ગાંધીધામ, તા. 7 : અહીંના કાસેઝમાં આવેલી સ્ટાર સાઇન પ્રા. લિમિટેડ
નામની કંપનીમાંથી થોડા દિવસ અગાઉ શર્ટ, પેન્ટ,
ટી-શર્ટ, સ્વેટર, હૂડી વગેરે કપડાંની ચોરી થઇ હતી. બનાવ અંગે સર્વેલન્સ સ્ટાફે તપાસ
હાથ?ધરી કિડાણાના ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહીમ કટિયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરીદ શેખ નામના
શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા ફરીદ ઉર્ફે પૈકો વિરુદ્ધ અગાઉ ઘરફોડ ચોરીના પાંચ
તથા સાહિલ વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે. : સામખિયાળી
ખાતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : બે શખ્સ સામે ફરિયાદ : ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક કિશોરને બાવળની
ઝાડીમાં લઇ જઇ તેના ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે
ફરિયાદ નોંધાઇ હતી. સામખિયાળી-આંબલિયારા રોડ?નજીક બાવળની ઝાડીમાં ગઇકાલે બપોરે આ ચકચારી
બનાવ બન્યો હતો. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ દીપક આંબા બારોટ તથા નિખિલ નાગજી આહીર નામના શખ્સોએ એક 13 વર્ષીય કિશોરને બાવળની
ઝાડીમાં લઇ જઇ તેના ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ
નોંધી આગળની તપાસ હાથ ધરી છે. - સગીરાનાં અપહરણ - બળાત્કાર ગુનાના આરોપીનો નિર્દોષ છૂટકારો : ભુજ, તા.
7 : ગત તા. 1/10/23ના માધાપર પોલીસ મથકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેની મરજી
વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની આરોપી વિનોદ રમેશ ખાંટ (રહે. મૂળ સંજેલી,
તા. ઝાલોદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે. આરોપી
વિનોદ ઉપર સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ અને
મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની પોક્સો એક્ટ તળે નોંધાયેલા ગુનાનો
કેસ સ્પે. પોક્સો પાંચમા સેશન્સની અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં
નિષ્ફળ જતાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કોર્ટે કર્યો છે. બચાવ પક્ષે લીગલ એઇડ
ડિફેન્સ કાઉન્સિલ ન્યાય રક્ષક તરીકે ચંદ્રકાંત સી. ગુજરાતી, સુમિત આર. સિંગ, કુલદીપ
ડી. ગરવા, કિરણ એમ. ચારણિયા, વિષ્ણુ એમ. ચારણિયા, રમીઝ કે. સમેજા, દિપાલી પી. જોશી,
નિરજા એમ. રાઠોડ, સાયમા એ. લુહાર હાજર રહ્યા હતા.