• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

તુણા ખાતે પોતાનાં વાહનમાં ગળું ફસાઇ જતાં આધેડ ચાલકે જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 7 : તુણા અદાણી બંદર બહાર પાર્કિંગમાં પોતાનું વાહન ચાલુ રાખી બાદમાં તે ડમ્પરને રોકવા જતાં માથું ફસાઇ જતાં સફી મોહમદ મલખાન ખાન (ઉ.વ. 56)નું મોત થયું હતું. બીજીબાજુ વરસાણા નજીક માર્ગ ઓળંગતા સુગંધુ વધુભાઇ શર્મા (ઉ.વ. 40)ને ડમ્પરે હડફેટમાં લેતાં શ્રમિકે દમ તોડયો હતો તેમજ ગાંધીધામમાં અંજના લક્ષ્મણ મહેશ્વરી (ઉ.વ. 21) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તથા રાપરના પ્રાગપરમાં સંજય રમેશ ડામોર (ઉ.વ. 25)એ ફાંસો ખાઇ મોતની સોડ તાણી લીધી હતી. તુણા અદાણી બંદર બહાર પાર્કિંગમાં ગઇકાલે મોડીરાત્રે જીવલેણ બનાવ બન્યો હતો. ડમ્પર નંબર જીજે-12-બીઝેડ-2310નો ચાલક સફીખાન માલ ભરવા આવ્યો હતો. તેણે પોતાનું વાહન ચાલુ રાખી હેન્ડ બ્રેક માર્યા વગર લઘુશંકા કરવા ગયો હતો. બાદમાં આ વાહન આગળ ચાલી જતાં આધેડ ચાલક દોડીને તેને રોકવા પ્રયત્ન કરતાં ડ્રાઇવર બાજુના દરવાજામાં તેનું ગળું ફસાઇ ગયું હતું અને આ ડમ્પર આગળ વધીને આગળ ઊભેલા અન્ય વાહનમાં ભટકાતાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. મહેશચંદ્ર રાધેશ્યામ બધેલે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ વરસાણા નજીક ચૌધરી બેન્સાની આગળ સર્વિસ રોડ પર બન્યો હતો. બેન્સામાં રહેનાર શ્રમિક સુગંધુ રવિવારે પોતાના દીકરાને મળવા વરસાણા ગયો હતો. ત્યાંથી રીક્ષામાં બેસી બેન્સા પાસે આવ્યો હતો. રીક્ષામાંથી ઊતરી માર્ગ ઓળંગી રહેલા આ યુવાનને ડમ્પર નંબર જીજે-11-ટીટી-9959એ હડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મનોજ રામયોધ્યા શર્માએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના ગણેશનગર સેક્ટર-6માં ગઇકાલે રાત્રે આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર અંજના નામની યુવતી પોતાના ઘરે હતી. દરમ્યાન અગમ્ય કારણોસર તેણે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ?જીવ દીધો હતો. આપઘાતનો વધુ એક બનાવ રાપરના પ્રાગપરમાં બન્યો હતો. અહીં સત્યમ મિનરલ વોટર કંપનીની શ્રમિક વસાહતમાં રહેનાર સંજય ડામોર નામના યુવાને લોખંડના એંગલમાં સાડી વડે ગળેફાંસો ખાઇ અનંતની વાટ?પકડી હતી. બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd