• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

બિહારમાં નવા ગવર્નર

બિહારના ગવર્નર તરીકે આરિફ મોહમ્મદ ખાને શપથ લીધા છે. શપથગ્રહણ પછી તેમણે જણાવ્યું હતું કે, બિહાર ખૂબ આગળ આવશે. અહીંના લોકોમાં બિહારને આગળ લઈ જવાની પૂરી ક્ષમતા છે. આખા દેશની વ્યવસ્થા બિહારના લોકો ચલાવી રહ્યા છે. ગવર્નર આરિફ મોહમ્મદ ખાને એમ પણ કહ્યું કે, બિહારના લોકોની સેવા અને તેમના કલ્યાણ માટે હું અહીં આવ્યો છું અને આ કાર્યમાં રત રહીશ. આરિફ મોહમ્મદ ખાનને બિહારના ગવર્નર બનાવવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. 26 વર્ષ પછી બિહારને મુસ્લિમ ગવર્નર મળ્યા છે. આરિફ મોહમ્મદ ખાનની નિયુક્તિની પાછળ અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ઘણાનું માનવું છે કે આનાથી મુસ્લિમ વોટોનું વિભાજન થઈ શકે છે. આનાથી ભાજપને લઘુમતીઓ વચ્ચે પોતાની છબી સુધારવામાં મદદ થશે. કાર્યકાળ પૂરો કર્યા પછી જો સ્થાન પરિવર્તન થાય તો કોઈ વધારાના અર્થની સંભાવના નથી હોતી, પરંતુ ચૂંટણીનાં વર્ષમાં આરિફ મોહમ્મદ ખાનને બિહારના ગવર્નર બનાવ્યા પછી રાજકીય વર્તુળમાં બહુઆયામી ચર્ચાનો અવસર છે. વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુસલમાનોના મતોના એકીકરણ અને વિભાજનની રાજનીતિ પરાકાષ્ઠા ભણી વધી રહી છે. ચર્ચા છે કે, 26 વર્ષના લાંબા સમય પછી બિહારને મુસ્લિમ ગવર્નર મળ્યા તેનું રાજકીય કારણ છે. કેરળની ડાબેરીઓની સરકાર સાથે આરિફ મોહમ્મદ ખાન મુદ્દાગત ટકરાવને કારણે વિવાદમાં રહ્યા હતા અને મોદી સરકારમાં આનંદીબેન પટેલ પછી તેઓ બીજી વ્યક્તિ છે જેઓને છેલ્લા એક દશકામાં ગવર્નર તરીકે બીજી ટર્મ મળી રહી છે. શપથના ત્રણ દિવસ પહેલાં જ બિહાર પહોંચેલા આરિફ મોહમ્મદ ખાન પોતાના કામકાજની શૈલીનો સંકેત પણ આપી ચૂક્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ તથા ભાજપના સાંસદ રહેલા આર.કે. સિન્હાને ત્યાં ભોજન, મુખ્ય પ્રધાનની માતાને શ્રદ્ધાંજલિ આપવા તેમના ગામે જવું અને વર્ષો જૂના મિત્ર નિયાજ અહમદને મળવા તેમના ઘરે જઈને એમણે ઉદાર અને મિલનસાર છબી દાખવી છે, જેના કારણે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના પ્રિય છે. ગવર્નરના રૂપમાં બીજા કાર્યકાળના કારણે મુસ્લિમ વિદ્વાન પણ છે. વિદ્વતા જ્યાં ઉચ્ચતમ શિક્ષણ વ્યવસ્થામાં દાયિત્વો પ્રતિ આશ્વસ્ત કરે છે ત્યાં ઉદાર છબી પોતાના એજન્ડા પર આગળ વધી રહેલી ભાજપ પ્રતિ લઘુમતીઓને કોઈ પણ ભયથી નિશ્ચિંત કરે છે. આવી છબી સહયોગી પક્ષોને પણ ગેરંટી આપે છે. પેટાચૂંટણીમાં બેલાગંજમાં જદયુની જીતથી બિહારના સંદર્ભમાં આ ગેરંટી પણ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે આરિફ મોહમ્મદ ખાન પહેલાં મુસ્લિમ સમાજના એઆર કિડવાઈ અહીં ઓગસ્ટથી એપ્રિલ '99 સુધી ગવર્નર હતા અને તેઓ પણ ઉત્તરપ્રદેશથી હતા. લોકદળથી પોતાની રાજનીતિ શરૂ કરનાર બૃહદ શહેરના આરિફ કોંગ્રેસ અને બસપા થઈને ભાજપમાં આવ્યા હતા. શાહબાનો પ્રકરણમાં તેમની એક ઘાને બે કટકા જેવી ભૂમિકાને લઈ કોંગ્રેસનું સભ્યપદ છોડયું હતું. હાલમાં જ એમણે યોગીના `બટેંગે તો કટેંગે' સૂત્રને ઉપયુક્ત ગણાવ્યું છે. બિહારમાં તેમની કામગીરી અને કાર્યરીતિ પર નજર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd