• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : ઉમેદલાલ સામજી થોભરાણી (ઉ.વ. 77) તે સ્વ. દમયંતીબેનના પતિ, ગં.સ્વ. રતનબેન ડુંગરશી વેલજી કકડ (અધૌ-ખાવડા)ના જમાઇ, સ્વ. સામજી માધવજી થોભરાણીના પુત્ર, સ્વ. જેરામભાઇ, અરવિંદભાઇ, જગદીશભાઇ, રસિકભાઇ, સ્વ. પાર્વતીબેન વેલજી, જ્યોતિબેન રવિલાલના ભાઇ, હિતેષ (લાલા), મીનાબેન, ચાંદનીબેનના પિતા, જયશ્રીબેન, દિનેશભાઇ જગજીવન ચંદે (રાપર)ના સસરા, જતિન, જીલના દાદા, આર્ચી, ઓમ, ધૈર્યના નાના, શંભુલાલભાઇ, શાંતિલાલ, રવિલાલ, ચંદ્રકાન્ત, વસંતબેન તુલસીદાસના બનેવી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1-2025ના શનિવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ. મંદિર હોલ, ભાનુશાલીનગર, ભુજ ખાતે.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દમયંતીબેન ત્રિપાઠી (ઉ.વ. 87) તે સ્વ. ચંદુલાલ શિવશંકર ભટ્ટના પુત્રી, સ્વ. રણછોડલાલ લીલાધરના પત્ની, સુધીરભાઇ (માજી પ્રમુખ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ-ભુજ), અશોકભાઇ, હરેશભાઇ (અમેરિકા)ના માતા, હર્ષાબેન, પલ્લવીબેન, મમતાબેનના સાસુ તા. 6-1-2025ના અમેરિકામાં અવસાન પામ્યા છે. બેસણું તા. 10-1-2025ના શુક્રવારે અને 11-1-2025 શનિવારે નિવાસસ્થાન 13, નાગરિક સોસાયટી, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભાડરાના લુહાર રમજાન ખમીશા (રમજાન મોલાના) (ઉ.વ. 80) તે અબ્દુલગફુરના પિતા, મ. આમદ, મ. સાલેમામદ, મ. ઇસ્માઇલના ભાઇ, મ. સિદિક ઉમર (નિરોણા)ના જમાઇ, અબ્દુલસતાર, આદમ, કાદર, હાસમ, ઇકબાલ, જુસબના સસરા, નિઝામના દાદા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 9-1થી 11-1-2025 સુધી નિવાસસ્થાન સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડ, મોહંમદિયા મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સમેજા હાજરાબેન જુસબ (ઉ.વ. 100) તે સમેજા જુસબ ફાદીના પત્ની, સમેજા અલીમામદ (વીડી), રજ્જાક, ગુલામહુશેન (પાકિસ્તાન), અનવરના માતા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2025ના શનિવારે સવારે 10 વાગ્યે ખલીફા જમાતખાના, કમલાણી ફળિયા, ભીડ ગેટ પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : રાણીબેન રોંશિયા (ઉ.વ. 42) તે રામજીભાઇના પત્ની, સ્વ. મોહિનીબેન માલશીંભાઇ દનિચાના પુત્રી, સ્વ. મૂલબાઇ જીવરાજભાઇ ગડણના દોહિત્રી, મૂલશંકરભાઇ, મોહનભાઇ, અનુપભાઇ, પૂનમબેન (મુંબઇ), સ્વ. કાંતાબેન, ગંગાબેનના ભાણેજી તા. 7-1-2025ના કરાચી-પાકિસ્તાન ખાતે અવસાન પામ્યા છે. સિયાકો તા. 12-1-2025ના રવિવારે સવારે 10 વાગ્યે મોહનભાઇ જીવરાજભાઇના નિવાસસ્થાન બી-800, સપનાનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મોહિનીબેન દનિચા (ઉ.વ. 73) તે સ્વ. માલશીંભાઇના પત્ની, સ્વ. જીવરાજભાઇ ગડણ, સ્વ. મૂલબાઇના પુત્રી, મૂલશંકરભાઇ, મોહનભાઇ, અનુપભાઇ, પૂનમબેન (મુંબઇ), સ્વ. કાંતાબેન, ગંગાબેનના બહેન, અરૂણાબેન, લક્ષ્મીબેન, ભાવનાબેનના નણંદ તા. 7-1-2025ના કરાચી-પાકિસ્તાન ખાતે અવસાન પામ્યા છે. સિયાકો તા. 12-1-2025ના રવિવારે સવારે 10 વાગ્યે મોહનભાઇ જીવરાજભાઇના નિવાસસ્થાન બી-800, સપનાનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ ગોધરાના નાનબાઇ તેજસીભાઇ બુચિયા (ઉ.વ. 70) તે સ્વ. તેજસીભાઇ જમનાદાસ બુચિયાના પત્ની, સ્વ. શામજીભાઇ, ખીમજીભાઇ, ભરતભાઇ, જયંતીભાઇ, અશોકભાઇ, હીરબાઇ, લક્ષ્મીબેન, મંજુલાબેનના માતા, સ્વ. પુરબાઇ, પદમાબેન, રાણુબેન, રતનબેન, પ્રેમિલાબેન, સ્વ. નાનજીભાઇ આયડી, ધનજીભાઇ લાંભા, અશોકભાઇ મણિયારના સાસુ, રમીલાબેન, ભાવનાબેન, ભાવેશ, રાજેશ, જગદીશ, સંજય, ધીરજ, ગીતા, વર્ષા, ગોવિંદ, નીતા, જયેશ, નવીન, હિતેષ, જશોદા, સંધ્યાના દાદી તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂરી થઇ ગઇ છે.

અંજાર : મૂળ અમદાવાદના કિશોરકુમાર મોહનલાલ રાઠોડ (ઉ.વ. 56) (વીડી ગ્રુપ શાળામાં દિવ્યાંગ બાળકોના શિક્ષક) તે ચંદ્રિકાબેનના પતિ, વૈભવી, વ્યોમના પિતા તા. 16-12-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 12-1-2025ના રવિવારે સાંજે 4થી 5 બી.આર.સી. ભવન, નવી કોર્ટની સામે, અંજાર ખાતે.

અંજાર : લાડુમોર મગનભાઇ ખીમાભાઇ (ઉ.વ. 52) તે સ્વ. ખીમાભાઇ રામભાઇના પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, સ્વ. જેરામભાઇ, બિજલભાઇ, પીઠાભાઇ, ચકુરભાઇના ભાઇ, કમલેશભાઇ, સુરેશભાઇના પિતા, પ્રતીકભાઇ, હરેશભાઇ, જયેશભાઇના કાકા, હર્ષદભાઇના મોટાબાપા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વિજયનગર, કોર્ટની પાછળ, પીંજોરાપીર રોડ, અંજાર ખાતે.

માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. કનકબેન (ઉ.વ. 96) તે ચંદુલાલ હરિલાલ વ્યાસના પત્ની, જાની ચંદુબેન મણિશંકરના પુત્રી, સુરેન્દ્ર, તરુણ, કમલેશ, મનીષ, વિમલાબેન, જયશ્રીબેન, ભાવનાબેનના માતા, પ્રતિમાબેન, સરયુબેન, કવિતાબેન (જુલી), બિના (બેહુલાબેન), સ્વ. હરેશભાઇ જાની, સ્વ. શૈલેશભાઇ પુરોહિત, અજિતભાઇ ભટ્ટના સાસુ, જાન્વી, નિપા, પ્રતીક, દિશા, કુલદીપ, કેયૂરના દાદી, સ્વ. ધવલ, કેવીન, રક્ષિત, પ્રિતેશ, જીનલ, યશના નાની, રુત્વી, હીરલના દાદીસાસુ, શ્રીમયી, પ્રણમ્યાના પરદાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2025ના સાંજે 4થી 5 મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ, નાગનાથ મહાદેવ રોડ, માંડવી ખાતે.

માંડવી : મૂળ ગોધરાના સોઢા નંદાબા ઉમરસંગજી (ઉ.વ. 62) તે સ્વ. સોઢા ઉમરસંગજી સાહેબજીના પત્ની, સોઢા કૃષ્ણસિંહ, જાડેજા શીતલબા, જાડેજા બંસરીબા, જાડેજા નિશાબાના માતા, સોઢા રુક્ષ્મણીબા, જાડેજા હિતેન્દ્રસિંહ, જાડેજા દેવેન્દ્રસિંહ, જાડેજા હિંમતસિંહના સાસુ, સોઢા પૂર્વરાજસિંહના દાદી, સોઢા ગજુભાના ભાભી, જાડેજા સ્વ. હરીબા જેઠુજીના પુત્રી તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી : જાગૃતિબેન ભટ્ટ (ઉ.વ. 58) તે દીપકભાઈના પત્ની, સ્વ. ઉર્મિલાબેન વિજયભાઈના પુત્રવધૂ, ઉર્વીના માતા, નીતિનભાઈ (બરોડા), સ્વ. તરુલતાબેન(અડાલજ, ગાંધીનગર), નીતાબેન (બરોડા)ના ભાભી, કવિતાબેનના જેઠાણી, સોનાલી (મસ્કત), રિયા (મસ્કત)ના મોટીબા, સ્વ. નયનસુખલાલ નરભેરામ લખલાણીના પુત્રી, સ્વ. યોગેશભાઈ, પ્રદીપભાઈના મોટા બહેન તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવવાળા નાકા બહાર, માંડવી ખાતે.

મુંદરા : મૂળ મોટી ખોંભડીના રામજીભા વલ્લભજીભા ચૌહાણ (ઉ.વ. 67) તે સ્વ. વલ્લભજી ચૌહાણ, ગં.સ્વ. મેઘબાઈના પુત્ર, રંજનબેનના પતિ, જયાબેન કીર્તિભાઇ પરમાર, સંદીપભાઈ ચૌહાણના પિતા, કીર્તિભાઇ માવજીભાઈ પરમારના સસરા, રોનક કીર્તિભાઇ પરમારના નાના, સ્વ. અરજણભાઇ કાનજીભાઈ ભટ્ટી, ગં.સ્વ. કમળાબેન અરજણભાઇ ભટ્ટીના જમાઈ (ભાણેજ), સ્વ. દિનેશભાઈ ગોપાલભાઈ ચાવડાના સાઢુ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન દિનેશભાઈ ચાવડાના બનેવી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1-2025ના સાંજે 4થી 5 દરજી સમાજવાડી. સર્વ સેવા સંઘની બાજુમાં, બસ સ્ટેન્ડ, મુંદરા ખાતે.

ભચાઉ : દાનાભાઈ કેશાભાઈ પરમાર (ઉ.વ. 70)?તે સ્વ. અમરાભાઈના ભાઈ, સ્વ. જીવીબેનના પતિ, રાજેશ, વિજય, ભારતીબેન વાલજીભાઈ ચૌહાણ (કડોલ), ગીતાબેન ઈશ્વરભાઈ જાદવ (ચોબારી)ના પિતા, પ્રેમજી અમરાભાઈ પરમારના કાકા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. જાગપાટ વિધિ તા. 13-1-2025ના રાત્રે ચામુંડા નગર, પટ્ટપાળિયા, ભચાઉ ખાતે. 

રાપર : ઘાંચી આમદભાઈ (ઉ.વ. 66) તે નૂરમામદ કારાના પુત્ર, હાજી, અબ્દુલ, આમીનના પિતા, રમઝુ હુશેન, સુલેમાન હુશેનના કાકાઈ ભાઈ, સુલેમાન નૂરમામદના મોટા ભાઈ, કાસમ, ઈબ્રાહિમ, ઈલિયાસ, આમીન, આશિફ  સમીરના મોટાબાપા, રમજુભાઈ (કાનમેર)ના સાળા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2025ના શનિવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન જૂની પીએચસીની બાજુમાં, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ વાંઢિયા (તા. ભચાઉ)ના સાવિત્રીબેન જયંતીલાલ પૂજારા (ઉ.વ. 78) તે જયંતીલાલ હરિલાલ પૂજારાના પત્ની, સંદીપભાઇ (પૂજારા કન્સ્ટ્રક્શ-માધાપર), સ્વ. ભાવિનીબેન, સ્વ. કુંતલબેનના માતા, જ્યોતિબેનના સાસુ, ક્રિષી, દેવ, ભાવિક, મીરાં, કૃપા, દિવ્યના દાદી, સ્વ. ભવાનજીભાઇ, સ્વ. નારાણજીભાઇ, સ્વ. રતિલાલભાઇ, અમૃતલાલભાઇ, સ્વ. દમયંતીબેન મંગલજી મિરાણી (અંજાર), અનસૂયાબેન જયંતીલાલ મિરાણી (ભચાઉ), ગં.સ્વ. વિરૂબેન ધીરજલાલ ચંદે (માધાપર)ના ભાભી, ગં.સ્વ. ભગવતીબેનના દેરાણી, મહેશભાઇ, હર્ષદભાઇ, મંગળાબેન, ક્રિષ્નાબેનના કાકી, સ્વ. વેલજીભાઇ પરષોત્તમ જીવાણી (અંજાર)ના પુત્રી, સ્વ. શાંતિલાલ, સ્વ. વસંતબેન, સ્વ. કુસુમબેન, ગં.સ્વ. મણિબેન, ગં.સ્વ. પ્રભાબેનના બહેન, ગં.સ્વ. ચંપાબેન દયારામભાઇના નણંદ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-1-2025ના સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે તેમજ દશો રાખેલ નથી.)

કોટડા-ચકાર (તા. ભુજ) : મહેશ્વરી દીપક ખીમજી સૂર્યા (ઉ.વ. 27) તે રામીબેન ખીમજી મગાના પુત્ર, વેલજી, સ્વ. પ્રેમજી ખેંગાર, હંસાબેન હીરજી આયડી (દહીંસરા), પારૂબેન ભાણજી થારૂ (દુધઇ)ના ભત્રીજા, દિનેશ, મીના, નવીન, સુરેશ, નીતિન, હરિ, બાબુ, રોહિત, દમયંતીના ભાઇ, અશોક જુમા કન્નર, અશોક સુમાર ફફલના સાળા, મૂરજી માતંગના દોહિત્ર, લખુ મૂરજી માતંગ (સિનુગ્રા)ના ભાણેજ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (બારસ) તા. 10-1-2025ના શુક્રવારે નિવાસસ્થાન કોટડા-ચકાર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ અંગિયાના રંજનબેન (ચાંદુબેન) (ઉ.વ. 85) તે સ્વ. રતિલાલ લખમશીના પત્ની, સ્વ. ભચીબેન લખમશી મહેતાના પુત્રવધૂ, સ્વ. સરસ્વતીબેન રાઘવજી શાહ, સ્વ. અમૃતલાલભાઇ મહેતા (અંગિયા)ના ભાભી, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, સ્વ. જયાબેન, ઇન્દુબેન, પુષ્પાબેનના મામી, સ્વ. વોરા ગુલાબબેન મોરારજી રંગજી (માનકૂવા)ના પુત્રી, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. ચમનલાલભાઇ, રમણીકલાલભાઇ (મુંબઇ), સ્વ. તારાબેન કરશનજી શાહ (સુખપર), સ્વ. વિમળાબેન વસંતભાઇ શાહ (માંડવી), સ્વ. જુગલબેન ધીરજલાલ મહેતા (વિથોણ)ના બહેન, માનવંતીબેન, માનવંતીબેન, નિરંજનાબેનના નણંદ, દિનેશ, સ્વ. નરેશ, ચંદ્રકાન્ત, શૈલેષ, પરેશ, ભાવેશ, દીક્ષિત (મુંબઇ), વિણાબેન, શીલાબેન, નયનાબેન (મુંબઇ), હર્ષાબેન, ગીતલબેનના ફઇ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક સંપર્ક : રમણીકભાઇ વોરા-91672 42564, દિનેશભાઇ વોરા-99792 54041, શૈલેષભાઇ વોરા-95376 51702, મલય શાહ (દેવપર) 98790 65419.

મોખાણા (તા. ભુજ) : જોમાબેન મુરાભાઈ ઢીલા (ઉ.વ. 93) તે સ્વ. મુરાભાઈ વાલાભાઈ ઢીલાના પત્ની, ઉગાભાઈ મુરાભાઈ ઢીલા, લખમણભાઈ મુરાભાઈ ઢીલા, ધનાભાઈ મુરાભાઈ ઢીલા (પ્રમુખ, રતનાલ-ડગાળા પ્રાથળિયા આહીર સમાજ વઇ), ગોપાલભાઈ મુરાભાઈ ઢીલા, જેઠાભાઈ મુરાભાઈ ઢીલા, કાનાભાઈ મુરાભાઈ ઢીલા, વિરાભાઈ મુરાભાઈ ઢીલા, રામજીભાઈ મુરાભાઈ ઢીલા, વાસુબેન કાનજીભાઈ વરચંદ, ડાઇબેન વિસાભાઈ વરચંદ, કંકુબેન ત્રિકમભાઈ વરચંદના માતા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાને મોખાણા ખાતે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા બૈરાજબા (ઉ.વ. 85) તે સ્વ. પોપટભા હોથીભાના પત્ની, જાડેજા લાલુભા, દિલુભા, જીતુભાના માતા, જાડેજા વિક્રમસિંહ, અજિતસિંહ, મહિપતસિંહના કાકી, સ્વ. કાકુભા, દશરથસિંહ, પ્રવીણસિંહ, જયેન્દ્રસિંહ, અનુભા, રાજુભા, કલુભા, કનકસિંહના ભાભી, હિતેન્દ્રસિંહ, રોહિતસિંહ, હરપાલસિંહ, મહિપાલસિંહ, ચંદ્રસિંહ, નીરપાલસિંહ, સંજયસિંહ, યુવરાજસિંહ, હરદીપસિંહ, વિજયસિંહ, વિશ્વરાજસિંહ, રાજવીરસિંહના દાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-1 સુધી દરબાર ગઢ ડેલામાં. ઉત્તરક્રિયા તા. 20-1-2025ના સોમવારે નિવાસસ્થાને.

દુર્ગાપુર (તા. માંડવી) : મૂળ માંડવીના સેવક કરસનદાસ રામદાસ અગ્રાવત (ઉ.વ. 82) (નિવૃત્ત કર્મચારી એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-માંડવી-હિંગલાજ માતાજી મંદિરના પૂજારી) તે ચંદ્રિકાબેનના પતિ, સ્વ. નારણદાસ હરિદાસ કુબાવતના જમાઇ, પંકજભાઇ (એમ.એમ.સી.બી. બેંક-માંડવી), કોમલભાઇ (પૂર્ણા ફેશન જ્વેલર્સ-ભુજ), ચિંતલબેન સુભાષભાઇ લશ્કરી (ઓખા)ના પિતા, ચેતનાબેન, પલ્લવીબેનના સસરા, સ્વ. જાદવદાસ, સ્વ. જમનાદાસ, સ્વ. લાલદાસ, સ્વ. શાંતાબેન મણિલાલ (સુરેન્દ્રનગર)ના ભાઇ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. હંસાબેન, ગં.સ્વ. ધીરજબેનના દિયર, રમેશ, લવકુમાર, જગદીશ, અતુલ, વ્યોમેશ, હિરેન, સ્વ. ભારતીબેન હીરાલાલ (ઝરપરા), મીનાબેન પ્રફુલ્લચંદ્ર (ડોમ્બીવલી), શર્મિલાબેન અનિલકુમાર (મોરબી), કલ્પનાબેન પરેશકુમાર (ગાંધીધામ), દીપ્તિબેન ગિરીશકુમાર (દરશડી), વૈશાલીબેન વિજયકુમાર (કોડાય પુલ), રચનાબેન ભરતકુમાર (કિડાણા)ના કાકા, કુશલ, ખુશી, નેહા, પૂર્ણા, અંકુર, મિતેષ, ડો. તન્મય, કુલદીપ, પાર્થ, વિવેક, કાર્તિક, ફેમિના સ્વપ્નિલ (જૂનાગઢ), ખુશ્બૂ હિમાંશુ (વેરાવળ), નિરાલી, પ્રાચી, નિયતિના દાદા, પુનિત, મિહિરના નાના, ઉષાબેન, હર્ષિદાબેન, નિર્મળાબેન, રંજનબેન, હર્ષાબેન, કવિતાબેનના કાકાજી સસરા, પ્રજ્ઞાબેન, શ્રદ્ધાબેન, ભાર્ગવીબેનના દાદાજી સસરા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1- 2025ના શનિવારે બપોરે 4થી 5 નિવાસસ્થાને અલ્પનગરી, દુર્ગાપુર ખાતે.

પુનડી?(તા. માંડવી) : પ્રવીણાબા જાડેજા (ઉ.વ. 68) તે વનરાસિંહ કેશુભા જાડેજાના પત્ની, ધર્મેન્દ્રસિંહ, શીતલબાના માતા, નવુભા બહાદુરસિંહ તથા સુખદેવસિંહના ભાભી, વિશાખાબા તથા જયવીરના દાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1-2025ના સોમવારે જાડેજા સમાજવાડી, પુનડી ખાતે.

બિદડા (તા. માંડવી) : હાસબાઇ હીરાભાઇ ધેડા (ઉ.વ. 80) તે સ્વ. હીરાભાઇ ભારાના પત્ની, ફકીરા હીરાભાઇ, નેણબાઇ ખેરાજ દેવરિયા (રેહા), ચાગબાઇ જેઠાલાલ રોશિયા (સલાયા), ભાવના ભીમજી માતંગ (રતનાલ)ના માતા, ગાભા ખમુ, ખેરાજ ખમુ દોરૂ (મઉં)ના બહેન તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

નાની રાયણ (તા. માંડવી) : રામભાઈ ગાવિંદભાઈ મુંધુડા (ગઢવી) (ઉ.વ. 82) તે સભાઈબેનના પતિ, પબુભાઈ, રતનભાઈ, દેવાંધભાઈ, ગોપાલભાઈ, સ્વ. હરધોળ (ધુલાભાઈ), જેતબાઈ, વાલબાઈ, પનંઈબાઈ, માકબાઈના ભાઈ, નાગાજણ, કલ્યાણ, સોનબાઇ અને સાવિત્રીબેનના પિતા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-1 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાને. ઉત્તરક્રિયા (પાણી) ગોત્ર પૂરતું તા. 20-1-2025ના સોમવારે ધ્રબડા વાડી, નાની રાયણ ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : સદુભા મમુભા જાડેજા (ઉ.વ. 95) તે સ્વ. હનુભા, નવુભા, કિરીટસિંહ, પ્રતાપસિંહ, વસંતબાના પિતા, વિજયસિંહ, સિદ્ધરાજસિંહ, રાજેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહના દાદા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1 સુધી દરબારગઢ ડેલી, સમાઘોઘા ખાતે. ઉત્તરક્રિયા તા. 20-1-2025ના નિવાસસ્થાને.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : હિતેન (લાલો) (ઉ.વ. 27) તે સ્વ. કમળાબેન તથા કાંતિલાલ ચાવડાના પુત્ર, સ્વ. ખેતશીભાઇ ફકુ તથા રામીબેનના પૌત્ર, ધનજીભાઇ, લક્ષ્મીબાઇ વિશ્રામ યાદવ (હમીરપર), લાલબાઇ પૂંજા વાઘેલા (કોટડા)ના ભત્રીજા, જિતેન્દ્ર, પ્રીતિબેન, જય, વિનોદ, ભરત, અનિતાબેન (ભુજ), વનિતાબેન (ગાંધીધામ)ના ભાઇ, હરેશ ભીમજી દાફડા (કાદિયા નાના)ના ભાણેજ, રિદ્ધિ, જીલ, રુદ્ર, શૌર્યના કાકા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (બારસ) તા. 13-1-2025ના સોમવારે પાણીયારો અને તા. 12-1-2025ના રાત્રે સત્સંગ તથા બેસણું નિવાસસ્થાને સુખપર (રોહા) ખાતે.

આણંદસર-વિથોણ (તા. નખત્રાણા) : મગન મેરિયા (ઉ.વ. 22) તે સ્વ. રામીબેન તથા નાનજીભાઈ મૂરજી મેરિયાના પુત્ર, પ્રકાશ, જેન્તી, ધનબાઈ રવજી સીજુ (રામવાડી)ના નાના ભાઈ, ગં.સ્વ. મગીબેન, સ્વ. વેલજી મૂરજી, ડાઇબેન દેવશી બુચિયા (વડવા), પદમાબાઈ કાનજી સીજુ (મખના), જીવાબાઈ દાનજી સીજુ (ભડલી)ના ભત્રીજા, ધનબાઈ વેલજી સીજુ (નેત્રા), શાંતાબાઈ મૂરજી બળિયા (રામપર સરવા), રામ વેલજીભાઈ મેરિયાના કાકાઈ ભાઇ, વિરમ મૂરજી સીજુ (ભારાસર)ના ભાણેજ તા. 8-1-204ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 11-1-2025ના શનિવારે સાંજે અને પાણી ઘડાઢોળ તા. 12-1-2025ના રવિવારે સવારે નિવાસસ્થાન આણંદસર ખાતે.

મોટી ચીરઇ (તા. ભચાઉ) : મૂળ કુંભારિયા (તા. રાપર)ના જાડેજા મનુભા ટપુભા (ઉ.વ. 75) તે જાડેજા વનરાજસિંહના પિતા, સ્વ. જાડેજા હનુભા, ભીખુભા, સુજાનસિંહ, સ્વ. બહાદુરસિંહ, રણજિતસિંહ, મહેન્દ્રસિંહના ભાઇ તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર મોટી ચીરઇ ખાતે. બેસણું તા. 13-1-2025ના સોમવારે, ઉત્તરક્રિયા તા. 18-1-2025ના શનિવારે.

પિથોરાનગર-હીરાપર (તા. અબડાસા) : નરભોજી વિશોજી (ઉ.વ. 72) તે કલુભા, અમરસિંહ, શંભુસિંહ, ધનજી, રામસિંહ, સ્વ. સવાઇસિંહ, સ્વ. રણછોડસિંહ, ભચુભા, ચનુભા, તોગુભા, સ્વરૂપસિંહ, ચંદુભા, ચતરસિંહ, બહાદુરસિંહ, જીતુભા, અરવિંદસિંહના ભાઇ, જુવાનસિંહ, રૂપસિંહ, રાહુલસિંહ, સ્વરૂપસિંહ, રૂપસિંહ, દાનુભા, ખુમાનસિંહ, રાજુભા, રૂપસિંહ, નરેન્દ્રસિંહ, ભુરૂભાના કાકા, દિવ્યરાજસિંહના દાદા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને પાણીઢોળ તા. 14-1-2025ના પિથોરાનગર ખાતે.

તેરા (તા. અબડાસા) : હાલે કશેલી (ભીવંડી-મુંબઇ) લોહાર અ.સૌ. મીનાબેન ઉમરાણિયા (ઉ.વ. 65) તે સામજીભાઇ દામજીભાઇ ઉમરાણિયાના પત્ની તા. 4-1-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2025ના શનિવારે બપોરે 3થી 5 હીરાલાલ ઉમરાણિયાના નિવાસસ્થાન સહજાનંદ નગર, ગરબી ચોક, મિરજાપર (તા. ભુજ) ખાતે.

નોડેવાંઢ-ભાનાડા (તા. અબડાસા) : નોડે ઇભલા કાસમ (ઉ.વ. 65) તે સલીમ તથા મામધહુશેનના પિતા, ઇસ્માઇલના ભાઇ, અબ્દુલ હાજી મામદના મામા, હાજી ઓસમાણ ઇલિયાસના ભાણેજ તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નોડેવાંઢ ખાતે.

નુંધાતડ (તા. અબડાસા) : સાડ અમાંબાઈ ઈબ્રાહિમ (ઉ.વ. 84) તે રમજાન અને મામદના માતા, હનીફ અને ઇકબાલના દાદી તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2025ના શનિવારે સવારે 10થી 11 મસ્જિદમાં, નુંધતાડ ખાતે.

અરજણપર (અબડાસા) : હંસરાજભાઈ પરબતભાઈ સેંઘાણી (ઉ.વ.90) તે પરબતભાઈ પાંચાભાઈના પુત્ર, ડાયાલાલભાઈ (કોઠારા), દિનેશભાઈ બાબુલાલભાઈ, ચંચલબેન છગનભાઈ ધોળુ (દુજાપર), લીલાબેન જયંતીભાઈ છાભૈયા (વિભાપર)ના પિતા, કાંતાબેન (કોઠારા), શાંતાબેન, હેમલતાબેનના સસરા, દક્ષાબેન, પ્રીતિબેનના દાદાસસરા, હિતેશ, પરેશ, મયૂર, કપિલ, જિતેન, પ્રીતિબેન (પદમપુર), દિવ્યાબેન (થરાવડા), કિંજલબેન (બિદડા), રુચિબેનના દાદા તા. 8-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-1-2025ના શુક્રવારે તેમજ તા. 11-1-2025ના શનિવાર એમ બે દિવસ સવારે 8થી 11 વાગ્યે અને બપોરે 3થી 5 સુધી બાબુલાલભાઈ હંસરાજ સેંઘાણીનાં નિવાસસ્થાન અરજણપર ખાતે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd