ગાંધીધામ, તા. 7 : દિનદયાલ પોર્ટના વિવિધ પ્રકપ્લોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે
ગાંધીધામની મુલાકાલે આવેલા કેન્દ્રીય શિપિંગ
મંત્રી સમક્ષ અગ્રણી વ્યાપારી સંસ્થાએ ગાંધીધામ સંકુલ અને પોર્ટ સેકટરને સ્પર્શતા વિવિધ મુદાઓ અંગે વિસ્તૃતમાં રજુઆત કરી
હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે
આવેદન પત્રમાં કંડલાથી માળીયા સુધીના કોસ્ટલ હાઈવા.ના નિર્માણ , ડીપીએ બોર્ડમાં ગાંધીધામ
ચેમ્બરને સ્વતંત્ર સભ્ય પદ, અને આયાત નિકાસ
વેપારને પ્રોત્સાહન આપવા એર કનેકટીવીટી ના
વિકાસ સહીતની માંગણીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત
કંડલા એરપોર્ટનું વિસ્તરણ કરી એ. 320, બી.
737 જેવા મોટા વિમાનની સુવિધા ઉભી કરવા તેમજ
ગ્રીન ફીલ્ડ એરપોર્ટની સ્થાપના માટે જમીન ફાળવણીની
પ્રક્રિયા ઝડપી બનાવવા, તેમજ ટાઉનશિપના વિકાસ માટે જમીન નીતિની જાહેરાત ઝડપથી કરવા સહીતના મુદે રજુઆત
કરાઈ હોવાનું જણાવ્યું હતું. ચેમ્બરના માનદમંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે કંડલાથી માળીયા સુધી કોસ્ટલ હાઈવેના
નિર્માણથી દિનદયાલ પોર્ટ અને કચ્છના તમામ બંદરોનું સિધુ જોડાણ મળશે. આ માર્ગ દ્વારા ભારે વાહનોનું પરિવહન ઝડપી બનશે. આ
પ્રોજેકટથી કાર્ગો હેન્ડલીંગમાં આશરે
30 ટકા વૃધ્ધીની સંભાવના આવેદન પત્રમાં વ્યકત
કરાઈ છે. જમીન નીતિની જાહેરાતથી આધુનિક સુવિધા
સાથે નવી ટાઉનશીપનો વિકાસ થશે. આવાસ, શિક્ષણ, આરોગ્ય,
અને મનોરંજનની સુવિધાથી સજ્જ આ ટાઉનશીપ
કચ્છના સર્વાંગી વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા
ભજવશે. આ તમામ પ્રકલ્પોથી કચ્છ આગામી સમયમાં
દેશના અગ્રણી ઔદ્યોગિક અને વ્યાપારીક
કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો આશાવાદ પત્રમાં વ્યકત કરાયો હતો. ગાંધીધામને
મહાનગરપાલિકાની ઓળખ સાથે આજુ બાજુના વિસ્તારોને
સમાવાતા શહેરનો વ્યાપ વધાશે. વિભાજન બાદ કંડલા પોર્ટ અને ગાંધીધામની સ્થાપના સાથે જ ચેમ્બરે વેપાર ઉદ્યોગના વિકાસમાં ભુમિકા નિભાવી
છે. આજઋઁ રજુ કરાયેલરા આવેદનના મુદાના નિરાકરણની કચ્છના વિકાસને નવી ગતિ મળશે અને પોર્ટ સીટી તરીકે ગાંધીધામની ઓળખ વધુ મજબુત બનશે.ચેમ્બર પ્રમુખ શ્રી પુજે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા , ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરી અને ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘના સક્રીય પ્રયાસોને બીરદાવ્યા હતાં. શિપિંગ
મંત્રી સર્વાનંદ સોનોવાલે કચ્છના વિકાસ પ્રત્યે કેન્દ્ર સરકારા પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતુ કે કોસ્ટલ હાઈવે અને એર કનેન્કટીવીટી જેવા મહત્વના પ્રકલ્પને પ્રાથમીકતા આપવામાં આવશે. ડીપીએ બોર્ડમાં ચેમ્બરના પ્રતિનિધિત્વની માંગણી અંગે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. આ વેળાએ ઉપપ્રમુખ દિપક પારખ,
સહમંત્રી જતીન અગ્રવાલ. ખજાનચી નરેન્દ્ર
રામાણી, પુર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ તેમજ કરોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા
હતાં.