાનીના પતિ, અક્ષજના પિતા,
દર્શના મુકેશ ચંદનના ભાઇ, સ્વ. રામચંદ્ર મહાજન અને સંજીવીનીના જમાઇ તા. 7-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિકવ્યવહાર બંધ છે.
ફરાદી / મસ્કા (તા. માંડવી) : હીરબાઇ મેગજી રાજગોર (ઉ.વ.
94) તે સ્વ. વેલજી ભગવાનજી પેથાણીના પુત્રવધૂ, સ્વ. શામજી, સ્વ. જેન્તીલાલ, હિંમતલાલ,
હરેશભાઇ, મંજુલાબેન ચીમનભાઇ, કસ્તૂરબેન બાબુલાલ, રતનબેન રામજી, મણિબેન નારાણજીના માતા,
જયાબેન, જયાબેન, પ્રવીણાબેન, ઉર્મિલાબેનના સાસુ, સ્વ. મોનજી, સ્વ. દયારામ, ધનબાઇ, મીઠાબાઇ,
ભચીબેનના ભાભી, દક્ષાબેન બિપીનભાઇ, ભાવનાબેન રસિકભાઇ, દક્ષાબેન સંજયભાઇ, નીતિબેન દિલીપભાઇ,
મીનાબેન મિતેષભાઇ, નમ્રતાબેન પુનિતભાઇ, ક્રિષ્ના, ખુશી, પ્રિયા, નયનના દાદી, ગોમાબાઇ
શામજી ખીમજી મોતાના પુત્રી, સ્વ. ગોપાલજી, સ્વ. હરિરામ, સ્વ. ધનબાઇ, સ્વ. મીઠાબાઇ,
સ્વ. મોંઘીબાઇ, સ્વ. દેવકાબેન, સ્વ. રામીબેન, સ્વ. કબુબેન, સ્વ. મણિબેનના બહેન, સ્વ.
કેસરબેન, સ્વ. પુરબાઇના નણંદ, સ્વ. નાનજી, સ્વ. મેઘજી, સ્વ. રમેશ, સ્વ. દિનેશ, સ્વ.
મંગલ, બાબુલાલના ફઇ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા .10-1-2025ના બપોરે
3થી 5 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે અને માવિત્ર પક્ષની સાદડી તા. 10-1-2025ના બપોરે
3થી 4 ગોપાલજી શામજી મોતાના નિવાસસ્થાન બેલાવાડી, મસ્કા ખાતે.
બિદડા (તા. માંડવી) : બુધીબાઇ (ઉ.વ. 101) તે સ્વ. સંગાર મીઠુભાઇ
ગગાભાઇ ગલાંગાના પત્ની, સ્વ. ગાભાભાઇ, નાનબાઇ, મધુબેન (મીડવાઇફ)ના માતા, નાથાલાલ, જિતેશ,
હસ્તીના દાદી, ભાણજી નારાણભાઇ સુઇયા, સ્વ. જગદીશભાઇ પ્રેમજીભાઇ ખોખર, કેશરબાઇના સાસુ,
રમીલાબેન, નીલમબેન, અવનીબેન, વિજયભાઇ, જીલબેન, યાત્રીબેનના નાની, સ્વ. બિંદિયા, દીપક,
ઇશા, મયૂર, રાજ, નિકેશના પરદાદી, સ્વ. સાયાભાઇ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. અજબાઇ, સ્વ.
ચાગબાઇ, સ્વ. કાનબાઇના બહેન, સ્વ. વેલજીભાઇ, સ્વ. અલાયાભાઇ, જખુભાઇ, સ્વ. સોનબાઇના
ફઇ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-2-2025 સુધી મધુબેનના નિવાસસ્થાન
જીતનગર, પાંજરાપોળની બાજુમાં, બિદડા ખાતે.
વેકરા-રામપર (તા. માંડવી) : રામબાઇ સામજી હીરાણી (ઉ.વ. 92) તે
સ્વ. શામજી શિવજી હીરાણીના પત્ની, કાનજીભાઇ, હરીશભાઇ, પ્રેમબાઇ, માનબાઇ, વાલબાઇ, મેઘબાઇ,
જશુબાઇ, હીરબાઇ, લાલબાઇના માતા, વિનોદ, પ્રવીણ, દ્રવિણ, રાધા, ખુશીના દાદી તા.
8-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-1-2025ના સવારે 7.15થી 8.15 ભાઇઓનું વેકરા
પટેલ સમાજવાડી તથા બહેનોનું નિવાસસ્થાને.
જનકપુર (તા. માંડવી) : હીરાબેન સુરેશભાઈ ભગત (ઉ.વ. 76) તે સુરેશભાઈ
ખીમજી ભગતના પત્ની, સ્વ. કુંવરબેન ખીમજી ભગતના પુત્રવધૂ, ધનજી ભાણજી પોકાર (મંગવાણા)ના
પુત્રી, મહેશ, ગંગાબેન સેઘાણી (દુર્ગાપુર), લીલાબેન ધોળુ (જનકપુર), ભાવનાબેન જબુવાણી
(મમાયમોરા)ના માતા, નીરૂપાબેન, કલ્યાણજીભાઈ, મગનભાઈ, રવિભાઈના સાસુ, અંશ, હેતના દાદી
તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-1-2025ના સવારે 9થી 12 અને બપોરે 3થી
5 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે.
વાગુરા (તા. મુંદરા) : ગોસ્વામી ચમનગિરિ કેશવગિરિ (ઉ.વ. 82)
તે વનિતાબેનના પતિ, મહેશગિરિ (વલસાડ), દિનેશગિરિ, અરવિંદગિરિ, ભરતગિરિ (એન્કર) (પ્રમુખ,
વરલી પરિવાર દશનામ ગોસ્વામી સમાજ)ના પિતા, ચંચળગિરિ (માધાપર), નવીનગિરિ, ગિરજાગિરિ
(અંજાર)ના ભાઇ, સ્વ. કાશીગિરિ રામગિરિ (અંતરજાળ)ના જમાઇ, સ્વ. મોહનગિરિ, અરજણગિરિ,
વિનોદગિરિના બનેવી, દમીબેન ભીખુપુરીના બનેવી, જશોદાબેન, હંસાબેન, સોનુબેનના સસરા, મહેન્દ્રગિરિ,
સરલાબેન, નરેશગિરિના કાકા, નીલેશગિરિ, માલતીબેન (મુંદરા), રેખાબેન (અંજાર), મિતાબેન
(અંજાર), શૈલેશગિરિ, મનોજગિરિ, સંદીપગિરિ, સુધીરગિરિના મોટાબાપા, વિકાસ, શીતલબેન, ભાવિક,
શિવરંજનીબેન, ઋતિકાબેન, વંશના દાદા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
10-1-2025ના બપોરે શુક્રવારે 3.30થી 4.30 આહીર સમાજવાડી, વાગુરા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : ભાનુશાલી જમણાબેન પ્રેમજીભાઇ દામા
(ઉ.વ. 81) તે સ્વ. પ્રેમજી ભાણજીભાઇના પત્ની, સ્વ. ભાણજી વીરજીભાઇના પુત્રવધૂ, વસંતભાઇના
માતા, વેલજીભાઇના ભાભી, વિરૂબેનના સાસુ, ભાવેશ, કલ્પેશ, નીતલ (ગાંધીધામ)ના દાદી, સ્વ.
વેલજી ગાંગજીના બહેન, મોહનભાઇ, રામજીભાઇ, ગોવિંદભાઇ, સામજી, હીરજી, જેઠાલાલ, પ્રભુલાલના
મોટામા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સવારે
10થી 5 નિવાસસ્થાન નિરોણા?ખાતે.
આમારા (તા. નખત્રાણા) : હેમલતાબેન બાબુભાઇ રૂપાણી (ઉ.વ. 65)
તે સ્વ. પ્રેમિલાબેનના માતા, સંદીપકુમારના દાદી, રાજાભાઇના ભાભી, લક્ષ્મીબેન રાજાભાઇ,
સ્વ. શંકરભાઇ કંઢિયાના મોટા બહેન, સુરેશભાઇ, દિનેશભાઇ, વનિતાબેનના મોટામા (માસી), સ્વ.
બુદ્ધાભાઇ કંઢિયા (વાલ્કા મોટા)ના પુત્રી, મુકેશભાઇ મૂછડિયા (બળદિયા)ના સાસુ તા.
7-1-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 9-1-2025ના ગુરુવારે તેમજ પાણીઢોળ તા.
10-1-2025ના શુક્રવારે સવારે 5 વાગ્યે નિવાસસ્થાન આમારા ખાતે.
મથલ (તા. નખત્રાણા) : જેપાર સાગર રમેશભાઇ (ઉ.વ. 18) તે રમેશભાઇ
મનજી જેપાર અને સ્વ. તેજલબેનના પુત્ર, સ્વ. મનજીભાઇ પૂંજા, રાજબાઇ મનજીભાઇ, લખમશીભાઇ
પૂંજા, કરશનભાઇ પૂંજા, અમરતભાઇ પૂંજા, હીરજીભાઇ પૂંજાના પૌત્ર, કાનજીભાઇના ભત્રીજા,
આર્યન, આરતી, હાર્દિકના મોટા ભાઇ, ઉમરશીભાઇ બળિયાના દોહિત્ર, ગોપાલભાઇ, મેગજીભાઇ, ચંદુલાલના
ભાણેજ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 9-1-2025ના ગુરુવારે સાંજે અને ઘડાઢોળ
તા. 10-1-2025ના સવારે નિવાસસ્થાન મથલ ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : રામજીભાઇ (બુદ્ધુભાઇ) હીરજીભાઇ
બડિયા (ઉ.વ. 65) તે હીરબાઇ?તથા હીરજી માંડણના પુત્ર, મંગાભાઇ હીરાભાઇ, લક્ષ્મીબાઇ બુધુભા
ગંઢેર (નેત્રા), ડાહીબેન દાનાભાઇ પાયણ (ચાવડકા), સ્વ. હીરજી ભીમજી, દામજી શિવજી, સ્વ.
વિશ્રામ પચાણ, મનજી પચાણના ભાઇ, સ્વ. જુમાભાઇ મંગલ સીજુ (મખણા)ના જમાઇ, રમેશભાઇ, સ્વ.
ભીમજીભાઇ, અરવિંદ, પ્રવીણના પિતા, રોહન, મયૂરી, દક્ષ, વંશિકા, માહિરના દાદા, ધનજી,
પ્રવીણ, ગોવિંદના મોટાબાપુ, બાબુલાલ મૂરજી નંજાર (નિરોણા)ના સસરા તા. 8-1-2025ના અવસાન
પામ્યા છે. ધાર્મિકવિધિ (બારસ) તા. 11-1-2025ના શનિવારે સાંજે આગરી તથા તા.
12-1-2025ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ખરવાડવાસ, રામદેવપીર મંદિરની બાજુમાં.
કોઠારા (તા. અબડાસા) : ચંદ્રકાન્ત પદમશી (વેલજી) પાશ્વીર લોડાયા
(ઉ.વ. 62) તે કલ્પનાબેનના પતિ, કુંવરબાઈ પદમશી વેલજી (પાશ્વીર) લોડાયાના પુત્ર, વિમલાબાઇ
મણશી રતનશી ડાઘા (વરાડિયા)ના જમાઇ, સ્વ. ઝવેરચંદ, શાંતિલાલ, સ્વ. મણિકાંત, મહેન્દ્ર,
ખુશાલ, હીરાચંદ, મયૂર, ચંદનબાઇ ત્રિકમજી મૈશેરી (કુવાપદ્ધર), સ્વ. કુસુમબેન શાંતિલાલ
અડાણી (અમદાવાદ), સ્વ. ગુણવંતીબાઇ નવીનચંદ્ર દંડ (ભોપાલ)ના ભાઇ, કિંજલ હિરેન નાગડા,
પ્રિયલ અક્ષય મોતા, પ્રિતેશના પિતા, હંસરાજ ચત્રભોજ નાગડા (કોઠારા), સ્વ. વિનોદભાઇ
ગોવિંદજી મોતા (ધુફી)ના વેવાઇ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 10-1-2025ના બપોરે 3થી 4 જૈન ભોજનશાળા, કોઠારા ખાતે.