ભુજ : મૂળ દરશડીના વર્યા જુસબ અબ્દુલા (ઉ.વ. 64) તે મ. વર્યા
અબ્દુલા અલીમામદના પુત્ર, મ. હુશેન, ઇસ્માઇલ, ગુલામઅલી (દરશડી)ના ભાઇ, આમીન, મહંમદ
હનીફના પિતા, ચાનિયા ગની રમજુ (બારોઇ)ના બનેવી, સમા નઝીરહુશેન નૂરમામદ, લાખા મુનીર
હાજી ભચુ (કચ્છમિત્ર)ના સસરા, વર્યા અલીમામદ ઓસમાણ, અબ્દુલ કાસમ (વાયોર), આમદ સિધીક
(બાઢિયા), હનીફ સાલેમામદ (ભુજ)ના કાકાઇ ભાઇ, ગુલામઅલી આમદ, સુલેમાન આમદ (મોટા લાયજા)ના
મામાઇ ભાઇ, હારુનહુશેન, રમજાન, ફિરોજ (આર્મી), અબ્દુલા, સોહિલના કાકા તા. 7-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-1-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 જાફરશા
પીરની દરગાહ પાસે, રહીમનગર, ઉસ્માની મસ્જિદ, ભુજ ખાતે.
ભુજ : મ.ક.સ.સુ. (દરજી) કલાબેન (ઉ.વ. 65) તે અશોક મૂળજી ધામેચાના
પત્ની, જિતેન, પ્રિતેશના માતા, સ્વ. કુંવરબેન મૂળજી ધામેચાના પુત્રવધૂ, સ્વ. ચંદુલાલ
મૂળજી ધામેચા, સ્વ. કાંતાબેન બાબુલાલ (ભુજ), સ્વ. વસંતબેન બિહારીલાલ (માધાપર), સ્વ.
અનસૂયાબેન (ભુજ), પન્નાબેન દિલીપભાઇ (પાટણ)ના ભાભી, મીનાબેન પ્રકાશભાઇ, સરલાબેન કિરણભાઇના
કાકી, સ્વ. લીલાવંતીબેન લખમશી પરમાર (ભુજ)ના પુત્રી, સ્વ. કાંતિલાલ, નવીનભાઇ, મોહનભાઇ
(ભુજ), સ્વ. મુક્તાબેન શાંતિલાલ (અંજાર), વીણાબેન હર્ષદભાઇ (અમદાવાદ), સ્વ. મંજુબેન
પ્રકાશભાઇ (માધાપર), સ્વ. માલતીબેન સુરેશભાઇ (માંડવી)ના બહેન તા. 6-1-2025ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-1-2025ના સાંજે 4થી 5 દરજી સમાજવાડી, ભુજ
ખાતે.
ભુજ : કાન્તાબેન રતિલાલ વસાણી (ઠક્કર) (ઉ.વ. 90) તે સ્વ. કેશવલાલ
કરશનદાસ તન્ના (જામનગર)ના બહેન, અનિતા જયસુખ (જિતેન્દ્ર), સુનીલ, સ્વ. દિનેશ, નલિનીબેન
જગદીશકુમાર લાલ, સ્મિતાબેન અશોકકુમાર વડેરાના માતા, સોનલના સાસુ, ભાવિન, મયુરી, પ્રશાંત,
ગૌરવ, કેવિન, માનસી કુમાર તન્ના (દ્વારકા)ના દાદી, મોસમી નિખિલકુમાર, મોનિકા અલ્પેશકુમાર,
ચાંદની અમિતકુમાર, મનાલી મોહિતકુમાર, સપના, નિકુંજ, અપેક્ષા આકાશ, જીગ્રેનના નાની તા.
6-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન
મંદિર, ભુજ ખાતે.
ભુજ : ચંદ્રેશ (જવાન) (ઉ.વ. 62) તે સ્વ. ભાગ્યવંતી કાંતિલાલ
છગનલાલ શાહના પુત્ર, પ્રતિમાના પતિ, દીપના પિતા, સ્વ. સંધ્યારાણી દુગ્રાદાસ દત્તા
(ગાંધીધામ)ના જમાઈ, ભારતી (કોચિન), હિરેન, ભાવેશ (રિશી સેલ્સ)ના ભાઈ, સ્વ. સુરેન્દ્ર
દોશી (કોચિન)ના સાળા, વીમીના જેઠ, રિશીના કાકા, કેતકી અને વિશાલના મામા, કેશવ, વાસબ,
પ્રમોદ, નારાયણ, વિશ્વનાથ, અંજલિ, કરુણાના બનેવી તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-1-2025ના બુધવારે સાંજે 4થી 5 ડોસાભાઈ જૈન ધર્મશાળા પ્રથમ માળે, હેડ પોસ્ટ ઓફિસ
સામે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ નવા કંડલાના પ્રતાપભાઇ છગનલાલ ચૌહાણ (વાળંદ)
(ઉ.વ. 69) તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. રમેશભાઇના ભાઇ, સ્વ. નિર્મળાબેનના
પતિ, સ્વ. જયેશ અને ધર્મિષ્ટા (ધારા)ના પિતા, કમલેશ જેન્તીલાલ જગતિયા (વાળંદ)ના સસરા,
શૈલેષ, કેતનના કાકા, નિખિલ, પ્રજ્ઞેશના મોટાબાપા તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, ઓસ્લો રોડ, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : અંજના બુચિયા (મહેશ્વરી) (ઉ.વ. 23) તે નાનબાઇ લક્ષ્મણભાઇ
મહેશ્વરીના પુત્રી, સ્વ. હરિભાઇ વેલજીભાઇ બુચિયાના નાના ભાઇના પુત્રી, સ્વ. હંસાબેન
પુનમભાઇ ચુંણા, કેસરબાઇ ગોવિંદભાઇ ધુવા, હીરબાઇ સામજીભાઇ ધુવા, રાજબાઇ પ્રેમજીભાઇ ચુંણાના
ભત્રીજી, અમિત, અશ્વિ, હંસાબેન, ડિમ્પલ, ચાંદની, આદિત્યના બહેન, કાજલબેનના નણંદ તા.
6-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ નિવાસસ્થાન મકાન નં. 366, ગણેશનગર ખાતે પૂર્ણ
થયેલી છે.
આદિપુર : મૂળ જામનગરના ભીખુભાઇ ગગુભાઇ પરમાર (ઉ.વ. 81) તે પીયૂષ,
ઉષા, દીપાના પિતા, કંચન પીયૂષ પરમાર, પરેશ આર. ગોહિલ, ધર્મેન્દ્ર પી. ઝાલાના સસરા,
વિશ્વા, દર્શના દાદા, શૈલજા, યશ્વી, ક્રિશા, જિશાના નાના તા. 6-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ઓમ મંદિર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ
સામે, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મૂળ આધોઇના ઔદિચ્ય બ્રાહ્મણ ઠાકર જયંતીલાલ મોહનલાલ
(ઉ.વ. 61) તે સ્વ. ભગવતીબેન મોહનલાલ ઠાકરના પુત્ર, સ્વ. અનસૂયાબેન લાભશંકર ઠાકર (માનકૂવા)ના
ભત્રીજા, પારૂલબેનના પતિ, સ્વ. નિર્મળાબેન નરસિંહપ્રસાદ જોષી (વરસામેડી)ના જમાઇ, રાવલ
જગજીવનભાઇ વિશ્વેશ્વર (માધાપર)ના દોહિત્ર, અશ્વિન, કપિલના પિતા, નેહલબેનના સસરા, દીપના
દાદા, વસંતબેન, પુષ્પાબેન, જ્યોત્સનાબેન, અરવિંદભાઇના ભાઇ, રીટાબેનના જેઠ, હસમુખલાલ
જોષી, પરસોત્તમભાઇ પંડયા, કિરીટભાઇ જોષીના સાળા, ભારતીબેન, જયશ્રીબેન, પુષ્પાબેન, મયૂરભાઇ,
સ્વ. રુદ્રેશના બનેવી, વિજયાબેન વિજયભાઇ વ્યાસના વેવાઇ તા. 7-1-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2025ના સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી,
ટીંબી કોઠા, અંજાર ખાતે.
અંજાર : ગં.સ્વ. શાંતાબેન રણછોડદાસ પરબિયા (ઉ.વ. 85) તે સ્વ.
રણછોડદાસ રતનશી પરબિયાના પત્ની, સ્વ. ગંગાબેન રતનશી પરબિયાના પુત્રવધૂ, સ્વ. દેવકાબેન
હરભમ માણેક (વરસામેડી)ના પુત્રી, સુનીલ, નીતિન, ભરત, દક્ષાબેન આણંદજી રાવલિયા, મીનાબેન
કનૈયાલાલ પોપટ (ભચાઉ)ના માતા, નીરૂબેન ભરતભાઇના સાસુ, સ્વ. હીરજીભાઇ (ભોપાશ્રી), રમણીકલાલ,
રસિકલાલ (મુંબઇ), સ્વ. કાશીબેન (મુંબઇ), સ્વ. ગોદાવરીબેન (મુંબઈ), સ્વ. શાંતાબેન (મુંબઇ)ના
ભાભી, જિજ્ઞેશ, મિતેષ, જયેશ, મીત, રાજના નાની, ભાવિકના દાદી તા. 7-1-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી,
સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : બુખારી વ. કાદરી મો. આદીલ (ઉ.વ. 9) તે બુખારી વ. કાદરી
સબીરબાપુના પુત્ર, બુખારી કાદરી રહીમબાપુના પૌત્ર તા. 6-1-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 8-1- 2025ના બુધવારે સવારે 11થી 12 અક્સા મસ્જિદ, એકતાનગર-2, અંજાર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મ.ક.સ.સુ. હંસાબેન (ઉ.વ. 58) તે અશોક નારણજી
સોલંકી (દુધઈવાળા)ના પત્ની, ગં.સ્વ. વિજયાબેન નારણજીના પુત્રવધૂ, બળવંતભાઈ, કાંતિલાલ,
મહેશભાઈ, ભાનુબેન, લીલાવંતીબેન, નિર્મળાબેનના ભાભી, સ્વ. વંદનાબેનના દેરાણી, વર્ષાબેન,
ઉર્મિલાબેનના જેઠાણી, સ્વ. મુકતાબેન કાંતિલાલ ધર્મેચા (અંજાર)ના પુત્રી, સ્વ. વિનોદભાઈના
બહેન, પ્રેમજીભાઈ બાબુભાઈ જેઠાલાલ ધર્મેચા (અંજાર)ના ભત્રીજી, હેતલ, સોનલ, રશ્મિ, કોમલ,
હિના, કરણના માતા, જિગર, રવિ, વિષ્ણુના સાસુ, દીપ, મોહિત, જીમિત, દિલીપના કાકી, ધાર્મિક,
રિદ્ધિ, આરુષિ, ખુશીના નાની તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બ્રહ્મસમાજ વાડી, યક્ષ મંદિર રોડ, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : મૂળ પદ્ધરના લોહાર હરીશભાઈ આત્મારામભાઈ હંસોરા
(ઉ.વ. 52) (યુનિયન બેન્ક બળદિયા) તે સ્વ. શાંતાબેનના પુત્ર, સંગીતાબેનના પતિ, નવીનભાઈ
(નિવૃત્ત એસ.ટી.), સ્વ. દિલીપભાઈ (માધાપર), જગદીશભાઈ (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન પ્રેમજીભાઈ
પિત્રોડા (દેવપર યક્ષ), ગં.સ્વ. ધનગૌરીબેન ગોવર્ધનદાસ ઉમરાણિયા (આદિપુર), ગં.સ્વ. મુક્તાબેન
રમેશભાઈ મારૂ (માંડવી), ભાવનાબેન મોહનભાઇ પઢારિયા (ભચાઉ)ના ભાઈ, ગં.સ્વ. દયાબેન ધરમશી
પિત્રોડા (સિનુગ્રા)ના જમાઈ, તેજસ તથા બંસીના પિતા, જિજ્ઞાસાબેનના સસરા, હેતાંશી, ખુશી,
દેવ, દેવાંશીના દાદા, સુનીલ, કોમલ, નિરાલીના કાકા, તૃપ્તીબેનના કાકાજી સસરા, મયૂર,
મહિમા, હિરેન, રીયાના મોટાબાપા, નીતાબેનના દિયર, દિવ્યાબેન, હિનાબેનના જેઠ તા.
7-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન
જડેશ્વર મહાદેવ મંદિર બાજુમાં, શિવનગર સોસાયટી, કેરા ખાતે.
ડગાળા (તા. ભુજ) : ખત્રી હાજી મુસા કરીમ મામદ (ઉ.વ. 69) તે અલીમામદ,
જુસબના ભાઇ, ઝકરિયા, અ.હમીદ, અલ્તાફ, સારાબાઇ હાસમ (અજરખપુર), આઇશાબાઇ હસન (ગાંધીધામ),
બિલ્કીશબાઇ અયાઝ, મુમતાજબાઇ ઇમરાન (ધમડકા)ના પિતા તા. 7-1-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 10-1-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. પરસોત્તમ શિવજી રાઠોડ (ઉ.વ.
82) (નિવૃત્ત પાતાળકૂવા ઓપરેટર) તે સ્વ. નાનુબેન શિવજી રાઠોડના પુત્ર, હંસાબેનના પતિ,
સ્વ. હરખુબેન દામજી પરમારના જમાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. સંગીતાબેન, મનોજભાઇ (પીજીવીસીએલ-ભુજ),
વિનોદભાઇ (પીજીવીસીએલ-ભુજ)ના પિતા, ગં.સ્વ. તરુણાબેન, નયનાબેન, દીપ્તિબેનના સસરા, જાહન્વી,
તમન્ના, કૌશલ, નિકુંજ, મિત, કેવલના દાદા, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. મૂળજીભાઇ,
સ્વ. નથુભાઇ, શાંતિલાલભાઇ, સ્વ. ગંગાબેન, ગં.સ્વ. ગૌરીબેનના નાના ભાઇ તા. 7-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય
સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : તેજબાઇ વીરજી રોશિયા (ઉ.વ. 81) તે સ્વ. વીરજી
તેજપાર રોશિયાના પત્ની, સ્વ. નરશી, સ્વ. ભીમજી, વાલુબેન, શાંતાબેન, માનબાઇના માતા,
કલ્યાણભાઇ, ડાયાલાલ, આસમલભાઇ, હંસાબાઇ, ભચીબાઇના ભાભી, રમેશ, દામજી, રામજી, લાલજીના
મોટીમા, દામજીભાઇ, નામોરીભાઇ, દેવજીભાઇ, સેજબાઇ, જશુબેનના સાસુ, પ્રશાંત, જયેશ, કિશન,
દિનેશ, નરેશ, ભારતી, જ્યોત્સનાના દાદી, સ્વ. પૂંજાભાઇ ભાણાભાઇ આયડીના પુત્રી, સ્વ.
જખુભાઇ, સુમારભાઇ, મગનભાઇ, ડાઇબાઇના બહેન તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 8-1-2025ના આગરી તથા તા. 9-1-2025ના પાણી.
ગોડપર-સરલી (તા. ભુજ) : જત ખતુબાઈ (ઉ.વ. 50) તે હમીદ (ચિચુભા)ના
પત્ની, અનવર, સુલતાન અને શાબાનના માતા તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-1-2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન ગોડપર ખાતે.
જદુરા (તા. ભુજ) : થેબા હારુન સુલેમાન (ઉ.વ. 72) તે રમજાન (મુતવલી)ના
ભાઈ, હુસેન અને મુસાના પિતા તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-1-2025ના
ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન જદુરા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ અંગિયાના નાથબાવા પ્રિયાબેન (ઉ.વ.
31) તે ગં.સ્વ. જમનાબેન ભીમનાથના પુત્રી, ગં.સ્વ. બચુબેન, સ્વ. કલ્યાણનાથના પૌત્રી,
લક્ષ્મીબેન, ગીતાબેન, હિનાબેન, નીતાબેન, છાયાબેન, નીલમબેન, ચાંદનીબેન, રમેશનાથ, શક્તિનાથ,
સ્વ. કિશનનાથના બહેન, સ્વ. સામનાથ, ગં.સ્વ. મણિબેન સામનાથ (લાયજા)ના દોહિત્રી, સ્વ.
દેવનાથ, કરશનનાથ, સોમનાથ, નારાણનાથ, કરમનાથ, શિવનાથના ભત્રીજી, રાજેશનાથ, કમલેશનાથ,
ઉમેદનાથ, દીપકનાથ, પ્રણવનાથ, હરેશનાથના સાળી, હીરબાઇ મેઘનાથ, કાંતાબેન ઉમેદનાથના ભત્રીજી,
લક્ષ્મીબેન ભીમનાથ, વિમળાબેન રામનાથ, ગં.સ્વ. સામબાઇ રમેશનાથ, મીનાબેન ભરતનાથ, હેમલતાબેન
હસમુખનાથ, સ્વ. રતનનાથ સામનાથ, શાંતાબેન, ડમીબેન, બુધીબેનના ભાણેજી, અસ્મિતાબેન, ફોરમબેન,
શિવન્યા, ધ્યાની, નંદની, દેવાંશી, પ્રિયાંશી, હર્ષદનાથ, ચિરાગનાથ, રિયા, કાર્તિકનાથ,
દૃષ્ટિ, ઇશા, શ્રીષા, કૃણાલનાથ, કુંદનનાથ, સાક્ષી, રાનીના માસી, ઇશાની, શિવાય, હેપી,
કિશન, શિવમ, નક્ષમના ફઇ તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા.
16-1-2025ના ગુરુવારે નિવાસસ્થાન મેરાઉ?ખાતે.
બાગ (તા. માંડવી) : પ્રેમજી કરસનજી જોષી (ઉ.વ. 86) તે સ્વ. મીઠાબાઈ
કરસનજી નાનજી જોષીના પુત્ર, સ્વ. પાર્વતીબાઈના પતિ, જવેરબેન, પોપટલાલ, ભાઈલાલ, દયારામના
પિતા, જેઠાલાલ વ્યાસ, વિમળાબેન, રુક્ષ્મણિબેન, દમયંતીબેનના સસરા, ગં.સ્વ. કેસરબાઈ કરસનજી
મોતા, સ્વ. ગવરીશંકર, સ્વ. પ્રભુલાલ, ભગવાનજી, સ્વ. જેન્તીલાલના મોટાભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન,
મધુબેન, ગં.સ્વ ભારતીબેનના જેઠ, કલ્પના, રાજેશ, જગદીશ, નારણ, કલ્યાણ, મયૂર, રસીલા,
નિરાલીના દાદા, હિતેષ, મનીષ, નીલેશ, હેતલ, કુંતન, પલ્લવી, સચિન, જતિનના કાકા, સ્વ.
ગંગાબાઈ જીવરામ વિસનજી મોતાના જમાઈ, લધાશંકર, અમરતલાલ, ગં.સ્વ. નીમુબેન જીવરામ, ગં.સ્વ.
વેજબાઈ શિવજી, બચુબાઈ પરસોત્તમ, સાવિત્રીબેન રમેશભાઈના બનેવી, દક્ષાબેન, ભક્તિબેન,
નિશાબેન, અલ્પેશભાઈ, મુકેશભાઈ, અંબરભાઈના દાદા સસરા, રુચિ, કૌશિકા, અંજલિના પરદાદા,
સ્વ. વેલજી, સ્વ. મૂરજી, સ્વ. મીઠાબાઈ, સ્વ. લખમીબાઈના ભત્રીજા, કુંવરજી સામજી માકાણીના
દોહિત્ર અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 8-1-2025ના બુધવારે બપોરે 2થી 5 બાગ
રાજગોર સમાજવાડી ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : તુલસીદાસ મીઠુભાઇ રોલા (ઉ.વ. 53)
તે સ્વ. રેખાબેનના પતિ, ઋત્વિક, ટીનાના પિતા, મીઠુભાઇ કારાભાઇ રોલા (નિવૃત્ત પોસ્ટ
માસ્તર)ના પુત્ર, સ્વ. મંગલભાઇ કચરાભાઇ રોલાના ભત્રીજા, છગનલાલ મીઠુભાઇ રોલા (પોસ્ટ
ઓફિસ-માંડવી), સ્વ. જીવરાજ મીઠુભાઇ રોલા, આત્મારામ મંગલભાઇ રોલા (પોસ્ટ ઓફિસ-ભુજ),?ખીમજી
મંગલભાઇ રોલા, મહેશ મંગલભાઇ રોલા, બબીબેન રામજી ધેડા (કારાઘોઘા), રાણબાઇ પ્રવીણ ચુઇયા,
હંસા દિલીપ ફફલ (ગોકુલધામ-માંડવી)ના ભાઇ, દીપક, રીટા, સંજય, વિજય, અજિત, ચેતન, ભૂમિના
કાકા, સ્વ. જખુભાઇ બુધુભાઇ ફુલિયા (દરશડી)ના જમાઇ તા. 6-1-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકવિધિ (દિયાડો) તા. 8-1-2025ના નિવાસસ્થાન મોટા સલાયા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મંજુલાબેન બહાદૂર ભટ્ટ (ઉ.વ. 61) તે બહાદૂર
ભાણજી ભટ્ટના પત્ની, સવી, ગીતા, જયા, રેખા, કાજલ અને અનિલના માતા, રાણારામ બુધારામ
ભટ્ટ (નારાણપર-કેરા)ના પુત્રી તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઘાસ
કોઠાની પાછળ, ગઢશીશા ખાતે.
બેરાજા (તા. મુંદરા) : મૂળ નાની ખાખરના જાડેજા વીરેન્દ્રસિંહ
(પપુભાઇ) ખુમાનસિંહ (ઉ.વ. 46) તે સ્વ. વેરૂભા રતનજીના પૌત્ર, જાડેજા ખુમાનસિંહના પુત્ર,
કનુભા, મહિપતસિંહ, ભરતસિંહના ભત્રીજા, અશોકસિંહ, ચેતનસિંહ, સ્વ. હાર્દિકસિંહ, સિદ્ધરાજસિંહ,
સુધીરસિંહ, પ્રતીકસિંહના મોટા ભાઇ, મહિદીપસિંહના પિતા તા. 6-1-2025ના અવસાન પામ્યા
છે. બેસણું અને પ્રાર્થનાસભા તા. 10-1-2025ના શુક્રવારે મોટા દરબારગઢ, ઠાકર મંદિરની
બાજુમાં, ક્ષત્રિય સમાજવાડી, બેરાજા ખાતે અને ઉત્તરક્રિયા તા. 15-1-2025ના બુધવારે.
સાડાઉ (તા. મુંદરા) : હાલેપોત્રા અબ્દુલ હાજી દાઉદ (ઉ.વ.
48) તે મ. શકીલ, ઇકબાલ, રજબના ભાઇ, મ. અબ્દુલ્લા, ઉમર, મામદ, ઇસ્માઇલના ભત્રીજા, સુફિયાન
આશિફના મોટાબાપા તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-1- 2025ના સવારે
10થી 11 નિવાસસ્થાન દરગાહની બાજુમાં, સાડાઉ?ખાતે.
નાની ગોધિયાર (તા. નખત્રાણા) : સોઢા વનિતાબા અનિરુદ્ધસિંહ (ઉ.વ.
26) તે કુલદીપસિંહના માતા, અનિરુદ્ધસિંહ મીઠુભાના પત્ની, મીઠુભા, અંદરસિંહ, ભાણજી,
કરસનજી, હીરજી, કલ્યાણસિંહ, પ્રતાપસિંહ, ભચાજી, વાઘજી, શેરસિંહ, ભૂરજી, હીરજી, કરસનજી,
નાથુસિંહ, સવાઇસિંહ, હાકમસિંહના પુત્રવધૂ, રવિરાજસિંહ, વનરાજસિંહ, અક્ષયસિંહ, રાજવીરસિંહના
ભાભી, પૂર્વરાજસિંહ, વિશ્વરાજસિંહ, શિવરાજસિંહના કાકી, રાસુભા, સવાઇસિંહ, ભરતસિંહ હીરજી,
દિલીપસિંહ, ચેતનસિંહ, અનિરુદ્ધસિંહ કલ્યાણસિંહના નાના ભાઇના પત્ની, જાડેજા પૂંજાજી
દેશળજી (ગુનેરી)ના પુત્રી તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 14-1-2025ના
મંગળવારે નિવાસસ્થાન નાની ગોધિયાર ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : કંકુબેન રૂડાણી (ઉ.વ. 89) તે સ્વ.
કરસનભાઇ ધનજી રૂડાણીના પત્ની, અંબાલાલભાઇ, નર્મદાબેન (કોલ્હાપુર), જવેરબેન (દેશલપર-ગું.),
સવિતાબેન (બેંગ્લોર), શારદાબેન (અકનાવર-કર્ણાટક)ના માતા, ભગવતીબેનના સાસુ, મનોજ, ભરત,
પ્રીતિબેન (નખત્રાણા)ના દાદી તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી સવારે 9થી 11,
બપોરે 3થી 5 નિવાસસ્થાન `શાંતિકુંજ',
જૂનાવાસ, કોટડા (જ.) ખાતે.
શિકરા (તા. ભચાઉ) : ગુંસાઈ સચિનગિરિ દિનેશગિરિ (ઉ.વ. 11) તે
જાગૃતિબેન દિનેશગિરિના પુત્ર, કરણ, અક્ષય, આર્યનના ભાઈ, લક્ષ્મીબેન હીરાગર ગુંસાઈના
પૌત્ર, ચેતનાબેન અર્જનગિરિ, ગીતાબેન ભાણગિરિ, મોહનગર પરબતગર, જ્ઞાનગર તેજગર, પ્રતાપગર
વેલગરના ભત્રીજા, કાંતાબેન રણછોડગિરિના દોહિત્ર, પ્રતિમાબેન જગદીશગિરિના ભાણેજ, કુલદીપ
અને રુદ્રના ભાઈ તા. 7-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 9-1-2025ના સવારે 10થી
11 શિકરા (તા. ભચાઉ) ખાતે. બારસ તા. 17-1-2025ના.
રેલડિયા મંજલ (તા. અબડાસા) : રેલડિયા પ્રતાપાસિંહ બુધુભા (તિલાટ
પરિવાર) (ઉ.વ. 64) તે સ્વ. બુધુભા કારૂભાના પુત્ર, દેવુભા, ઉમરસંગ, હરિબા, ગંગાબાના
મોટા ભાઈ, યુવરાજસિંહ સંધ્યાબાના મોટાબાપુ, વાધા ઓલુભા ખાનજી, હરિસંગ ખાનજીના ભાણેજ,
દ્રુપતસિંહ શિવુભા, પ્રલાદાસિંહ શિવુભા, વિક્રમાસિંહ રામસંગજીના મામા તા. 7-1-2025ના
અવસાન પામ્યા છે. સાદડી રેલડિયા મંજલ ખાતે.
બાંડિયા (તા. અબડાસા) : જાડેજા નવુભા પાંચુભા (ઉ.વ. 75) તે સ્વ.
જાડેજા ગુલાબાસિંહ પાંચુભા, પ્રતાપાસિંહ ભીખુભા, જુવાનાસિંહ ગજુભાના મોટા ભાઈ, જાડેજા
પૃથ્વીરાજાસિંહ, જાડેજા વીરેન્દ્રાસિંહના પિતા, જાડેજા મહાવીરાસિંહ ગુલાબાસિંહના મોટાબાપુ
તા. 7-1-2025ના અવસાન પામ્યા છે.
ધારેશી (તા. લખપત) : રત્નાબેન તેજાભાઇ ગોરડિયા (ઉ.વ. 35) તે
તેજાભાઇ?પૂંજાભાઇ ગોરડિયાના પત્ની, પૂંજાભાઇ પબાભાઇ ગોરડિયા, માનબાઇના પુત્રવધૂ, લખુભાઇ
પૂંજાભાઇના ભાભી, અંજના, મમતા, રાધિકા, પ્રિન્સના માતા, દીપેશ અને અક્ષયના કાકી, રાહુલ
અને નીતિનના મોટીમા, ભીમજીભાઇ ઉકાભાઇ પોવારના પુત્રી, ભારમલ અને લક્ષ્મણના બહેન તા.
7-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 17-1-2025ના શુક્રવારે સાંજે અને તા.
18-1-2025ના ઘડાઢોળ.
અમદાવાદ : મ.ક.સ.સુ. દરજી વનીતાબેન તારકભાઈ સાચલા (ઉ.વ. 49)
તે તારક બળવંતરાય સાચલાના પત્ની, આંશીના માતા, લક્ષ્મીબેન બળવંતરાયના પુત્રવધૂ, સ્વ.
તારાબેન કેશવજીભાઈ પરમાર (ગાંધીધામ)ના પુત્રી તા. 6-1-2024ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-1-2025ના ગુરુવારે બપોરે 3થી પ સારંગપુર (રાયપુર) દોલતખાના, ઉપાસના વિદ્યાલય
પાસે, વિશ્વકર્મા વાડી, અમદાવાદ ખાતે. સંપર્ક : તારકભાઈ-મો. 97231 48074, આંશી-મો.
63533 40059.