ભુજ : જોષી હીરાલાલ (બોડા) (ઉ.વ. 89) તે મીઠાબાઇ હંસરાજના પુત્ર,
સ્વ. નિર્મળાબેનના પતિ, સ્વ. હેમલતાબેન, સ્વ. મનિષભાઇ (રાઘવ ટ્રેડિંગ કું.), સરોજબેનના
પિતા, સ્વ. શંકરલાલ રાઘવજી સોનપાર (ભુજ)ના જમાઇ, સ્વ. મંગલજી હંસરાજ જોષી (ગાંધીધામ),
સ્વ. અમૃતબેન જટાશંકર જેષી (નખત્રાણા), સ્વ. શંભુલાલ (ગાંધીધામ), સ્વ. વિશનજી (ભુજ),
સ્વ. ભાનુભાઇ (ભુજ)ના ભાઇ, સ્વ. ગીતા, હર્ષદ, શૈલેષના સસરા, સ્વ. અરવિંદ, કીર્તિ, સ્વ.
મહેન્દ્ર, સ્વ. હંસાબેનના બનેવી, તરૂણ જોષી (ભુજ), મુકેશ, વિનોદ, કીર્તિ (ગાંધીધામ),
દિલીપ, કમલેશ, અશ્વિન, પ્રકાશ (ભુજ)ના કાકા, હિમાની સની ચાવડા, રાઘવ, દીપાના દાદા, ધવલ તથા નિખિલના નાના તા.
10-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2025ના રવિવારે સાંજે 4થી 5 સારસ્વત
વાડી આશાપુરા મંદિરની સામે. બંને પક્ષની સાથે ભુજ ખાતે.
ભુજ : કુંભાર બોબડા ફાતિમાબેન (ઉ.વ. 65) તે
મ. જુમ્માના પત્ની, કોન્ટ્રાક્ટર અ. રજાક, મામદ (પપ્પુ), જુણસ અને હનીફના માતા,
આમદ, આતુભા અને મ. ઇબ્રાહિમના ભાભી, હુસૈન, સધિક, આઝાદ, મ. ગની, સલીમ, રફીક, અનવર, આશિફના કાકી, લોટા અયુબ અને આમદના બહેન તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા.13-1-2025ના સોમવારે સવારના 10થી 11 નિવાસસ્થાન સરપટ ગેટ બહાર, આશાબાપીર દરગાહ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ નિરોણાના ખત્રી રહીમાબાઇ (ઉ.વ. 78) તે મ. ઉમર જાકબના
પત્ની, મ. આદમ જાકબ (ચીકીવાળા)ના ભાભી, હાજી મુસ્તાક, ઓસમાણ ગની, મહમદ સફી (રૂકસાર
એજન્સી), મ. ફરીદા હનીફ (ભુજ), રસિદા શરીફ (ભુજ), સાયરા અશરફ (ભુજ), નસીમ જાકબ
(અંજાર)ના માતા, રિયાઝ, અસ્પાક, આદિલ, ફૈઝાન, આકીબ, અયાનના દાદી તા. 10-1-2025ના અવસાન
પામ્યા છે . વાયેઝ-જિયારત તા. 13-1-2025ના સોમવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના ભુજ
ખાતે.
ભુજ : હલીમાબાઇ ઓસમાણ સમા (બકાલી) (ઉ.વ. 80) તે ઓસમાણ રહેમતુલ્લાના
પત્ની, રહેમતુલ્લા (ફકીરો), નૂરમામદ, અમજદના માતા, ઇમરાન, વસીમ, મહેરાબના દાદી, ઉમર (ફકીરો), કાસમ,
ઇસ્માઇલ, ઇબ્રાહીમના સાસુ, ઇમરાનના નાની તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-1-2025ના રવિવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન ખારીવાડી, રાહુલનગર, પાટવાડી
નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ સાંયરા (કોઠારા) રવિશંકર પ્રાણજીવન ગોર (પેથાણી)
(ઉ.વ. 81) તે સ્વ. મિઠાબાઈ પ્રાણજીવન જેઠા ગોરના પુત્ર, ભાગ્યવંતીબેનના પતિ, જાગૃતિ,
પરેશ, રાજેશ, જિજ્ઞાના પિતા, ડિમ્પલ, દીપ્તિ, હરેશકુમાર (તેરા), મુકેશકુમાર (ખોંભડી,
ભુજ)ના સસરા, દેવ, પાર્થ, ભવ્યના દાદા તેમજ દર્શન, જય, હેત, હેમના નાના, નિરાલીના નાના
સસરા, સ્વ. હાંસબાઈ ખીમજી મોતા (ભિટારા)ના જમાઈ, સ્વ. રતિલાલભાઈ (વેલજીભાઈ), સ્વ. પ્રભાશંકરભાઈ,
સ્વ. તુલસીદાસભાઈ (મંગલભાઈ), સ્વ. ધનબાઈ કાકુભાઈ બાવા (ભુજ), નરેન્દ્રભાઈ (શંભુભાઈ),
સ્વ. નીતિનભાઈ, ચંદ્રકાંતભાઈ, ગં. સ્વ. હેમલતાબેન પરષોત્તમ બોડા (ગુંદિયાળી, વસઈ),
ગં.સ્વ. જયશ્રીબેન વસંતલાલ ભટ્ટ (ગોધરા, વલસાડ)ના ભાઈ, સ્વ. મણિલાલ, રવિલાલ, શાંતિલાલ,
નર્મદાબેન, ઊર્મિલાબેન, પાર્વતીબેનના બનેવી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 5.30 વાગડ બે ચોવિસી, ફાયર
સ્ટેશનની બાજુમાં, આરટીઓ રિલોકેશન સાઈટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ મુંબઇના ગૌરીશંકર ગોર (ઉ.વ. 69) તે સ્વ. લીલાવંતીબેન
પુરુસોત્તમ ઉગાણીના પુત્ર, હંસાબેનના પતિ, અમિત અને વૈશાલીબેનના પિતા, મિનાક્ષીબેન
અને મહેશભાઇના સસરા, ગં.સ્વ. મંજુલાબેન તુલસીદાસ મોતા, નિર્મળાબેન નવનીત ભટ્ટ, વિનોદભાઇ,
રમેશભાઇના ભાઇ, સ્વ. જશોદાબેન જેઠાલાલ ગોરના જમાઇ, સ્વ. રૂક્ષ્મણિબેન ઉમિયાશંકર મોતા,
કુમકુમબેન હરિરામ નાકર, સ્વ. પ્રવીણભાઇ જેઠાલાલ ગોરના બનેવી, મંજુલાબેન અને લક્ષ્મીબેનના
જેઠ, મણિબેન દયાશંકર મોતા, શામજી ઓધવજી ઉગાણી, અમરતબેન રેવાશંકર નાગુના ભત્રીજા, ચિંતન,
હર્ષલ, નિરાલી, ભૂમિ, સાગર, અનિતા, ભક્તિના કાકા, આયુષ, જિયાંશ, દર્શના દાદા, કાર્તિક, પ્રિયાંશ, શિવ, સત્યાના નાના, લીનાબેન ન્યુભાઇ જોષી અને દીપના ફુઆ, રમેશ, કલાવંતી,
વાસંતી, પંકિલ, મિતેશ, દિપેશના મામા તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે 4થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ કટારિયાના કંચનબેન ઠાકરશીભાઇ મહેતા (ઉ.વ. 94) તે જંગીના
સંઘવી હીરાચંદભાઇ સાકરચંદના પુત્રી, સ્વ. નેમચંદભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. જયંતીલાલભાઇ,
પ્રવીણભાઇ (અમીત એજન્સી), અરવિંદભાઇ (મહેતા એજન્સી), હીરાબેન ચંદ્રકાંત ભણશાલી, રંજનબેન
ચમનલાલ બોરીચાના મોતા, સુચિત્રાબેન, ચંદનબેન, તરૂણાબેનના સાસુ, ધવલ, વૈભવ, ભાવિક, જય,
કલ્પ, મેઘના, હેતલ,?શ્વેતા, સોનમ, ફોરમના દાદી, મણિબેન વોરા, દેવકુંવરબેન સંઘવીના ભાભી,
હેમીબેન રામજીભાઇ કુબડિયા (મુંબઇ), દિવાળીબેન ચૂનીલાલભાઇ લોદરિયા (સુરત-વલસાડ), સ્વ.
જીવરાજભાઇ, સ્વ. છગનલાલભાઇના બહેન, સુરેશ, અશોક, નવીન, વસંત, ભૂપેન્દ્ર, ચંદ્રકાંત,
અશ્વિનના કાકી, સ્મિતા, વૈશાલી, જિજ્ઞા, આયુષી, કિંજલના દાદી સાસુ તથા નીવ, જીન, ધ્રુતિના
પરદાદી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સવારે 10.30થી 12.30 વર્ધમાન જૈન બોર્ડિંગ કચ્છમિત્ર?પાસે
ભુજ ખાતે.
ભુજ : પઠાણ મુમતાઝ બાનુ (ઉ.વ.49) તે અબ્દુલ ગફુરના પત્ની, ફિરોઝ
ખાનના માતા, મામદખાન, અઝીઝખાનના ભાભી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત
તા. 13-1-2025ના સોમવારે 10થી 11 નિવાસસ્થાન હંગામી આવાસ જીઆઇડીસી વિસ્તાર, હુસૈની
ચોક ખાતે.
ભુજ : મૂળ ખીરસરા વિંઝાણના મહેશ્વરી કેશરબાઇ જુમા ફુફલ (ઉ.વ.
76) તે રામજી મંગલ, ડેમાબાઇ થાવર બુચિયા, હિરબાઇ સુમાર કોચરાના ભાભી, નરશીંભાઇ, રતનબેન
બુધારામ બુચિયા, માવજીભાઇ, શિવજીભાઇ, કુંવરબેન રામજી માતંગ, જખુભાઇ, વાલબાઇ સામજી કોચરાના
માતા, સામજી, કારૂભાઇ વેલા ડાંગેરા, કાનબાઇ ગોપાલ ફમા, ઉમાબાઇ રામજી ગુરીના બહેન, પરેશ, હરેશ, પીયૂષ, મીતના
દાદી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 12-1-2025ના રવિવારે રાત્રે
આગરી તેમજ તા. 13-1-2025ને સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન સંત રોહિદાસ નગર
ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ગામ રોદરા વિષ્ણુભાઇ સોમાભાઇ ઠાકોર (ઉ.વ.
51) તે સોમાભાઈ કારાભાઇ ઠાકોર તથા હીરાબેન સોમાભાઈ ઠાકોરના પુત્ર, વિક્રમભાઈ સોમાભાઈ
ઠાકોર, હંસાબેન સુરેશભાઈ મકવાણાના ભાઈ, ગીતાબેન વિષ્ણુભાઇ ઠાકોરના પતિ, પ્રવીણ, કમલ
ઠાકોરના પિતા, હિતેશ, કલ્પેશ ઠાકોરના કાકા તા. 10-1-2025ના અવસાન પામ્યા છે.
બેસણું તા. 13-1-2025ના સોમવારે સાંજે
5.30થી 6 ડો. સી. જી. હાઇસ્કૂલ ગાંધીધામ (કચ્છ)
ખાતે.
આદિપુર : બાજીગર વિકી પ્રિતમભાઇ (ઉ.વ. 30) તે પ્રિતમભાઇ અને
સીતાબેનના પુત્ર, જિગરના ભાઇ તા. 10-1-2025ના અવસાન પામ્યા?છે.
અંજાર : ઠક્કર ભગવાનદાસ દેવચંદ (પલણ) (શાકમાર્કેટવાળા) (ઉ.વ.
83) તે સ્વ. ઝવેરબેન તથા સ્વ. દેવચંદ ધારશી પલણના પુત્ર, નિર્મળાબેનના પતિ, સ્વ. ધનજી
ધારશી તથા સ્વ. પરસોત્તમ ધારશીના ભત્રીજા, સ્વ. દેવકરણ રાઘવજી લાખાણી (મૂળ ખેડોઇવાળા)ના
જમાઇ, વિનય, જીગર, સ્વ. રાખીના પિતા, દિપાબેન, બીનાબેનના સસરા, રિષી, રાહીલ, ફોરમના
દાદા, સ્વ. લીલાવંતીબેન ચત્રભુજભાઇ કોઠારી, સ્વ. અનસૂયાબેન હરિલાલ ભીંડે, સ્વ. હંસાબેન,
નલિનીબેન તનસુખભાઇ ભગદે (મુંદરા), હસ્તાબેન હસમુખભાઇ કતિરા (નાસિક), સ્વ. રમણીક, સ્વ.
ચંદ્રકાંતના ભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. નીતિનભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ. પ્રભાબેન અને
ગં.સ્વ. પ્રવીણાબેનના બનેવી તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 12-1-2025ના રવિવારે રાધાવલ્લભ પલણ વાડી (મુંડન વાડી), યોગેશ્વર ચાર રસ્તા પાસે,
અંજાર મધ્યે સાંજે 4થી 5 દરમ્યાન. લૌકિક વ્યવહાર બંધ છે.
અંજાર : ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજ અંજાર નિવાસી કાંતિલાલ જેઠવા
(મહાત્માજી) (ઉ.વ. 74) (પૂર્વ પ્રમુખ ક.ગુ.ક્ષ.સમાજ
રાષ્ટ્રીય મહાસભા તથા પૂર્વ કારોબારી ચેરમેન અંજાર નગર સેવાસદન) તે સ્વ. પ્રેમુબેન
તથા સ્વ. જીવરામભાઇ ખેતાભાઇ જેઠવાના પુત્ર, હેમરાજભાઈ શિવજીભાઈ રાઠોડ (હિંમતનગર)ના
જમાઈ, સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. ગૌરીબેન, સ્વ. કાશીબેન, ગં. સ્વ. મુક્તાબેનના ભાઈ,
સ્વ. પોપટલાલ પરમાર, મોહનલાલ પરમાર, સ્વ. અમૃતલાલ
રાઠોડના બનેવી, ભરત, ભાવેશ, રમેશ, ઉર્મિલા, સંગીતાના પિતા, પુજાબેન, તૃપ્તિબેન, પૂજાબેન,
કમલભાઈ વરૂ, દિપેશભાઇ ચૌહાણના સસરા, ક્રિષ્ના, ભવિષ્ય, ધૈર્ય, આરવ, આદ્યાના દાદા, કામાક્ષી, ગોપિકાના નાના તા.11-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા તા.13-1-2025ના
સોમવારે સાંજે 4.30થી 5.30 કલાક દરમ્યાન માનવ
પાર્ટી પ્લોટ રેલવે સ્ટેશન રોડ અંજાર મધ્યે ભાઈઓ તથા બહેનોની સંયુક્તમાં.
માંડવી : મૂળ મુંદરાના મેમણ ખતુબાઇ ઇલિયાસ (ઉ.વ. 79) તે હારૂન,
નૂરમામદ અને આમદના માતા, ફૈઝલ અતારી, નાસીર અને આશિફના દાદી તા. 10-1-2025ના અવસાન
પામ્યા છે. તા. 12-1-2025ના રવિવારે બહેનો માટે કુર્આનખ્વાની બપોરે 3.30થી 4.30 નિવાસસ્થાન,
ગોલ્ડન સિટી તથા ભાઇઓ માટે વાયેઝ-જિયારત ગોલ્ડન સિટી હોલ બપોરે 3.30થી 4.30 ગોલ્ડન
સિટી, માંડવી ખાતે.
માંડવી : મોઢ ત્રિવેદી બ્રાહ્મણ ગં.સ્વ. વસુમતીબેન લીલાશંકર
દવે (ઉ.વ. 90) તે લીલાશંકર શંકરલાલના પત્ની, સ્વ. કાંતાબેન જેઠાલાલ ત્રિવેદીના પુત્રી,
સ્વ. પ્રાણલાલ, કિરીટભાઇ, ભાનુબેન અને ઇન્દુબેનના બહેન, નીતિનભાઇ, મહેશભાઇ (વાંસળી
વાદક) અને પ્રકાશભાઇના માતા, હરીશભાઇ, ઇલાબેનના ભાભુ, પ્રીતિબેન, ફાલ્ગુનીબેન, સુચિબેનના
સાસુ, કપિલભાઇ અને જ્યોતિબેનના મોટા સાસુ, પ્રણવ, વૈશાલી, રિદ્ધિ અક્ષય, મૈત્રી હીંકાર,
આરોહી સલીલ અને અદિતીના દાદી, ધીમહિ, મહર્ષિ અને નિત્યાના મોટા બા તા. 10-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 5, ઔદિચ્ય બ્રહ્મસમાજની
વાડી, માંડવી ખાતે.
મિરઝાપર (તા. ભુજ) : માવજી સામજી ગોંડલિયા (ઉ.વ. 74) તે સ્વ.
સામજી કરશન ગોંડલિયા તથા સ્વ. કેસરબાઇના પુત્ર, વેલુબેનના પતિ, નારાણભાઇ, જાદવજીભાઇ,
વાલજીભાઇ, સ્વ. વીરબાઇ, વેલુબેન, પ્રેમબાઇના ભાઇ, નિલેશભાઇ, જયશ્રીબેન રાજેશ હીરાણી,
સંગીતાબેન રૂપેશ વેકરિયા, સુશીલાબેનના પિતા, હંસાબેન, રાજેશભાઇ હીરાણી, રૂપેશભાઇ વેકરિયાના
સસરા, જીગર, ધીરેનના દાદા, લતાબેનના દાદા સસરા તા. 11-1-2025ના અવસાન પામ્યા છે.
ધાણેટી (તા. ભુજ) : દેવજીભાઇ જીવાભાઇ બાલાસરા (રૂડા પટેલ) (ઉ.વ.
56) તે જીવાભાઈ રતાભાઈ બાલાસરા અને ફુલાબેન જીવાભાઈ બાલાસરાના પુત્ર, ભચુભાઈ રતાભાઈ
બાલાસરાના ભત્રીજા, ગં. સ્વ. સખીબેન દેવજીભાઈ બાલાસરાના પતિ, સ્વ. રાજીબેન વાલજીભાઈ
માતા, મીરાબેન દાનાભાઈ શોભાણી, ભગવાનજીભાઈ જીવાભાઈ બાલાસરા (રામપર વેકરા), શામજીભાઈ
જીવાભાઈ બાલાસરા (યદુનંદન ડેવલોપર્સ માધાપર), દેવજીભાઈ ભચુભાઈ બાલાસરાના ભાઈ, સગુણાબેન
રાજેશભાઈ છાંગા, રામીબેન દેવજીભાઈ છાંગાના પિતા, મંજુલાબેન, ગોમતીબેન, રાધા, સુનિલના
કાકા, દિવ્યા ધ્રુવ, નીતિન, રોહન, પ્રિયાના મોટા બાપા, રિતેશ, ઋષી, રુચિતા, ક્રિષ્નાના
નાના બાપા તા.11-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, વથાણ ચોક, ધાણેટી મધ્યે.
તુણા (તા. અંજાર) : અરજણગિરિ શંકરગિરિ ગુંસાઇ (ઉ.વ.58) (મૂળ
વિરા) તે ગં.સ્વ. જયશ્રીબેન અરજણગિરિના પતિ, ગં.સ્વ. સાવિત્રીબેન શંકરગરના પુત્ર, મનોજગિરિ, રમેશગિરિના પિતા, શીતલબેન મનોજગિરિ, સોનલબેન
રમેશગિરિના સસરા, ગં.સ્વ. જયશ્રીબેન કિશોરગર, લાલગર શંકરગર, રેવાગર રામગરના ભાઇ, કોમલબેન
લાલગરના જેઠ, રાધાબેન નવીનગરના ભત્રીજા, હેમુબેન રેવાગરના જેઠ, જીતગર લાલગરના મોટા
બાપા, બિપિનગર, મોહનીબેન અનીલગરના મામા, પૂજાબેન
બિપિનગિરિના મામાજી સસરા, જાનવી, ગવરીગરના દાદા, સ્વ. મોહનગર શંકરગર (પદ્ધર)ના જમાઇ,
વિશ્રામગર, જાલમગર, લક્ષ્મણગરના બનેવી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-1-2025ના સોમવારે સાંજે 3થી 4 નિવાસસ્થાન તુણા આરોગ્ય કેન્દ્રની બાજુમાં, તેરમું
તા. 23-1-2025ના ગુરુવારે.
સુગારિયા (તા. અંજાર) : નંદકુંવરબા રણછોડજી જાડેજા (ઉ.વ.75)
તે સ્વ. રણછોડભા મહોબતાસિંહ જાડેજા (પૂર્વ સરપંચ- સુગારીયા)ના પત્ની, સ્વ. મહિપતાસિંહ
રણછોડજી જાડેજા (બોર્ડરાવિંગ પોલીસ), મંછાબા ભરતાસિંહ ઝાલા (કેરાળા)ના માતા, સ્વ. ચતુરભા
મહોબતાસિંહ જાડેજાના નાનાભાઇના પત્ની, વિરભદ્રાસિંહ, નરપતાસિંહ, જાગૃતિબા ઇન્દ્રજીતાસિંહ
રાણા (કંથારિયા)ના દાદી, વિભાજી વેલુભા, નટુભા ચતુરભા, મહેન્દ્રાસિંહ ચતુરભા, પ્રેમાસિંહ
ચતુરભાના કાકી, વિરપાલાસિંહ વિરભદ્રાસિંહ જાડેજાના પરદાદી તા.11-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 13-1-2025ના સોમવારે નિવાસસ્થાન, દરબારગઢ, ગામ સુગારીયા
તા. અંજાર ખાતે.
વરસામેડી (તા. અંજાર) : ગુંસાઇ નિર્મળાબેન જેરામગર (ઉ.વ.77)
તે અમરતબેન જેરામગરના પુત્ર, જગદીશગર જેરામગર (અંજાર), ધનગર જેરામગર (અંજાર), સ્વ.
ધીરજગર જેરામગર (વરસામેડી), દયાલગર જેરામગર (વરસામેડી), મંજુલાબેન રૂગનાથગર (અંજાર),
સુશીલાબેન અનોપગર (મુંદરા), કુસુમબેન ગાવિંદગર (ભુજ), દમયંતીબેન દોલતગર (અંજાર)ના બહેન
તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી
5, ભીમનાથ મંદિર, પંચાયત ઓફિસની બાજુમાં, વરસામેડી તા.અંજાર ખાતે.
ફરાદી (તા. માંડવી) : જેન્તીલાલ દામજીભાઇ પેથાણી (ઉ.વ.55) તે
સ્વ. રૂક્ષ્મણિબેન દામજીભાઇ પેથાણીના પુત્ર, દિવ્યાબેનના પતિ, નિમેષના પિતા, સ્વ. કમળાબેન
શાંતિલાલ, રીનાબેન રાજેશભાઇ, પુષ્પાબેન ભરતલાલ વ્યાસ (મસ્કા), મણિબેન અરવિંદભાઇ મોતા
(બાગ), હસ્તાબેન કાંતિલાલ મોતા (બાગ), ભાવનાબેન નારાણજી મોતા (બાગ)ના ભાઇ, ડિમ્પલબેન
કિશોરભાઇ મોતા (મસ્કા), પ્રિયાબેન રીકેનભાઇ શિણાઇ (બિદડા), સ્વ. આનંદભાઇ, તનીષા, જગદીશના
કાકા, સ્વ. ઝવેરીલાલભાઇ, સ્વ. પાર્વતીબેન જાદવજી, ગં.સ્વ. દમયંતીબેન ભવાનજી, સ્વ. રાધાબેન
લાલજીના ભત્રીજા, રસીલાબેન, હિતેશભાઇ, મુકેશભાઇ, મનિષભાઇ, ભાવનાબેન, રશ્મીબેન, ભાવેશભાઇના
કાકાઇ ભાઇ, સ્વ. મોંઘીબેન બચુભાઇ વ્યાસના દોહીત્ર, લક્ષ્મીબેન શંભુલાલ, વિજયાબેન નારાણજી,
ગં.સ્વ. કમળાબેન મોહનલાલના ભાણેજ, સ્વ. રડુબેન છગનભાઇ પટેલના જમાઇ, સ્વ. ઉત્તમભાઇ,
વિક્રમભાઇ, બાબુભાઇના બનેવી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
13-1-2025ના સોમવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી ફરાદી ખાતે.
આણંદપર (યક્ષ) (તા. નખત્રાણા) : ગં.સ્વ. સોની પ્રભાબેન નાનાલાલ
પોમલ (ઉ.વ. 90) તે સ્વ. નાનાલાલ માધવજીના પત્ની, સ્વ. બચુબેન માધવજી હેમરાજના પુત્રવધૂ,
ગં.સ્વ. નર્મદાબેન બાબુલાલ પરમાર (દેસલપર), ગં.સ્વ. મંજુલાબેન હરિરામ કટ્ટા (ભુજ હાલે
દેસલપર), શાન્તાબેન (જયાબેન) જેન્તીલાલ સોલંકી (દેસલપર), દમયંતીબેન (રસીલાબેન) ધરમાસિંહ
કટ્ટા (કાદિયા), નિર્મળાબેન (કુસુમબેન) કાંતિલાલ કટ્ટા (મોટા અંગિયા હાલે માધાપર),
રમેશભાઈના માતા, સ્વ.સાકરબેન (ઘડાણી), સ્વ.જવેરબેન (કોટડા જ.), સ્વ.જેઠાલાલભાઈ (નખત્રાણા)ના
ભાભી, યશોદાબેન (નખત્રાણા)ના જેઠાણી, ગીતાબેન, સ્વ. બાબુલાલભાઈ પરમાર (દેશલપર), સ્વ.
હરિરામભાઈ કટ્ટા (ભુજ હાલે દેશલપર), જેન્તીલાલભાઈ સોલંકી (દેશલપર), કાંતિલાલ કટ્ટા
(મોટા અંગિયા હાલે માધાપર)ના સાસુ, રિયા, અનિતા, ટ્વિંકલના દાદી, ચંદ્રિકાબેન (ઘડુલી),
મુકતાબેન (રવાપર), નીતાબેન (ખોભંડી), સ્વ. ગીતાબેન, ગિરીશ (નખત્રાણા)ના મોટીબા, સ્વ.
મોંઘીબેન ચાંપસી હેમરાજ સાકરિયા (જિયાપર)ના પુત્રી, કલ્યાણજીભાઈ (જિયાપર), ગં.સ્વ.નર્મદાબેન
(વિથોણ), સ્વ.જવેરબેન (વિથોણ), સ્વ. કાંતિલાલ (જિયાપર)ના બહેન, સ્વ.શોભના, ગીતા, દક્ષા,
સરલા, નિકિતા, પંકજ, હરેશ, જયેશ, અરાવિંદ, ભાવેશ, ભાવના, નીલેશ, હેતલના નાની, પુષ્પાબેન,
મહેન્દ્ર, જગદીશ, કલ્પેશના ફઈ તા.11-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું
તા.13-1-2025ના સોમવારે બપોરે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી આણંદપર (યક્ષ)
મધ્યે. બાકીના દિવસો નિવાસસ્થાન સવારના 8.30થી 11.30 તેમજ બપોરના 3થી 5 વાગ્યા સુધી.
કોટડા (જ) (તા. નખત્રાણા) : સોની સુરેશભાઇ ગંગારામ બગ્ગા (ઉ.વ.
70) તે સ્વ. નાનબાઇ ગંગારામના પુત્ર, ગોદાવરીબેનના પતિ, સ્વ. રમેશભાઇ, મહેશભાઇ, પુષ્પાબેન,
શાંતાબેન, ગૌરીબેનના ભાઇ, ગં.સ્વ. મણીબેનના દિયર, દમયંતીબેનના જેઠ, જેન્તીભાઇ, દિપકભાઇ,
પ્રવીણભાઇના સાળા, રાજેશભાઇ, નીતાબેન, જયશ્રીબેન, નિકુલના પિતા, જિતેન્દ્રના કાકા,
ગીતા, ધર્મિષ્ઠા, કિરણ, ઉર્વીના મોટા બાપા,
પૂનમબેન, જગદીશભાઇ, મિલનભાઇ, વર્ષાબેન, હીનાબેન, કિરીટભાઇ, જયદીપ, નીરવભાઇના
સસરા, નેન્સી, હેઝલ, હર્ષવી, માહીર, સૌમ્ય,
પ્રતીકના દાદા, કરણ, દેવાંશી, અર્જુન, નિત્ય, વેદા, વરદા, ક્રિષાનીના નાના, સ્વ. બબીબેન
રતનશીભાઇ બારમેડા (લક્ષ્મીપર નેત્રા)ના જમાઇ, નરસિંહભાઇ, મુળજીભાઇ, રામજીભાઇ, નવીનભાઇ,
જેરામભાઇ, ડાયીબેન, સ્વ. લક્ષ્મીબેન, વિમળાબેનના બનેવી તા. 10-1-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-1-2025ના બપોરે 4થી 5 વાગ્યે પાટીદાર સમાજવાડી
બસસ્ટેશન પાસે.
આશાપર (તા. લખપત) : સોઢા પાંચરાજસિંહ નગજી (ઉ.વ. 85) તે સઉભા,
રામદેવસિંહના પિતા, સ્વ. ખેતાજી નગજીના નાના ભાઇ, સોઢા સુરતાજી, જેઠમલસિંહ, બાઉભા આમરજી,
ગુલાબસિંહ, દિપસંગજી, સતુભા, રઉભાના કાકા, ભરતસિંહ, કેશરસિંહ, મોહનસિંહ, ભૂપતસિંહ,
લાખુભા, મહાવીરસિંહ, વિક્રમસિંહ, ગિરિરાજસિંહ, પ્રવીણસિંહ, ભગીરથસિંહ, શંકરસિંહ, પ્રતાપસિંહ,
પ્રદિપસિંહ, પ્રિન્સરાજસિંહના દાદા, જાડેજા ખાનજી ખેંગારજી, ગોપાલસિંહ હરિસિંહ જાડેજા
(બિબ્બર)ના સસરા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા બારસ તા. 20-1-2025ના
સોમવારે 12 કલાકે નિવાસસ્થાને આશાપર ખાતે.
ખીરસરા (કોઠારા) (તા. અબડાસા) : તખતબા મંગળસંગજી (ઉ.વ.85) તે
સ્વ. આશુભા મંગળસંગજી, હમીરજી મંગળસંગજીના માતા, ધીરુભા ગગુભાના ભાભી, હિંમતસિંહ, મહાવીરસિંહ,
વિક્રમસિંહ, દિગ્વિજયસિંહ, અનિરુદ્ધસિંહ, અજયસિંહના ભાભુમાં, હર્ષદીપસિંહ અને રામદેવસિંહના
દાદી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
મુંબઇ : વાગડ બે ચોવિસી સ્થા. ગુર્જર જૈન મૂળ?ગામ બાલાસર લાડકીબેન
(ઉ.વ. 78) તે શાંતિલાલ ચૂનીલાલ દોશીના પત્ની, જયસુખના માતા, દર્શનાબેનના સાસુ, સુરભિ,
સ્મિત તથા નીત્યના દાદી, ખીમજીભાઇ, કીર્તિભાઇ, ભાઇલાલ, મંજુબેન, ભાગ્યવંતીબેન, હેમલતાબેનના
ભાભી, સ્વ. સ્વરૂપચંદ ચત્રભુજ ખંડોર (ફતેહગઢ)ના પુત્રી તા. 11-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા સોમવારે તા. 13-1-2025ના બપોરના 3.30થી 5 કચ્છી જૈન ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ
લેન, માટુંગા (સે.રે.) મુંબઇ 19 ખાતે.