• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ગાંધીધામની શાળામાં નવાં વર્ષની કરાઇ અનોખી રીતે ઉજવણી

ગાંધીધામ, તા. 7 :  અહીંના ગ્રીન હિલ એકેડેમી સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંગ્રેજી નવાં વર્ષનું સ્વાગત ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ ગાયત્રી હવન અને મહાપ્રસાદનાં આયોજન સાથે કરાયું હતું.  વેદમાતા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં સંચાલક ટ્રસ્ટી દિવ્યાબા સૂરસિંહજી સોઢા તથા ટ્રસ્ટી હર્ષેન્દુભાઇ વૈદ્ય, મોહનભાઇ ધારશીએ હાજર રહી બાળકો તથા શિક્ષકોને નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  બાળકો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પોતાનું ભવિષ્ય બનાવે તેમજ દેશ, રાજ્ય અને જિલ્લા સ્તરે પોતાના સમાજ અને શાળા પરિવારનું નામ રોશન કરે તેવા શાળા દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ અંતર્ગત દરેક કાર્યક્રમની ઉજવણી રાસોત્સવ સાથે કરાય છે.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd