ગાંધીધામ : હિતેશભાઈ મથુરાદાસ પાંઉ (ઠક્કર) (ઉ.વ. 64) તે સરોજબેનના
પતિ, હાર્દિકભાઈ અને અવનીબેનના પિતા, પ્રકાશભાઈ પાંઉના મોટાભાઈ, ડી. વી. ચંદારાણાના
જમાઈ તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું/બેસણું તા. 6-1-2025ના સોમવારે સાંજે
4.30થી 5.30 ગણેશ મંદિર (શિવ મંદિર), બીએસએનએલ ટાવર પાસે, ગુરુકુળ રોડ, ગાંધીધામ ખાતે
તેમજ પિયર પક્ષની સાદડી પણ સાથે જ.
અંજાર : ભૂપેન્દ્ર (કનૈયો) કેશવજી ઉદવાણી (ઉ.વ. 67) તે સ્વ.
સંતોકબેન કેશવજી ઉદવાણીના પુત્ર, રાધાબેન માધવજી શિવજી કોઠારીના દોહિત્ર, નૈઋતિબેનના
પતિ, માનસી, નિશી, વૃંદાના પિતા, સ્વ. વિજયાસિંહ કેશવજી, સ્વ. જયશ્રીબેન અમૃતલાલ સોનેતા,
ઈન્દુબેન ભરતભાઈ કતિરા, ભરતભાઈ કેશવજીના ભાઈ, ગં.સ્વ. શકુન્તલાબેનના દિયર, ચંપાબેન
મધુકાંત પલણના જમાઈ, ગ્રીષ્ના, કેતકી, અમિતના મામા, વેજંતી જયેશભાઈ પૂજારા (ભુજ), મમતા,
અવની કિરણભાઈ ગજ્જરિયા, પ્રકાશના બનેવી, છાયાબેનના નણદોયા તા. 4-1-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી,
અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : શેખ ઇસબશા કાસમશા જારવાણી (ઉ.વ. 53) (વિજયનગર) તે શેખ
અલ્તાફ, કાસમશા, જાસીનશાના પિતા, અબ્દુલ કાસમશા, હુશેનશા કાસમશા, અબ્દુલશા જમનશા, મામદશા
જમનશા, હુશેનશા જમનશાના ભાઇ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
6-1-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 શેખ સમાજવાડી, શેખ ટીંબો, અંજાર ખાતે.
અંજાર : બાયડ મરીયમબેન (મમા) (ઉ.વ. 73) તે મ. બાયડ અલારખા જુસબભાઇના
પુત્રી, રમજુભાઇ, મ. શકીનાબેન, મ. ઝુલેખાબેન (બચુબેન), કુરશાબેનના બહેન, રશીદ, રઝિયા,
રૂકશાના, રસીદાબેનના ફઇ તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
7-1-2025ના મંગળવારે સવારે 10થી 11 હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા ખાતે. બહેનો માટે
તે જ સમયે નિવાસસ્થાન બાયડ?ફળિયા, અંજાર ખાતે.
માંડવી : નવીનચંદ્ર હરિદાસ કાનાણી (ઉ.વ. 79) (ત્રણ ટુકર હાઇસ્કૂલના
ભૂતપૂર્વ કર્મચારી) તે સ્વ. નલિનીબેનના પતિ, સ્વ. પાર્વતીબેન હરિદાસના પુત્ર, સાવિત્રીબેન
અમૃતલાલ પંચમતિયા (જામખંભાળિયા), ભારતીબેન નટવરલાલ સચદે (દ્વારકા)ના ભાઇ, કલ્પેશકુમાર,
દિવ્યેશ, રૂપાલીબેનના પિતા, સુનીલકુમાર વસંતભાઇ કતિરાના સસરા, માર્ગી, ફેનિલ, રાજેશ,
જાગૃતિ, ચેતનાના મામા, હર્ષના નાના, સ્વ. ચંદુલાલ ગોરધનદાસ, સ્વ. છગનલાલ ગોરધનદાસના
ભત્રીજા, દયારામભાઇ દેપાડા (લંડન)ના જમાઇ તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે)
નખત્રાણા : કોલી મીઠુભાઇ નથુભાઇ મારૂ (ઉ.વ. 73) તે સોનબાઇના
પતિ, સ્વ. ઉમરભાઇ, આરતભાઇ, વેલજીભાઇ, શિવજીભાઇના ભાઇ, સ્વ. નારાણભાઇ, ગોપાલભાઇ, સ્વ.
બુદ્ધિલાલ, સ્વ. ગંગાબેન (ગઢશીશા)ના પિતા, ભીમજી, ભારતી, સ્વ. કિશોરના દાદા તા.
5-1-2025ના અવસાન પામ્યા છે. જાગરણ તથા સત્સંગ તા. 15-1-2025ના અને તા. 16-1-2025ના
સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાને સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : લક્ષ્મીબેન વેલાણી (ઉ.વ. 90) તે સ્વ. હીરજી
જેઠા વેલાણીના પત્ની, નરસિંહ, વિઠ્ઠલ, સ્વ. પાર્વતીબેન (ખીરસરા), કમળાબેન (કુકમા),
શાન્તાબેન (જામરેલા), અમરતબેન (બળોલ), સ્વ. વનિતાબેન (શાહુપુરા), ભગવતીબેન (માનકૂવા)ના
માતા, રીટાબેન, સેજલબેન, રેખાબેન, દીપક, ભાવિક, પ્રકાશના દાદી, દેવજી ભીમજી ભગત (આણંદસર)ના
પુત્રી તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-1-2025ના મંગળવારે સવારે 9થી
11 સતપંથ સમાજવાડી, માનકૂવા ખાતે.
કુકમા (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. માયાવંતીબેન (નીમુબેન) (ઉ.વ.
70) તે ભગવાનલાલભાઇ છગનલાલ વાઘેલાના પત્ની, સ્વ. મણિબેન છગનલાલ વાઘેલાના પુત્રવધૂ,
સ્વ. રંભાબેન માવજીભાઇ ટાંકના પુત્રી, રોહિત, ગીતા, મમતાના માતા, દીક્ષિતા, નીતિન ચૌહાણ,
નીતિન રાઠોડના સાસુ, સ્વ. સુરેશભાઇ, સ્વ. અજિતભાઇ, સંજયના ભાભી, ગુણવંતીબેન, અંજનાબેન,
દક્ષાબેનના જેઠાણી, સ્વ. ધારશીભાઇ, સ્વ. મણિલાલભાઇ, ગોવર્ધનભાઇ, જયેશ, સ્વ. ઇન્દુબેનના
બહેન, સ્વ. રણછોડભાઇ, સ્વ. વલમજીભાઇ, સ્વ. શિવજીભાઇ, સ્વ. અર્જુનભાઇ, ગજેન્દ્રભાઇના
ભત્રીજાવહુ, ભાવેશ, અશ્વિન, પારસ, શ્રદ્ધા, ધરતી, ભૂમિના મોટીમા, હરિઓમ, નિધિ, ક્રિશા,
સાચીના નાની તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે
સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.
હબાય (તા. ભુજ) : ખલીફા ભચા સુલેમાન (ઉ.વ. 70) તે મ. લધા સુલેમાન,
મ. સુમારના ભાઇ, મ. ખલીફા ફકીરમામદ ઇભલા (ધ્રંગ), ખલીફા ઇશા હુશેન (લોડાઇ)ના બનેવી,
મ. ખલીફા આધમ જખરાના ફુઆઇ ભાઇ, ખલીફા ગની તથા કાસમના પિતા, ઓસમાણ લધા, હાજી લધા સુલેમાન
સુમારના કાકા તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-1-2025ના મંગળવારે સવારે
10 વાગ્યે નિવાસસ્થાને.
માનકૂવા (તા. ભુજ) : ક.પા. મરઘાબેન રવજીભાઇ વેલાણી (ઉ.વ.
101) તે સ્વ. રવજીભાઇ જીવરાજભાઇ વેલાણીના પત્ની, નર્મદાબેન, પાર્વતીબેન, સવિતાબેન,
છગનભાઇ, હીરાભાઇ, મોહનભાઇના માતા, સવિતાબેન, શારદાબેન, નિતાબેન, અશોકભાઇ, ડાયાભાઇ,
ચંદુભાઇના સાસુ, મનીષભાઇ, અશ્વિનભાઇ, કલ્પેશભાઇ, પ્રદીપભાઇ, પ્રકાશભાઇ, જિજ્ઞેશભાઇ,
જયદીપભાઇ, લક્ષ્મીબેન, શીતલબેનના દાદી, કલ્પનાબેન, અલ્પાબેન, ઉર્વશીબેન, હેતલબેન, અંજનાબેન,
ભક્તિબેન, જ્યોતિબેન, મહેશભાઇ, કલ્પેશભાઇના દાદીસાસુ, મીરાં, પાર્થ, દિવ્ય, ઓમ, જનક,
વેદ, તીર્થી, મોક્ષવીના પરદાદી, સ્વ. લાલજીભાઇ કરશનભાઇ રામજિયાણી (વેડા કંપા)ના બહેન,
સ્વ. કરશનભાઇ જેઠાભાઇ રામજિયાણી (વેડા કંપા)ના પુત્રી તા. 4-1-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 8-1-2025ના બુધવારે સવારે 9થી 11 સતપંથ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
મમુઆરા (તા. ભુજ) : હીરાભાઈ રામજીભાઈ જાટિયા (ઉ.વ. 74) (ગૌભક્ત)
તે હરિભાઈ હીરાભાઈ જાટિયાના પિતા, ગોપાલભાઈ રામજીભાઈ જાટિયા, ભચુભાઈ રામજીભાઈ, કાનજીભાઈ
રામજીભાઈના ભાઈ, ભરતભાઇ હરિભાઈના દાદા, વાલજીભાઈ ગોપાલભાઈ, વાલજીભાઈ કાનજીભાઈ, દામજીભાઈ
ગોપાલભાઈ, રણછોડભાઈ કાનજીભાઈ, પુનાભાઈ ગોપાલભાઈ, પ્રેમજીભાઈ કાનજીભાઈ, અશોકભાઈ ભચુભાઈના
કાકા તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, મમુઆરા ખાતે.
પદ્ધર (તા. ભુજ) : રમેશભાઈ ભોજાભાઈ ખુંગલા (આહીર) (ઉ.વ. 50)
તે સ્વ. ભોજાભાઈ ભીમાભાઈ ખુંગલાના પુત્ર, મ્યાજરભાઈ, માદાભાઈ, મહેશભાઈ, લક્ષ્મીબેનના
ભાઈ, ગાવિંદભાઈ રુડાભાઈ ચાવડાના જમાઈ, સ્વ. મોહન, નીતિન, હરેશ, સુમિત, પરેશ, સોની,
હિનાના કાકા, સ્વ. શ્રદ્ધા, નિખિલ, શિવમના મોટાબાપા, વિશ્વાબેન, સેજલબેનના સસરા, ધર્મેશ,
ધાર્મિક, નીરજ, શ્રદ્ધાના પિતા તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
નવી દુધઇ (તા. અંજાર) : વોરા રશ્મીતાબેન (ઇન્દુબેન) (ઉ.વ.
62) તે સ્વ. રમેશભાઇ વનેચંદના પત્ની, સ્વ. સ્વરૂપીબેન, સ્વ. રમણીકભાઇ, સ્વ. તારાબેન
ઇન્દુલાલ ત્રેવાડિયા, છાયાબેન મહેશભાઇના ભાભી, દિલીપ, કિરણના માતા, સુનીતાબેન, સુરેશકુમાર
જેન્તીલાલ શેઠ (ગાગોદર)ના સાસુ, ધ્રુપ્સી, ત્રુપ્સ, કૃત્ય, કિયાંશના દાદી, નિકુંજ,
કાજલ, મૌલિક મહેતાના મોટીમા, ભવ્ય, ધાર્મિક, હેમના નાની, ચંદુરા ભાઇચંદ મેરાજ (પલાંસવા)ના
પુત્રી તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે
સાંજે 4થી 5 જૈન ઉપાશ્રય, નવી દુધઇ ખાતે.
તલવાણા-શ્રીરામનગર (તા. માંડવી) : રતનબેન મનજીભાઈ માકાણી (ઉ.વ.
82) તે સ્વ. મનજીભાઈ જીવરાજ માકાણીના પત્ની, નરશીભાઈ, રમેશભાઈ, બાબુભાઈ, ગં.સ્વ. ગંગાબેન
ચંદુભાઈ છાભૈયા (ખેડોઇ), સ્વ. લક્ષ્મીબેનના માતા, શારદાબેન, પ્રેમિલાબેન, પ્રેમિલાબેનના
સાસુ, કેતન, વીરેન્દ્ર, વિપુલ, મયંક, હર્ષદ, હંસાબેન જિતેન્દ્ર (ગાંધીગ્રામ), દીપ્તિબેન
રાહુલ (મોટી વિરાણી), મીનાબેન હિતેષ (વડવા કાંયા), વર્ષાબેન પીયૂષ (ગઢશીશા), પ્રિયંકાબેન
ભાવિન (ગાંધીગ્રામ)ના દાદી, સ્વ. રામબાઇ કરશનભાઈ શિવગણભાઇ પોકાર (નાની વિરાણી)ના પુત્રી
તા. 5-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-1-2025ના સોમવારે 8.30થી 12, બપોરે 3થી
5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, શ્રીરામનગર ખાતે.
વીંઢ?(તા. માંડવી) : રસિક (ભિખુ) (ઉ.વ. 75) તે મીઠાબાઇ પુરુષોત્તમ
નાકરના પુત્ર, પુરુષોત્તમ રાજગોર (વાંકી-પત્રી)ના દોહિત્ર, ઇશ્વરલાલ, રુક્ષ્મણિબેન,
તારાબેન, કસ્તૂરીબેન, વિમળાબેન, ચંપાબેનના ભાઇ, ઝવેરબેન ઇશ્વરલાલ નાકર (પાર્લાવાળા)ના
દિયર, પ્રભાશંકરભાઇ, રમેશભાઇ, નરેન્દ્રભાઇ, મયૂરભાઇ, મંજુલાબેન, ઉષાબેન, ભગવતીબેન,
સાધનાબેન, અનિલાબેનના કાકા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
વાંકી (તા. મુંદરા) : ઉમર કોલી (ઉ.વ. 85) તે સ્વ. લખમાબેન ઇસ્માઇલ
જેમલના પુત્ર, સ્વ. જેનાબેનના પતિ, ખેતશી, વેલજી, લખુબેનના પિતા, સ્વ. સોનબાઇ, ફકુભાઇ,
સાલેભાઇ, સ્વ. સુમાર, મીઠુભાઇ, રમજુભાઇના ભાઇ, મેઘરાજ અલુ કોલી (ઝરપરા)ના સસરા, મુસાભાઇ
કોલી (વાઘુરા)ના જમાઇ તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-1-2025ના સોમવારે
તથા તા. 9-1-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કોલીવાસ, વાંકી ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : લખમશીભાઇ વસ્તા ધોળુ (ઉ.વ. 81) હાલે
ગોવા (મડગાંવ) તા. 4-1-2025ના ગોવા ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 7-1-2025ના મંગળવારે
બપોરે 3થી 5 ધોળુ ડેલી, વિથોણ ખાતે.
ઉગેડી (તા. નખત્રાણા) : રબારી રવજીભાઈ દેવાભાઈ (ઉ.વ. 62) તે
જીવીબાઈના પતિ, સ્વ. વંકાભાઈ, મૂરજીભાઈ, વલુબેન (ધભાણ), લાછુબેન (વડવા ભોપા), લખીબેન
(સાંભળા)ના ભાઈ, સ્વ. હીરાભાઈ, સ્વ. વંકાભાઈ, બોધાભાઈ, ભારાભાઈ, સોનાભાઈ, જયરામભાઈના
કાકાઈ ભાઈ, સ્વ. હધુભાઈ વેલાભાઈ (નેત્રા)ના જમાઈ, કાંતિભાઈ, દિલીપભાઈ, પાલીબેન (વડવા
ભોપા)ના પિતા, ભીખાભાઇ, આશાભાઈ, માલાભાઈ, કલાભાઇ, જીવાભાઈ, જશુબેન (ખારૂવા), નીતુબેન
(બીરૂ), દેવાભાઇ, હેમલતા, આશિષ, કરણ, રાજેશના કાકા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે.
સાદડી નિવાસસ્થાને.
નિરોણા (તા. નખત્રાણા) : સૈયદ મેબૂબશા (ઉ.વ. 35) તે મ. મામદશા
હુસેનશાના પુત્ર, કાસમશા અને મોકીમશાના ભાઇ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 7-1-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, નિરોણા ખાતે.
વિજપાસર (તા. ભચાઉ) : લાખાભાઇ હરજીભાઇ પરમાર (ઉ.વ. 55) તે રતુબેનના
પતિ, ધનજીભાઇ (પૂર્વ કંડક્ટર), સવજીભાઇ (સરપંચ), નારણભાઇ, ગાંગાભાઇના ભાઇ, અરવિંદ,
જિતેશ, ધીરજના પિતા, બાબુભાઇ કાનજી મિયાત્રા (એ.એસ.આઇ.-ભચાઉ) (વોંધ), હીરજી ભીખા પરમાર
(વિજપાસર), બાવા વેરા ચાવડા, રામજી ખેતા મચ્છોયા (પેથાપર)ના સાળા તા. 4-1-2025ના અવસાન
પામ્યા છે. લૌકિકક્રિયા તા. 7-1-2025ના સવારે તેમજ જાગપાઠ સાંજે નિવાસસ્થાને આંબેડકર
નગર, વિજપાસર ખાતે.
તેરા (તા. અબડાસા) : હાલે કશેલી (ભીવંડી-મુંબઇ) લોહાર મીનાબેન
ઉમરાણિયા (ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીબેન દામજીભાઇ ઉમરાણિયાના પુત્રવધૂ, સામજીભાઇ દામજીભાઇ
ઉમરાણિયાના પત્ની, જયશ્રી, નિતેશના માતા, નરોત્તમભાઇ (નારાણપર)ના નાના ભાઇના વહુ, ગં.સ્વ.
હીરાગૌરીબેન શંકરલાલ હંસોરા (આદિપુર), પ્રેમિલાબેન ગુલાબચંદ્ર વાઘેલા (રત્નાપર-મઉં),
હરિલાલ (ભુજ), હીરાલાલ (મિરજાપર), રતિલાલ (મુંબઇ)ના ભાભી, દમયંતીબેનના દેરાણી, સ્વ.
જ્યોતિબેન, મનીષાબેન, કલ્પનાબેનના જેઠાણી, કમલેશકુમાર શાહ (મુંબઇ)ના સાસુ, બબીબેન ભવાનજી
પિત્રોડા (કોટડા-જડોદર)ના પુત્રી, ભગવાનજી, વનિતાબેન (વિથોણ)ના બહેન, રસિકના કાકી,
જયેશ, નીલેશ, મનીષ, ભાવેશ, ભાવિની, સાગર, જિજ્ઞેશના મોટાબા, કરન, વૃદ્ધિના નાની, કાર્તિક,
રિશી, પ્રીત, આરવ, વીવા, શિવાંશના દાદી તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી 5 મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડો. રાજેન્દ્રપ્રસાદ
રોડ, જગજીવનરામ નગર, મુલુંડ વેસ્ટ (મુંબઇ) ખાતે.
રાજકોટ : સોની ચીમનલાલ ગોપાલજી લોઢિયા તે નીલેશ તથા દીપ્તિના
પિતા, વ્યોમના દાદા, ભાવિના નાના, રમેશભાઇ, સ્વ. નવીનભાઇ, નરેન્દ્રભાઇ, મનસુખભાઇ, સ્વ.
મંજુલાબેન, ગં.સ્વ. પ્રભાબેન, વનિતાના ભાઇ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 6-1-2025ના સવારે 9.30 વાગ્યે તથા બેસણું તા. 6-1-2025ના સાંજે 4 વાગ્યે અમરનાથ
મહાદેવ મંદિર, જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે.