ભુજ : ચંદ્રેશ
(જવાન) (ઉ.વ. 62) તે સ્વ. ભાગ્યવંતી કાંતિલાલ છગનલાલ શાહના પુત્ર, પ્રતિમાના પતિ, દીપના
પિતા, સ્વ. સંધ્યારાણી દુર્ગાદાસ દત્તા (ગાંધીધામ)ના જમાઇ, ભારતી (કોચિન), હિરેન, ભાવેશ
(રિશી સેલ્સ)ના ભાઇ, સ્વ. સુરેન્દ્ર દોશી (કોચિન)ના સાળા, વીમીના જેઠ, રિશીના કાકા,
કેતકી અને વિશાલના મામા, કેશવ, વાસબ, પ્રમોદ, નારાયણ, વિશ્વનાથ, અંજલિ, કરુણાના બનેવી
તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 7-1-2025ના સવારે 8 વાગ્યે કંસાર
બજાર, પઠાપીર પાસેથી જૈન અમરધામ જશે.
ભુજ : ગં.સ્વ.
રાજગોર વિજયાબેન વીરજી પેથાણી (ઉ.વ. 90) તે સ્વ. ફૂલશંકરભાઇ, ઇશ્વરલાલ, મહેશ, રમેશ,
પ્રકાશ, મનોજ, પ્રદીપ, દૈલેશ, સ્વ. કાંતાબેન ગૌરીશંકર મોતા, સ્વ. લીલાવંતીબેન નાગજીભાઇ
વિઠા, ગં.સ્વ. પુષ્પાબેન રમેશચંદ્ર મોતા (મસ્કા), ગં.સ્વ. ભારતીબેન મહેન્દ્રભાઇ વ્યાસ
(મુંબઇ), જયાબેન ચત્રભુજ મોતા (મસ્કા), ગીતાબેન રત્નાકર જોશીના માતા, સ્વ. કમળાબેન,
ગં.સ્વ. સરલાબેન, સ્વ. અરૂણાબેન, હર્ષાબેન, ભારતીબેન, ધર્મિષ્ઠાબેન, હિનાબેન, રીનાબેનના
સાસુ, મેહુલ, વિજય, અજય, સિદ્ધાર્થ, વૈભવ, જય, ધ્રુવ, નીપમ, ખુશ્બૂ, નીશા, હિના, તન્વી,
દિશા, ભૂમિ, ખુશીના દાદી, ગં.સ્વ. દમયંતીબેન, જયાબેન, દમીબેન, સ્વ. ઉષાબેન, મીનાબેન,
શિવાનીબેન, જિજ્ઞાબેન, નેહાબેન, સ્વ. જયતીભાઇ, સ્વ. દિલીપભાઇ, ભાવેશ, મહેશ, કૈલાસ,
અમિત, રાજેશ, હિતેષના નાની, અંજના, શ્રુતિ, સોનમ, રીયા, હિરેનભાઇ, શિવમભાઇ, વત્સલભાઇ,
નીરવભાઇ, અર્જુનભાઇ, પાવનભાઇ, પ્રેમભાઇના દાદીસાસુ, સ્વ. મીઠાબાઇ કરશનજી નાકર (ગઢશીશા)ના
પુત્રી, સ્વ. ગૌરીશંકર, સ્વ. પ્રભાશંકર, દયાશંકર, સ્વ. રવિશંકર, ગંગાશંકર, શિવશંકર,
ગં.સ્વ. દમયંતીબેન ધીરજભાઇ શર્માના બહેન તા. 3-1-2025ના ડોમ્બીવલી (મુંબઇ) ખાતે અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-1-2025ના બુધવારે સાંજે 4થી 6 બી.એ.પી.એસ.
સભામંડપ, ભાનુશાલીનગર, ભુજ ખાતે.
ભુજ : ઔદિચ્ય
ખરેડી બ્રાહ્મણ વર્ષાબેન (ઉ.વ. 83) તે સ્વ. વસંતરાય કરૂણાશંકર દવેના પત્ની, જગદીશ
(ચાવડા સ્ટુડિયો), પૂર્ણિમા, ક્રિષ્ના, દક્ષાના માતા, દર્શન (કે. કે. પટેલ હોસ્પિટલ)ના
દાદી, સ્વ. ભાનુશંકર, સ્વ. સુમનચંદ્ર, નિર્મળાબેન (રાજકોટ), હરસુખરાયના ભાભી, યોગેશ
જોષી (રાજકોટ), મયૂર અધિકારી, મયૂર પંડિત (રાજકોટ), દીપા જગદીશ દવેના સાસુ, ગં.સ્વ.
નિર્મળાબેન વિશ્વનાથ જોષી (રાજકોટ), ભારતીબેન સુમનચંદ્ર દવે, તરુલતા (પોરબંદર), નલીનીબેન
(રાજકોટ), ભાવનાબેન (જામનગર)ના બહેન, ભાસ્કર, અનિલ, સુરેશ, ચંદ્રવદન, પ્રવીણ, નરેન્દ્ર,
મનોજ, જયેશ, અશ્વિન, નીલેશના કાકી તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
9-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઈસ્કૂલ સામે, ભુજ
ખાતે.
ભુજ : મૂળ હમીરપરના
ભોગીલાલ નાનચંદ બોરીચા (ઉ.વ. 62) તે રમીલાબેનના પતિ, આયુષીના પિતા, જય જયંતીલાલ મહેતાના
સસરા, ચમનલાલ, લહેરીભાઇ, મહેન્દ્રભાઇ, રંજનબેન, કાંતાબેન, ગુલાબબેન, નીતાબેનના ભાઇ,
વિશાલ, મીત, કુશ, તેજલ, રાખી, ફાલ્ગુની, વૃંદા, દૃષ્ટિના કાકા, સ્વ. શાંતિલાલ કુબડિયા,
હિંમતલાલ કુબડિયા, સ્વ. કીર્તિભાઇ?ભણશાલી, વિનોદભાઇ પૂજના સાળા, હરસુખભાઇ, નરેન્દ્રભાઇ,
નવીનભાઇના કાકાઇ ભાઇ, શાહ લાલચંદ રવજીભાઇ (ભુજ)ના જમાઇ, સ્વ. રમેશભાઇ અને ભારતીબેનના
બનેવી, સ્વ. હરિલાલ કેવળચંદ વોરાના ભાણેજ તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-1-2025ના મંગળવારે સવારે 10.30થી 12.30 બોર્ડિંગ હોલ, કચ્છમિત્ર પ્રેસ પાસે,
ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ.
તારાબેન શિવજીભાઇ સોલંકી (ઉ.વ. 85) તે સ્વ. શિવજી મૂરજીભાઇના પત્ની, જિતેન્દ્ર, પ્રતાપના
માતા, આશાબેન જિતેન્દ્રભાઇ, હેમલતાબેન અશોકભાઇના સાસુ, અનિલાબેન હસમુખભાઇ સોલંકી, સરલાબેન
મનોજભાઇ સોલંકીના કાકી, ભાવેશભાઇ રમેશભાઇ ચૌહાણના નાની તા. 5-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 7-1-2025ના સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, પબુરાઇ ફળિયા, સોનીવાડ,
આશાપુરા રિંગ રોડ, ભુજ ખાતે.
ભુજ : મકવાણા
મીના હસમુખ (ઉ.વ. 60) તે સ્વ. હસમુખભાઈ પરસોત્તમભાઈ મકવાણા (એમ.ઇ.એસ.)ના પત્ની, ભગવતીબેન
પરસોત્તમ મકવાણાના પુત્રવધૂ, અનિરુદ્ધભાઈ (એમ.ઇ.એસ.), ઉર્વશી (મોરબી)ના માતા, સ્વ. રાજેશભાઈ (એમ.ઇ.એસ.), જિતેનભાઈ (જી.એમ.ડી.સી.),
સ્વ. કિશોરભાઈ (જિલ્લા પંચાયત)ના ભાભી, ગં.સ્વ. સાવિત્રીબેન, નીતાબેન, ગં.સ્વ. ચેતનાબેનના
જેઠાણી, નિશાબેન, કૃણાલકુમાર (મોરબી)ના સાસુ, વિપુલ (એમ.ઇ.એસ.), વિશાલ, હિના, કિશન,
વિવેક, પ્રિયા, રિયાના મોટીમા, આર્યન, પ્રિયાંશના દાદી, મિલન, કાર્તિકના નાની તા.
5-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2025ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત
સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ ભરુડિયા
(તા. ભચાઉ)ના ગં.સ્વ. ભાણબાઇ (ઉ.વ. 80) તે બારોટ શિવજી વલુના પત્ની, કેશવજીના માતા,
સ્વ. કમળાબેન અમૃતલાલ (ભુજ), ઉમાબેન પચાણ (લોદ્રાણી)ના ભાભી, અશોક, અંજલિબેન સુનીલ
(આમરડી), જ્યોતિબેન સુનીલ (ગઢશીશા)ના દાદી, મ્યાદાસ અમરદાસ (બાદરગઢ)ના બહેન, વિરમદાસના
ફઇ તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-ભજન-સત્સંગ તા. 9-1-2025ના નિવાસસ્થાન
જૂની રાવલવાડી, ભુજ ખાતે.
અંજાર : ભરતકુમાર
કરસનદાસ દૈયા (ગાંધી) (ઉ.વ. 70) (વી.આઇ.પી. રોલિંગ શટરવાળા) તે સ્વ. હીરજી તેજપાર ગાંધી,
સ્વ. કાંતાબેન કરશનદાસ આણંદજી દૈયા (ગાંધી)ના પુત્ર, પ્રીતિબેનના પતિ, સ્વ. રતનશી રણછોડદાસ
રૂપારેલના જમાઇ, સ્વ. જમનાબેન વિઠ્ઠલદાસ માણેકના દોહિત્ર, અવની, બ્રિજેશ, હિમજાના પિતા,
જયસિંહભાઇ, સ્વ. પ્રવીણભાઇ, દિનેશભાઇ, ભગવતીબેન નવીનચંદ્ર માણેક, ગં.સ્વ. ભાગ્યેરતીબેન
વિનોદભાઇ પરબિયા, સ્વ. જયાબેન ભીખાલાલ સદલાણી, ગં.સ્વ. ઉષાબેન છોટાલાલ સદલાણી, દીપ્તિબેન
જગદીશભાઇ પોબારાના ભાઇ, ગં.સ્વ. દિવ્યાબેન તથા દક્ષાબેનના જેઠ, યોગેશભાઇ તથા નીતિનભાઇ
રૂપારેલના બનેવી, કુસુમબેન રણજિતભાઇ ભગદે, નિર્મલાબેન શેખરભાઇ ધેરાઇ, હંસાબેન મહેશભાઇ
મજેઠિયા, દક્ષાબેન દીપકભાઇ પવાણીના બનેવી, પાર્થ, શિવાંગ પંકજકુમાર ગીધવાણી, ધર્માંગી,
પ્રસન્નના મોટાબાપુ, ભાવેશકુમાર અરવિંદભાઇ પલણ, ધગશકુમાર રાજેન્દ્રભાઇ ચંદે, ડિમ્પલના
સસરા, ઝંખનાના મોટાબાપા સસરા, અરવિંદભાઇ માવજીભાઇ પલણ, રાજેન્દ્રભાઇ વિઠ્ઠલદાસ ચંદે,
ચંદુભાઇ રામજીભાઇ ચંચલના વેવાઇ, નિરજાના મોટા દાદા, પ્રિયાંશ, વિહાના, ધ્રુવ, મહેર,
કિઆનના નાના તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
7-1-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાટિયા સમાજવાડી, ટેલિફોન એક્સચેંજની બાજુમાં, અંજાર
ખાતે.
માંડવી : કાનજી
(કાંતિલાલ) નાનજી હીરાણી (ઉ.વ. 85) તે સ્વ. કાનબાઇના પતિ, કસ્તૂરબેન રમેશભાઇ વેકરિયા,
રમીલાબેન કાંતિલાલ પિંડોરિયા, સંગીતાબેન જયંતીલાલ કેરાઇ, મયૂર કાનજી હીરાણીના પિતા,
પુષ્કર, જાન્સીના દાદા તા. 6-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-1-2025ના બુધવારે
સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને કલવાણ?રોડ, સ્વામિનારાયણ સ્કૂલની બાજુમાં, માંડવી ખાતે.
મુંદરા : મૂળ
ભીમકટા (જામનગર)ના જીકુંવરબા વનરાજસિંહ જાડેજા (ઉ.વ. 95) તે જાડેજા વનરાજસિંહ લાખુભાના
પત્ની, જસવંતસિંહ, સ્વ. બળવંતસિંહ, રાજેન્દ્રસિંહ (તલાટી-મુંદરા), કનકસિંહ, ભરતસિંહ,
ચતુરબા લગધીરસિંહ ઝાલા (પંચાસર), મંછાબા ભગવંતસિંહ ઝાલા (પીપડિયા), પ્રફુલ્લાબા ઉમેદસિંહ
ઝાલા (મોરબી), આનંદબા રણજિતસિંહ ઝાલા (કોઢ હાલે ભુજ)ના માતા, જયદીપસિંહ, વિજયસિંહ,
કૃષ્ણપાલસિંહ, જયપાલસિંહ, મોહિતસિંહના દાદી તા. 5-1-2025ના ભીમકટા ખાતે અવસાન પામ્યા
છે. સાદડી તથા લૌકિક વ્યવહાર ભીમકટા ખાતે.
સુમરાસર-શેખ
(તા. ભુજ) : ધોરિયા માલશીભાઇ માયાભાઇ (ઉ.વ. 58) તે ગોપાલભાઇ, શાંતાબેનના ભાઇ, ભરતભાઇના
કાકા, ખંઢેરા શંકરભાઇ (ડગાળા)ના સાળા, મનજી ધોરિયા (અમદાવાદ)ના કાકાઇ ભાઇ તા.
6-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 11-1-2025ના શનિવારે સાંજે સત્સંગ,
તા. 12-1-2025ના રવિવારે સવારે 7થી 9 પાણી (ઘડાઢોળ) ધોરિયા ગોપાલભાઇ માયાભાઇના નિવાસસ્થાને.
રત્નાપર-મઉં
(તા. માંડવી) : ધનજી રામજી ચોપડા (ઉ.વ. 97) તે સ્વ. ડાહીબેનના પતિ, અમૃતભાઈ, હીરાલાલભાઈ,
નારણભાઈ, પરસોત્તમભાઈ, મણિબેન જીવરાજ વાસાણી (ગંગાપર), શારદાબેન વેલજી રંગાણી (ગઢશીશા),
જયશ્રીબેન રમણીકલાલ સેંઘાણી (દરશડી)ના પિતા, શાંતાબેન અમૃતભાઈ, ગંગાબેન હીરાલાલભાઈ,
શાંતાબેન નારણભાઈ, હેમલતાબેન પરસોત્તમભાઈ, જીવરાજ ખેતશી વાસાણી (ગંગાપર), વેલજી હંસરાજ
રંગાણી (ગઢશીશા), રમણીકલાલ શામજી સેંઘાણી (દરશડી)ના સસરા, શૈલેષભાઈ, કૌશિકભાઈ, હિતેશભાઈ,
વિનયભાઈ, વિપુલભાઈ, મયંકભાઇ, દીનારભાઈ, પુષ્પાબેન, દક્ષાબેન, કંચનબેન, પરીતાબેનના દાદા,
સંગીતાબેન, પ્રજ્ઞાબેન, નીલમબેન, રુચિબેન, પ્રતિક્ષાબેન, ખુશીબેન, મોનિકાબેનના દાદા
સસરા, કરસનભાઈ દાનાભાઈ પોકાર (દહેગામ)ના જમાઈ, સ્વ. કરસનભાઈ, સ્વ. જીવરાજભાઈ, સ્વ.
રતનશીભાઈ, સ્વ. અરજણભાઈ, સ્વ. હરિભાઈ, રવજીભાઈ, સ્વ. મોંઘીબેન મનજી લિંબાણી (વેસલપર)ના
ભાઈ, ગૌતમ, હિરેન, રિતેશ, ઉર્મીત, રાજ, નૈતિક, જયશ્રી, ધર્મિષ્ઠા, ખુશાલીના નાના બાપા
તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2025ના મંગળવારે સવારે 9થી
11 તથા બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, રત્નાપર (મઉં) ખાતે તેમજ
તા. 9-1-2025ના ગુરુવારે બપોરે 3.30થી 5 બોરીવલી પાટીદાર વાડી, દોલતનગર, મુંબઈ ખાતે.
દેવપર-યક્ષ (તા.
નખત્રાણા) : હાલે ગોવા જીવરાજભાઇ પૂંજાભાઇ લિંબાણી (હળપાણી) (ઉ.વ. 79) તે પાનુબેનના
પતિ, સ્વ. કેશરા અબજી માનાણી (વિથોણ)ના જમાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. રામજીભાઇ, ભાણજીભાઇ,
સ્વ. વાલજીભાઇ, સ્વ. પાનબાઇ (સયરા), નર્મદાબેન (સુઢિયા), અમૃતબેન (મહેસાણા), સીતાબેન
(કુડાલ)ના ભાઇ, પ્રવીણભાઇ (ગોવા), જયાબેન (ગોવા), નિર્મળાબેન (દેવીસર)ના પિતા, મયૂરભાઇ
(ગોવા), પ્રિયાબેન (સુરત), કિરણબેન (ગોવા)ના દાદા, દેવાન્શના પડદાદા તા. 5-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2025ના સાંજે 4થી 5 માપસા સમાજવાડી, માપસા,
ગોવા ખાતે તેમજ તા. 10-1-2025ના શુક્રવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, દેવપર ખાતે. દશાવાની વિધિ તા. 14-1-2025ના તેમજ બારસની વિધિ તા.
16-1-2025ના દેવપર ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા)
: ઓધુભા મુરાજી જાડેજા (ઉ.વ. 70) તે લાલજી, મહિપતસિંહ, લખુભાના પિતા, સ્વ. દીપસંગજી,
અરજણજી, પ્રેમસિંહના ભાઇ, સોનાજી, તુગાજી, ખાનજીના કાકાઇ ભાઇ, ખાનજી, જશુભા, વાઘજી,
દીપસંગજી, મોહનસિંહના કાકા, નાની ગોધિયારના સ્વ. આંબજી અને હીરજી રામસિંહ સોઢાના બનેવી
તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે અને બારમું તા.
14-1-2025ના.
નરેડી (તા. અબડાસા)
: હાલે ભુજ કાજલબેન લધારામભાઇ કુંવટ (ઉ.વ. 19) તે ગં.સ્વ. સુનિતાબાઇ લધારામ કુંવટના
પુત્રી, સ્વ. નાનજીભાઇ જશાભાઇ કુંવટ, નથુભાઇ દેવાભાઇ, ટાયા દેવાભાઇ કુંવટના ભત્રીજી,
સંદીપભાઇ, પરેશભાઇ, દીપકભાઇ, શીતલબેન સંજયભાઇ મણોઢિયા (ભુજોડી), ખેતબાઇ નાનજી સિજુ
(કોઠારા), ભીમજીભાઇ ખજુરિયા કુંવટના બહેન, સ્વ. શામજી નાનજી, રમેશ નાનજી, લક્ષ્મીબેન
અમરતલાલ જેપાલ (વરમસેડા), શાન્તાબેન નાનજી સિજુ (વરાડિયા)ના મોટા બાપુના પુત્રી, હીરજીભાઇ
સુમારભાઇ પરગડુ (કોઠારા)ના ભાણેજી તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
આગરી, ઘડાઢોળ (પાણી) પૂર્ણ થઇ ગયા છે.
મુંબઇ : મૂળ ભુજના
વડનગરા નાગર દિવ્યાબેન રમાકાંતભાઈ વૈદ્ય (ઉ.વ. 87) તે સ્વ. ઈન્દુભાઈ, મનુભાઈ, સ્વ.
ચંદનબેન બૂચ, સ્વ. રંજનબેન છાયાના ભાભી, પરાશર, યજ્ઞેશ ઢેબર, સ્વ. મીરાંબેન અંતાણી,
સ્વ. નયનાબેન અંતાણીના બહેન તા 4-1-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)